ગુજરાતમાં વાયરલાઇન ક્ષેત્રે 49.8% હિસ્સા સાથે જિયો મોખરે, ઑગસ્ટમાં ગ્રાહકોનો આંક 3.41 કરોડ
અમદાવાદ, 30 સપ્ટેમ્બર, 2026: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ઑગસ્ટ-2026ના આંકડા અનુસાર, ગુજરાત સર્કલના ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ(જિયો)ના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા 3.41 કરોડ થઈ છે. જયારે, રાજ્યના વાયરલેસ બજારમાં જિયોનો હિસ્સો 46.18 ટકા નોંધાયો છે.મહત્વપૂર્ણ છે કે, ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 2.11 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા હતા, આ સાથે જ નવા વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધારવામાં જિયો ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
ઑગસ્ટ-2026માં ગુજરાતમાં જિયોનો VLR રેશિયો 101.35 ટકા નોંધાયો હતો, જે મુજબ આશરે 3.45 કરોડ સક્રિય મોબાઇલ ગ્રાહકો હતા. ઉલ્લેખનીય છે કે, TRAIની પદ્ધતિ મુજબ 100 ટકાથી વધુ VLR રેશિયો માન્ય છે. તેમાં અન્ય ટેલિકોમ સર્કલમાંથી ગુજરાતમાં આવેલા ગ્રાહકો (ઇનબાઉન્ડ રોમર્સ)નો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત, વાયરલાઇન ક્ષેત્રે પણ જિયોએ પ્રથમ હરોળનું સ્થાન જાળવી રાખ્યું છે. ઑગસ્ટ-2026ના અંતે જિયાનો વાયરલાઇન ગ્રાહક આધાર 9.43 લાખ થયો છે, જે ગુજરાતના વાયરલાઇન બજારમાં 49.81 ટકા હિસ્સો ધરાવે છે. ઑગસ્ટ-2026 દરમિયાન જિયોએ 6,993 નવા વાયરલાઇન જોડાણો ઉમેર્યાં હતા આ સાથે આ ક્ષેત્રમાં પણ નવા જોડાણો ઉમેરવામાં જિયોએ ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. તો, ફિક્સ્ડ વાયરલેસ ક્ષેત્રે પણ જિયોના ગ્રાહક આધારમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં જિયાનો 5G FWA (ફિક્સ્ડ વાયરલેસ ઍક્સેસ) ગ્રાહક આધાર 4.87 લાખ થયો છે. ઑગસ્ટ-2026માં 6,054 નવા જોડાણો ઉમેરાયા હતા.જ્યારે UBR FWA ક્ષેત્રમાં ઑગસ્ટ-2026માં 16,540 નવા જોડાણો ઉમેરાતા તેનો કુલ ગ્રાહક આધાર 3.67 લાખ થયો છે.
(સ્ત્રોતઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI), પ્રેસ રિલીઝ ક્રમાંક 125/2026, તા. 28 સપ્ટેમ્બર, 2026.)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
