જિયો 46.2% બજાર હિસ્સા અને 10 વર્ષમાં 37.9%ના CAGR સાથે ગુજરાતમાં મોખરે

અમદાવાદ, 8 સપ્ટેમ્બરઃ રિલાયન્સ જિયોએ તેના વ્યાવસાયિક લોન્ચ પછીના દાયકામાં ગુજરાતમાં વાયરલેસ માર્કેટનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે, ઓગસ્ટ 2016માં શૂન્ય ગ્રાહકથી શરૂ કરીને જિયોએ તેના કામકાજના પ્રથમ મહિનામાં (સપ્ટેમ્બર 2016) 14.6 લાખ યુઝર્સ નોંધાવ્યા હતા અને આજે જૂન 2026 સુધીમાં 335.5 લાખ ગ્રાહકો સુધી પહોંચી ગઈ છે — જે 320.9 લાખ ગ્રાહકોની ચોખ્ખી વૃદ્ધિ અને 37.9%નો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે. જૂન 2026 સુધીમાં જિયો આ ટેલિકોમ સર્કલમાં 46.4% હિસ્સા અને કુલ 727.0 લાખ વાયરલેસ કનેક્શન્સ સાથે માર્કેટ લીડર છે.

જિયોનો દાયકાનો વિકાસ

જિયોનો ગ્રાહક સમૂહ સપ્ટેમ્બર 2016માં 14.6 લાખથી શરૂ થયો હતો, જે ઉત્તરોત્તર વધીને જૂન 2026ના તેના તાજેતરમાં નોંધાયેલા આંકડા અનુસાર 335.5 લાખની ટોચે પહોંચ્યો છે. ગ્રાહક સંખ્યાની દ્રષ્ટિએ આ સમયગાળા દરમિયાન તેણે આશરે 22.9 ગણી વૃદ્ધિ નોંધાવી છે. જિયો ડિસેમ્બર 2020માં પ્રથમ વખત આ ટેલિકોમ સર્કલની સૌથી મોટી ઓપરેટર બની હતી અને ત્યારથી તેણે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. માસિક ડેટા અનુસાર, જિયોએ ડિસેમ્બર 2020માં વોડાફોન આઇડિયાને અને જુલાઈ 2017માં એરટેલને પાછળ છોડી દીધું હતું.

સ્પર્ધાત્મક સરખામણી

એરટેલ ઓગસ્ટ 2016માં 86.8 લાખ ગ્રાહકો ધરાવતું હતું જે આંક વધીને જૂન 2026માં 158.4 લાખે પહોંચ્યો છે (+71.6 લાખ, 6.3% CAGR). વોડાફોન આઇડિયા — વોડાફોન અને આઇડિયાનો સંયુક્ત ગ્રાહક આધાર — 316.8 લાખથી ઘટીને 200.1 લાખ થઈ ગયો છે (-116.7 લાખ, -4.6% CAGR), જે એકસમયે એપ્રિલ 2018માં 354.8 લાખના ટોચના સ્થાને હતો. BSNL 39.8 લાખથી ઘટીને 33.0 લાખે પહોંચ્યું (-1.9% CAGR) છે. “અન્ય” કેટેગરીની વાત કરીએ તો ટાટા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, એરસેલ, ટેલિનોર, વીડિયોકોન અને અન્ય ઓપરેટરો સમયાંતરે બહાર થઈ ગયા છે — તેના ગ્રાહકોનો સંયુક્ત આંક ઓગસ્ટ 2016માં 175.0 લાખ હતો જે ઘટીને જુલાઈ 2019ની આસપાસ શૂન્ય થઈ ગયો, કારણ કે માર્કેટમાં માત્ર ચાર જ મુખ્ય કંપની જ બચી હતી.

સીએજીઆર વિશ્લેષણ

ઓગસ્ટ 2016માં કોઈ આધાર ન હોવાને કારણે સપ્ટેમ્બર 2016ના પ્રથમ મહિનાના ડેટા આધારે ગણતરી કરવામાં આવતા જિયોનો 37.9%નો CAGR અન્ય તમામ પ્રસ્થાપિત કંપનીઓ કરતાં ઘણો આગળ રહ્યો છે. આ જ સમયગાળામાં એરટેલે 6.3%ના દરે વૃદ્ધિ નોંધાવી છે, જ્યારે વોડાફોન આઇડિયા -4.6% અને BSNL -1.9ના દરે ઘટ્યા. વૃદ્ધિની બાબતમાં સૌથી નજીકની સ્પર્ધક કંપની એરટેલ (6.3%) હતી. ગુજરાતમાં કોઈ પણ સ્પર્ધક જિયોની વિસ્તરણ ઝડપની આસપાસ પણ પહોંચી શક્યું નથી, જે સ્પષ્ટ કરે છે કે જિયોનો આ ઉદય સમગ્ર માર્કેટ ઘટવાને કારણે નહીં પરંતુ નવા ગ્રાહકો ઉમેરાવાના કારણે થયો હતો — જ્યાં ટેલિકોમ માર્કેટ પોતે ગત દાયકા દરમિયાન 14.7% વધ્યું છે.

બજાર કેવી રીતે બદલાયું

ગુજરાતમાં આ દાયકામાં ત્રણ મોટા ફેરાફારો જોવા મળ્યા હતા. પ્રથમ, કોન્સોલિડેશન: 2016માં આઠથી વધુ ઓપરેટરોનું ક્ષેત્ર ઘટીને ચાર થઈ ગયું, કારણ કે “અન્ય” કેટેગરીની ગ્રાહક સંખ્યા 175.0 લાખથી ઘટીને શૂન્ય થઈ ગઈ. બીજું, વોડાફોન-આઇડિયાના વિલીનીકરણથી એક મોટી કંપની અસ્તિત્વમાં આવી જેણે ત્યારથી પોતાનો હિસ્સો ગુમાવ્યો હતો, જે એપ્રિલ 2018માં 354.8 લાખની ટોચ પરથી ઘટીને 200.1 લાખ પર આવી ગઈ હતી. ત્રીજું, જિયોના આગમનથી કુલ વાયરલેસ ગ્રાહક સંખ્યા સપ્ટેમ્બર 2016માં 633.7 લાખથી વધીને જૂન 2026માં 727.0 લાખ થઈ (14.7%નો વધારો), જે દર્શાવે છે કે જિયોએ માત્ર જૂના ગ્રાહકો પોતાની તરફ જ નથી ખેંચ્યા પરંતુ કનેક્ટિવિટીનો વ્યાપ વધાર્યો છે.

જૂન 2026ની સ્થિતિ

જૂન 2026 મુજબ ગુજરાતમાં ક્રમાંક આ પ્રમાણે છે: 1. રિલાયન્સ જિયો (335.5 લાખ); 2. વોડાફોન આઇડિયા (200.1 લાખ); 3. એરટેલ (158.4 લાખ); 4. BSNL (33.0 લાખ). જિયો 46.2% બજાર હિસ્સા સાથે આ સર્કલમાં મોખરે છે.

Key data points

OperatorAug 2016Jun 2026Abs. changeCAGR
Reliance Jio— *335.5+320.937.9%
Airtel86.8158.4+71.66.3%
Vodafone Idea316.8200.1-116.7-4.6%
BSNL39.833.0-6.8-1.9%
Others175.00.0-175.0exited

All figures in lakhs. * Jio had no reported subscribers in August 2016 (launched September 2016); its first data point (Sep 2016) and a Sep-2016-based CAGR are shown. “Others” aggregates operators that have exited the circle. Source: TRAI Wireless Subscriber Base.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)