જ્યોતી ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ પબ્લિક ઈશ્યૂ દ્વારા રૂ. 35.44 કરોડ સુધીનું ફંડ એકત્ર કરશે
અમદાવાદ, 30 જુલાઇઃ જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ, જે એક અગ્રણી પોલિમર-આધારિત પેકેજિંગ ઉત્પાદક છે જેણે તાજેતરમાં ડિફેન્સ અને એરોસ્પેસમાં એન્ટ્રી કરી છે, તે SME ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) દ્વારા રૂ. 35.44 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને NSEના NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો જાહેર ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ જાહેર ઇશ્યૂ 4 ઓગસ્ટના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 6 ઓગસ્ટના રોજ બંધ થશે. પબ્લિક ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ MIDC મહાડ ખાતે નવા ઉત્પાદન એકમ, સોલાર પાવર પ્લાન્ટ, લોન ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવશે. યુનિસ્ટોન કેપિટલ પ્રા. લિમિટેડ આ ઇશ્યૂનું બુક-રનિંગ લીડ મેનેજર છે.
રૂ.35.44 કરોડની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગમાં કુલ 53.70 લાખ શેર, 40,50,000 શેરનો નવો ઇશ્યૂ અને રૂ. 10 ની ફેસ વેલ્યુ ધરાવતા 10,50,000 ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઈશ્યૂ માટે રૂ. 62થી રૂ. 66 પ્રતિ શેરનો પ્રાઈઝ બેન્ડ નક્કી કર્યો છે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે લઘુત્તમ લોટ સાઈઝ 4,000 શેર છે જેનું લઘુત્તમ રોકાણ રૂ. 2.64 લાખ છે (ઉપલા ભાવ બેન્ડ રૂ. 66 પ્રતિ શેર પર આધારિત છે).
જ્યોતિ ગ્લોબલ પ્લાસ્ટ લિમિટેડ જાન્યુઆરી 2004માં સ્થાપિત પ્લાસ્ટિક મોલ્ડિંગ સોલ્યુશન્સમાં સ્પેશિયલાઈઝ છે. જે પોલિમર-આધારિત પેકેજિંગ કન્ટેનર (જેમ કે HDPE-PP ઉત્પાદનો: ડ્રમ્સ, કાર્બોય, જેરીકેન, બેરલ, પેલ્સ) અને ઈન્ડસ્ટ્રી માટે ટોય્ઝ જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, ફૂડ અને બેવરેજ, તેલ, એડહેસિવ્સ અને ચાઈલ્ડ કેર જેવા ઉદ્યોગો માટે કસ્ટમ સોલ્યુશન્સ ઓફર કરે છે. કંપની વિવિધ ઉદ્યોગોને પૂરી પાડતી પ્લાસ્ટિક મોલ્ડિંગ ઉત્પાદનોની વૈવિધ્યસભર અને નવીન શ્રેણી ઓફર કરે છે. તેમના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઈન્ડસ્ટ્રિયલ પેકેજિંગ સોલ્યુશન્સ, ઓટોમોટિવ કોમ્પોનન્ટ, હાઉસહોલ્ડ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ, ડ્રોન કોમ્પોનન્ટ, ચાઈલ્ડ કેર અને બેબી પ્રોડક્ટ્સ, કસ્ટમ મોલ્ડિંગ સોલ્યુશન્સનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
