અમદાવાદ, 30 જુલાઇઃ  એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ મેળવી શક્યા નહીં.

ગીરના હ્રદયમાં જય અને વીરુની વાતોએ તમામને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની જોડી હિન્દી સિનેમા જગતની મશહૂર ફિલ્મ શોલેની આઇકોનિક જોડી સાથે સરખામણી પામે તેવી છે. આ ફિલ્મના પાત્રોની જેમ જ આ વાસ્તવિક જોડીએ પણ એક-મેકથી અલગ નહીં થવાની અને સદાય સાથે રહેવાની ભાવના દર્શાવતી હતી. ગીરના વન્યજીવ પ્રેમીઓ ગીરના જંગલની અજેય અને નિર્ભય જોડી જય અને વીરુના સાહસોની અનેક કથાઓ વાગોળે છે. ક્યારેક થતાં પ્રાસંગિક નાનાં-અમથાં ઝગડાઓ કે હૂંસાતૂંસીને બાદ કરતાં, તેમની જોડી અતૂટ રહી, જે તેમની એકબીજા પ્રત્યેની વફાદારીને દર્શાવે છે જેના કારણે તેઓ મલાણકા, કેનેડીપુર, નતળિયા, ઇટાડી, લીમધ્રા અને કાસીયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી શક્યા.

તેમની રહસ્યમયી ડણક દોસ્તીના શાશ્વત પ્રતિજ્ઞાનાં પ્રતિક સમા સ્તુતિગાન ये दोस्ती…हम नहीं तोडेंगे, छोडेंगे दर मगर, तेरा साथ न छोडेंगे…ને પ્રતિબિંબિત કરતી હતી. જો તમે ગીરમાં ગયા હોય અને જય-વીરુને ન જોયા હોય તો તમે જંગલના આત્માને ચૂકી ગયા કહેવાય “गिर में जय-वीरु को नहीं देखा तो कुछ नहीं देखा”.

ગીર હંમેશા દંતકથારૂપ જોડીનું અભયારણ્ય રહ્યું છે. જય અને વીરુ પહેલાં, આ જંગલમાં ધરમ-વીરની જોડી હતી, જેની ભાઈબંધીની ગાથા આજે પણ ગવાય છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)