IPO ખૂલશે30 જુલાઇ
IPO બંધ થશે1 ઓગસ્ટ
ફેસ વેલ્યૂરૂ. 2
પ્રાઇસબેન્ડરૂ.760-800
IPO સાઇઝરૂ. 4,011.60 કરોડ
લોટ સાઇઝ18 શેર્સ
 Employee Discount રૂ. 76
લિસ્ટિંગબીએસઇ

અમદાવાદ,30 જુલાઈ: નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ આજે 30 જુલાઈ ના રોજ પ્રાઇઝ બેન્ડ રૂ. 760થી રૂ. 800ની છે અને 1 ઓગસ્ટ ના રોજ બંધ થશે. બિડ્સ પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા લઘુતમ 18 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 18 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. IPOમાં વેચાણકર્તા શેરધારકો દ્વારા 5,01,45,001 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.ગ્રે માર્કેટ પ્રીમિયમ 140 ની આસપાસ છે.

લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ:

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) એ૨૦૧૨ માં સ્થાપિત SEBI-રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન (MII) છે.૯૯% થી વધુ ભારતીય પિન કોડ અને ૧૮૬ દેશોમાં સ્થિત ખાતાધારકો છે.NSDL ભારતમાં સિક્યોરિટીઝ ડિપોઝિટરી તરીકે કાર્ય કરે છે. સિક્યોરિટીઝના ફાળવણી અને માલિકી ટ્રાન્સફરના ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જાળવે છે. અને ડિમટીરિયલાઇઝેશન, ટ્રેડ સેટલમેન્ટ, ઓફ-માર્કેટ ટ્રાન્સફર, સિક્યોરિટીઝનું પ્લેજિંગ અને કોર્પોરેટ ક્રિયાઓ સહિત ડિપોઝિટરી સેવાઓ પ્રદાન કરે છે. ડિમટીરિયલાઇઝ્ડ સ્વરૂપમાં રાખવામાં આવેલી સિક્યોરિટીઝ માટે એસેટ સર્વિસિંગ પ્રદાન કરે છે. ઇ-વોટિંગ, કોન્સોલિડેટેડ એકાઉન્ટ સ્ટેટમેન્ટ (CAS) અને નોન-ડિસ્પોઝલ અંડરટેકિંગ્સ (NDU) જેવી વધારાની સેવાઓ પ્રદાન કરે છે.

ICICI સિક્યોરિટીઝ લિમિટેડ NSDL IPO ના બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે MUFG ઈનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (લિંક ઈનટાઇમ) આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)