- Business
- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોમોડિટી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- મ્યુચ્યુઅલ ફંડ
- શેર બજાર
માર્કેટ લેન્સઃ ગિફ્ટ નિફ્ટી 112 પોન્ટ પ્લસ, પરંતુ નિફ્ટીમાં શરૂઆતી સુધારો છેતરામણો હોઇ શકે

જો નિફ્ટી ગુરુવારના 22,180ના નીચલા લેવલને તોડે, તો મંદીવાળા 22,000ના મનોવૈજ્ઞાનિક લેવલને અને ત્યારબાદ એપ્રિલ 2025ના નીચલા લેવલ 21,700ને લક્ષ્ય બનાવી શકે છે. ઉપરની તરફ, 22,400નું લેવલ તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, અને ત્યારબાદ 22,600-22,700નો ઝોન રેઝિસ્ટન્સ બની શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. ટેકનિકલ નિષ્ણાતો તો હવે 19500નો ટાર્ગેટ લાવ્યા છે. જોકે, વહેલી સવારે ગીફ્ટ નિફ્ટી 100 પોઇન્ટ કરતાં વધુનો સુધારો દર્શાવતો હતો….
| STOCKS TO WATCH: | TCS, ITC, KEC International, NCC, Waaree Renewable, IRB Infra, Pace Digitek, Lupin, Acme India, Bharti Hexacom, NTPC Green Energy, Lemon Tree, Hexaware, V-Mart, INFY, HCLTECH, IFCI |
અમદાવાદ, 9 ઓક્ટોબરઃ સેન્સેક્સ, નિફ્ટી સહિત તમામ સેક્ટોરલ્સ રોજ નવા બોટમ બનાવી રહ્યા છે. સામાન્ય રોકાણકારો એવી ભ્રાંતિમાં વેલ્યૂ બાઇંગ કરી રહ્યો છે કે, આ છેલ્લું બોટમ હશે. અને મંદીવાળાઓ રોજ હેવી સેલિંગ પ્રેશર વચ્ચે ભારતીય શેરબજારોને બાર માસના તળિયે બેસાડી ચૂક્યા છે. નિફ્ટી ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન વર્ષના તળિયે બેસી જવા સાથે 8 ઓક્ટોબરના 371 પોઈન્ટ અથવા 1.64 ટકા ઘટ્યો હતો અને તે 22,232 પર બંધ થયો હતો, જ્યારે બેંક નિફ્ટી 540.5 પોઈન્ટ અથવા 0.98 ટકા ઘટીને 54,515 પર બંધ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, 1 ઓક્ટોબરના રોજ નિફ્ટીને 22,217ની આસપાસ સપોર્ટ મળ્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં થોડી પોઝિટિવ ચાલ જોવા મળી હતી, પરંતુ ગુરુવારના સેશનમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને ઇન્ટ્રા-ડે 400 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. ઓગસ્ટ સિરીઝની શરૂઆતથી જ લોઅર લો અને લોઅર હાઈ બનવાનું ચાલુ હોવાથી બજારનું એકંદર માળખું મંદીયુક્ત જણાય છે. નિફ્ટીએ 22,179ની આસપાસ નવું 52-સપ્તાહનું લોઅર લેવલ નોંધાવ્યું હતું.
નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીએ થોડી મજબૂતી દર્શાવી છે. 29 સપ્ટેમ્બરના રોજ 53,800ની આસપાસ નીચલું લેવલ બનાવ્યું હતું અને ત્યારથી તે મોટાભાગે એક જ રેન્જમાં રહે છે. 1 ઓક્ટોબરના રોજ પણ, જ્યારે નિફ્ટીમાં તીવ્ર ઘટાડો થયો હતો, ત્યારે બેંક નિફ્ટી મજબૂત રીતે ટકી રહ્યો હતો. અને ગુરુવારે જ્યારે નિફ્ટીએ નવું 52-સપ્તાહનું લોઅર લેવલ નોંધાવ્યું, ત્યારે બેંક નિફ્ટી તેના તાજેતરના સ્વિંગ લોથી ઉપર ટકી રહ્યો હતો. જ્યાં સુધી બેન્ક નિફ્ટી 53,750ની ઉપર ટકી રહેશે ત્યાં સુધી વધુ કન્સોલિડેશન થવાની સંભાવના બજાર નિષ્ણાતો અને ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
55,700ના લેવલે મજબૂત રેઝિસ્ટન્સ રહેલો છે. 55,700ની સપાટીથી ઉપર સતત ટકી રહેવાથી 56,200 અને 56,700 તરફનો માર્ગ ખુલી શકે છે. બીજી તરફ, 53,750ની નીચે જવાથી બેન્ક નિફ્ટી 53,000 તરફ સરકી શકે છે.
| SME Listing: | Acme India, Paramount Syntex, TNA Solutions |
| Stocks Trade Ex-Dividend: | Accelya Solutions, Caspian Corporate Services, Skyways Air |
| Stocks Trade Ex-Date for Bonus | Mold-Tek Technologies, Mold-Tek Packaging |
| Stock Trades Ex-Date for Buy Back | TCI |
| Stocks in F&O Ban | Ambuja Cements, Bandhan Bank, LICHF |
| Results Today: | Poonawalla Fincorp, Anand Rathi Wealth, Canara HSBC Life, Canara Robeco AMC, Can Fin Homes, Waterways Leisure Tourism, Hathway, Datacom |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
