મુંબઈ, 20 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.29,817.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,582.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.23,223.92 કરોડનો હતો. દરમિયાન, 19 ડિસેમ્બરના રોજ નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.29,619 કરોડનું રેકોર્ડ કામકાજ નોંધાયું હતું.

સોના-ચાંદીના વાયદામાં એકંદરે નરમાઈનો માહોલ

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,533ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,610 અને નીચામાં રૂ.62,311ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.42 ઘટી રૂ.62,434ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,884 ખૂલી, ઉપરમાં રૂ.62,950 અને નીચામાં રૂ.62,702 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.77 ઘટી રૂ.62,825ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.62ના ઘટાડા સાથે રૂ.50,184 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15ના ઘટાડા સાથે રૂ.6,106ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.41ના ભાવઘટાડા સાથે રૂ.62,170ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,951ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,075 અને નીચામાં રૂ.74,611ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.97 ઘટી રૂ.74,727ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.83 ઘટી રૂ.75,779 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.86 ઘટી રૂ.74,718 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.89 ઘટી રૂ.74,710 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદો 16269ના સ્તરે

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.727.10ના ભાવે ખૂલી, રૂ.1.50 ઘટી રૂ.725.20, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.202.80 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.183.20ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.226.60ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 ઘટી રૂ.202.80, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.183.30, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.60 વધી રૂ.226.50 થયો હતો.

નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.29,619 કરોડનાં રેકોર્ડ કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,167ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,259 અને નીચામાં રૂ.6,160ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.81 વધી રૂ.6,248 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.84 વધી રૂ.6,257 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.212.20ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.2.10 વધી રૂ.209.40 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.90 વધી રૂ.209.20 થયો હતો.

કોટન-ખાંડીમાં મિશ્ર વલણઃ મેન્થા તેલ ઢીલુ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,980 અને નીચામાં રૂ.55,700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.100 વધી રૂ.55,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ  રૂ.0.30 ઘટી રૂ.916 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,582 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.23,223 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,494.99 કરોડનાં 2,391 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.2.77 કરોડનાં 540 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.5.97 કરોડનાં 9,705 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.269.54 કરોડનાં 4,326 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.821.99 કરોડનાં 3,658 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.450.78 કરોડનાં 12,034 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.312.34 કરોડનાં 41,702 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.404.59 કરોડનાં 6,503 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.57.99 કરોડનાં 9,308 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,354.97 કરોડનાં 51,968 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.120.22 કરોડનાં 23,226 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.48 કરોડનાં 24 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.16.50 કરોડનાં 496 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)