અમદાવાદ, 21 ડિસેમ્બરઃ 21593 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએથી નિફ્ટીએ શોર્ટટર્મ રિવર્સલ ટ્રેન્ડ નોંધાવવા સાથે ઇન્ડેક્સબેઝ્ડ સ્ટોક સ્પેસિફિક કરેક્શન નોંધાવ્યું છે. નીચામાં 20900 પોઇન્ટની રોક બોટમ સમજીને માર્કેટમાં એન્ટ્રી લેનાર કમાઇ શકે તેવું હાલના તબક્કે જણાય છે. બુધવારનો કડાકો મુખ્યત્વે પાંચ કારણોસર જોવા મળ્યો હોવાનું બજાર નિષ્ણાતો જણાવે છે.

સેબીએ 100થી વધુ સ્થળે દરોડા પાડ્યાકોવિડ મુદ્દે કેન્દ્રિય કેબિનેટની ઇમરજન્સી મિટિંગ
એઆઇએફ બાન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રિસ્કી એસેટ્સએનએસઇ બીએસઇ દ્વારા એફએન્ડઓ માર્જિનમાં 50 ટકા વૃદ્ધિ

અને સૌથી મહત્વનું અને અગત્યનું કારણ આઇપીઓની વણઝારમાં એચએનઆઇ સહિત વિવિધ રોકાણકાર વર્ગનો ધસારો અને સેકન્ડરી માર્કેટમાંથી ઓવરબોટ કન્ડિશનનો લાભ લઇને પ્રોફીટ બુકિંગ

ટેકનિકલી જોઇએ તો આ સપ્તાહની શરૂઆત 21400+ પોઇન્ટ સાથે થઇ છે. જે હાલના તબક્કે રેઝિસ્ટન્સ લેવલ જણાય છે. નીચામાં 20770 રોક બોટમ હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાય છે.

ઇન્ટ્રા-ડે વોચઃ પ્રિઓપનિંગ અને માર્કેટ ઓપનિંગની પ્રથમ 15 મિનિટ સુધી વેઇટ એન્ડ વોચ…. ત્યારબાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, આઇટીસી, ટાટા પાવર, સીરકા પેઇન્ટ, વીપ્રો, પેટીએમ

બેન્ક નિફ્ટીઃ બુધવારે પાંચ દિવસની નીચી સપાટીએ બંધ આપ્યું છે. 47400 પોઇન્ટના લેવલ નજીક વીકલી ચાર્ટ ઉપર ઇન્સાઇડ રેન્જ ફોર્મ કરવા સાથે 48000ની સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ દર્શાવે છે. શોર્ટ ટર્મ માટે હવે 47400- 46500 પોઇન્ટની રેન્જની ધારણા ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)