કેટેગરીસબ્સ્ક્રિપ્શન
QIB0.05
NII6.37
Retail4.19
Total3.49

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ આજે ડોમ્સ એન્જિનિયરિંગ અને ઈન્ડિયા શેલ્ટર ફાઈનાન્સના આઈપીઓના પ્રીમિયમે લિસ્ટિંગ વચ્ચે આઝાદ એન્જિનિયરિંગનો આઈપીઓ ઈશ્યૂ પ્રથમ દિવસે જ ફુલ્લી 3.49 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ પોર્શન 6.37 ગણો અને ક્યુઆઈબી 5 ટકા ભરાયો છે. રિટેલ રોકાણકારોએ 4.19 ગણા બીડ ભર્યા છે.

આઝાદ એન્જિનિયરિંગનો રૂ. 740 કરોડનો આઈપીઓ ઈસ્યૂ 22 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. જેની પ્રાઈસ બેન્ડ રૂ. 499-524 અને માર્કેટ લોટ 28 શેર્સ છે. ગ્રે માર્કેટમાં Azad Engineering IPO માટે રૂ. 440 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે ઈશ્યૂ પ્રાઈસ કરતાં 83 ટકા વધુ છે.

રૂ. 524ના ભાવે 20 ફંડ્સે કર્યું રૂ. 221 કરોડનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ

આઝાદ એન્જિનિયરિંગ લિ.એ ગઈકાલે પ્રિ-આઈપીઓ એન્કર સેશનમાં એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 221 કરોડ એકત્રિત કર્યાં છે. કંપનીએ અપર પ્રાઇઝ બેન્ડ ઉપર પ્રતિ શેર રૂ. 524ની ભાવે 20 ફંડ્સને 42.14 લાખ ઇક્વિટી શેર્સ ફાળવ્યાં છે. એન્કર બુકમાં ભાગ લેનાર રોકાણકારોમાં અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, નોમુરા, મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, બજાજ આલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ (એમએફ), આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ એમએફ, ટાટા એમએફ, એડલવેઇસ એમએફ અને બંધન એમએફ સામેલ છે.

ફંડામેન્ટલ્સ અને બ્રોકરેજ વ્યૂહઃ

કંપનીની આવકો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સતત વધી છે. જ્યારે ચોખ્ખો નફો ગત નાણાકીય વર્ષમાં 71.24 ટકા ઘટી રૂ. 8.47 કરોડ થયો હતો. કુલ દેવું સપ્ટેમ્બર સુધીમાં રૂ. 324.94 કરોડ છે. પીઈ રેશિયો 292.74 છે. કેનેરા બેન્ક સિક્યુરિટીઝ, રિલાયન્સ સિક્યુરિટીઝ સહિત છ બ્રોકરેજ હાઉસે અપ્લાય કરવા જ્યારે કેપિટલ માર્કેટે May Apply રેટિંગ આપ્યું છે. જેનો પીઈ રેશિયો અન્ય લિસ્ટેડ હરીફની તુલનાએ અનેકગણો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)