મેઘના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરે વર્ષ 2025-26માં આવક રૂ. 463.2 મિલિયન અને PAT રૂ. 55.95 મિલિયન નોંધાવ્યા
મુંબઈ, 27 મે, 2026 : મેઘના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (મેઘના રિયલ્ટી)એ 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2025-26 અને ચોથા ત્રિમાસિક ગાળા માટે એના ઓડિટ થયેલા નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ વર્ષ દરમિયાન એની વૃદ્ધિનો દર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ગાળામાં કંપનીની કુલ આવક ₹184.8 મિલિયન હતી. સમીક્ષાના ત્રિમાસિક ગાળામાં EBITDA ₹ 28.3 મિલિયન હતી, તો ચોખ્ખો નફો / કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹17.6 મિલિયન હતો.
31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-26માં કંપનીને ₹462.0 મિલિયનની આવક થઈ હતી. જ્યારે નાણાકીય વર્ષ 2025-26માં માટે EBITDA ₹103.4 મિલિયન હતી, ત્યારે ચોખ્ખો નફો / કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) ₹55.9 મિલિયન થયો હતો.
સંગઠિત ધોરણે મુખ્ય નાણાકીય પરિણામો:
| વિગત (રૂ. મિલિયનમાં) | નાણાકીય વર્ષ 2025-26નો ચોથો ત્રિમાસિક ગાળો | નાણાકીય વર્ષ 2025-26 |
| કામગીરીમાંથી આવક | 184.8 | 462.0 |
| EBITDA | 28.3 | 103.43 |
| EBITDA માર્જિન (%) | 15.31 | 22.33 |
| ચોખ્ખો નફો / કરવેરાની ચુકવણી પછીનો નફો (PAT) | 17.6 | 55.9 |
| PAT માર્જિન (%) | 9.5 | 12.06 |
| શેરદીઠ આવક (EPS) (રૂ.) | 0.92 | 2.48 |
આ પરિણામો પર મેઘના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રમોટર અને એમડી વિક્રમ લોઢાએ કહ્યું હતું કે, “નાણાકીય વર્ષ 2025-26 અને વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં અમારી કામગીરી અમારા વ્યવસાયના ફંડામેન્ટલ, અમલીકરણ ક્ષમતા અને ગુણવત્તાયુક્ત કામગીરી ડીલિવરી કરવા પર સતત ધ્યાન કેન્દ્રીત કરવાની કામગીરીની ક્ષમતાને દર્શાવે છે. બજારની કામગીરીમાં સતત વધઘટ થઈ હોવા છતાં અમે શિસ્તબદ્ધ અમલીકરણ અને ગ્રાહકના ભરોસાને બળે વૃદ્ધિનો દર ઊંચો જાળવી રાખ્યો છે.
નાણાકીય વર્ષ 2025-26માં કંપનીએ ઉત્કૃષ્ટ વૃદ્ધિ કરી છે, કંપનીના હાલ ચાલુ તમામ પ્રોજેક્ટનું GDV રૂ. 2,910 મિલિયન છે અને ડિસેમ્બર, 2026 સુધી લોંચ થનાર વિવિધ પ્રોજેક્ટના સેટનું GDV રૂ. 6,000 મિલિયન છે. આ રીતે અમારી કંપનીનું GDV રૂ. 10 અબજથી વધી ગયું છે.
મેઘના ઇન્ફ્રાકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીઓઓ અમિત સાઠેએ ઉમેર્યું હતું કે, “વર્ષ દરમિયાન અમે કાર્યકારી કાર્યદક્ષતા, પ્રોજેક્ટના અમલ અને અમારા ડેવલપમેન્ટમાં ગ્રાહકને શ્રેષ્ઠ અનુભવ આપવા ધ્યાન કેન્દ્રીત રાખ્યું હતું. જ્યારે અમારી ટીમોએ તમામ પ્રોજેક્ટમાં સમયસર પ્રગતિ સુનિશ્ચિત કરવા કામગીરી કરી છે, ત્યારે ગુણવત્તા અને કાર્યદક્ષતાના ઊંચા ધારાધોરણો જાળવી રાખ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
