સાકાર હેલ્થકેરનો નફો Q1FY27માં 120% વધી રૂ. 10.28 કરોડ

અમદાવાદ, 26 જુલાઈ: સંશોધન આધારિત API-ઇન્ટીગ્રેટેડ EU GMP માન્ય ઓન્કોલોજી ઓરલ અને ઇન્જેક્શન મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી સાકાર હેલ્થકેર લિમિટેડે (NSE: SAKAR), 30 જૂન 2026નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક માટે તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે.

નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક માટે કામગીરીમાંથી આવક નાણાકીય વર્ષ 26માં રૂ. 52.73 કરોડની તુલનામાં 38% વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 72.97 કરોડ રહી. ઓન્કોલોજી ઉત્પાદનો સાથે નવા બજાર અધિકૃતતાઓ અને દેશોમાં મજબૂત માંગ તેમજ મુખ્ય પહેલોમાં સતત અમલીકરણ દ્વારા કામગીરીને ટેકો મળ્યો. Q1FY27 માટે EBITDA વધીને રૂ. 21.25 કરોડ (EBITDA માર્જિન 29%) થયો, જે Q1FY26માં રૂ. 12.70 કરોડ (EBITDA માર્જિન 24%) ની તુલનામાં 67% વાર્ષિક વધારો છે. કંપનીએ નફામાં મજબૂત સુધારો કર્યો છે, Q1FY27માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 120% નો વધારો થયો છે, જે ઓપરેટિંગ લીવરેજ, સુધારેલી કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધ કોસ્ટ મેનેજમેન્ટને પ્રતિબિંબિત કરે છે. ચોખ્ખો નફો Q1FY26માં રૂ. 4.67 કરોડ (PAT માર્જિન 9%)ની સરખામણીમાં Q1FY27માં વધીને રૂ. 10.28 કરોડ (PAT માર્જિન 14%) થયો છે.

મેનેજિંગ ડિરેક્ટર સંજય શાહે જણાવ્યું કે, ” નાણાકીય વર્ષ 27નું પ્રથમ ત્રિમાસિક અમારા માટે સતત પ્રગતિ અને મજબૂત નાણાકીય કામગીરી માટે વધુ એક મહત્વપૂર્ણ ગાળો રહ્યો છે. આવક અને નફાકારકતા બંનેમાં નોંધાયેલી નોંધપાત્ર વૃદ્ધિ અમારા વ્યવસાયના મજબૂત પાયા અને તેની લાંબા ગાળાની વિકાસ ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. ઓન્કોલોજી બિઝનેસ અમારી વિકાસ વ્યૂહરચનાનો મુખ્ય આધારસ્તંભ બની રહ્યો છે. આ ત્રિમાસિક દરમિયાન અમે વૈશ્વિક વ્યાપારી ભાગીદારીઓનો વિસ્તાર કર્યો, નિકાસ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવી તેમજ અગ્રણી વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે ડોઝિયર સબમિશન, માર્કેટિંગ ઓથોરાઇઝેશન, સાઇટ વેરિએશન મંજૂરીઓ અને ટેક્નોલોજી ટ્રાન્સફર પ્રોજેક્ટ્સમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી. આ ઉપરાંત, મુખ્ય નિયમનકારી પ્રમાણપત્રો સાથે અમારા ઇન-હાઉસ API પોર્ટફોલિયોના વિસ્તરણ દ્વારા અમે અમારી ઇન્ટીગ્રેટેડ ઓન્કોલોજી ક્ષમતાઓ અને સ્પર્ધાત્મક આગેવાનીને વધુ મજબૂત બનાવી છે.

આગામી સમયમાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે નિયમનકારી મંજૂરીઓને કોમર્શિયલ લોન્ચ અને સપ્લાયમાં રૂપાંતરિત કરીને, નિકાસની તકોનો વિસ્તાર કરીને તથા ઓન્કોલોજી પ્રોડક્ટ્સનાં ઉત્પાદનને તબક્કાવાર વધારીને અમે અમારી ક્ષમતા ઉપયોગ અને કામગીરીની નફાકારકતામાં વધુ સુધારો કરી શકીશું. મજબૂત પ્રોડક્ટ પાઇપલાઇન, સતત નિયમનકારી પ્રગતિ અને ઝડપથી વિસ્તરી રહેલી વૈશ્વિક હાજરીના આધારે સાકર હેલ્થકેર સતત અને નફાકારક વિકાસ હાંસલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.”

Ǫ1FY27 માટે કન્સોલિડેટેડ ફાયનાન્સિયલ પર્ફોર્મન્સ :

ParticularsQ1 FY27Q1 FY26
Y-o-Y
FY26
Revenue from Operation72.9752.7338%251.73
EBITDA21.2512.7067%68.88
EBITDA Margin (%)29%24%27%
Profit After Tax10.284.67120%30.48
PAT Margin14%9%12%
(Amount in Rs. Crore, except EPS)

Ǫ1FY27 માટે બિઝનેસ હાઇલાઇટ્સ :

  • 65થી વધુ ઓન્કોલોજી પ્રોડક્ટ કોન્ટ્રાક્ટ્સ અમલમાં મૂક્યા, જેમાં 50થી વધુ કોમર્શિયલ ચર્ચાઓ તાજેતરમાં ચાલી રહી છે.
  • વૈશ્વિક સ્તરે 261 દસ્તાવેજો શેર કર્યા, જેમાંથી 178 સબમિટ કરવામાં આવ્યા છે અને 16 ને માર્કેટિંગ અધિકૃતતા પ્રાપ્ત થઈ છે.
  • 32 ડેવલપ્ડ ઓન્કોલોજી પ્રોડક્ટ્સમાંથી 21 માટે શેર કરેલા દસ્તાવેજોમાંથી 16 દસ્તાવેજોની મંજૂરી મેળવી.
  • 15 માલિકીની ફાઇલિંગ સહિત 26 EU માર્કેટિંગ ઓથોરાઇઝેશન ફાઇલિંગ પૂર્ણ કર્યા. બલ્ગેરિયા અને બોસ્નિયામાં ભાગીદારો દ્વારા 6 MA મેળવવામાં આવ્યા, બાકીના ફાઇલ કરવામાં આવ્યા છે જેમાં ચેક રિપબ્લિક, ક્રોએશિયા અને પોર્ટુગલનો સમાવેશ થાય છે.
  • સાકર હેલ્થકેર લોંગ ટર્મ વેલ્યૂ ક્રિએશન માટે તેના ફાઉન્ડેશનને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે, જે નોંધનીય વૃદ્ધિ, ઓન્કોલોજી કેપેબિલિટી વિસ્તરણ અને વધતી જતી ગ્લોબલ ફૂટપ્રિન્ટ દ્વારા સમર્થિત છે.
  • EU અને UK માં 18 સાયટોટોક્સિક પરમાણુઓને આવરી લેતા 33 સાઇટ વેરિએશન્સ સબમિટ કરવામાં આવ્યા, જેમાંથી સાતને મંજૂરી આપવામાં આવી છે.
  • 21 API ઇન-હાઉસ વિકસાવ્યા, જેમાં લેખિત પુષ્ટિ સાથે 16 API, 8 કોમર્શિયલાઇસ્ડ પ્રોડક્ટ્સ, CEP મંજૂરી સાથે 2 API, હાલમાં પ્રક્રિયા હેઠળ 5 CEP અરજીઓ શામેલ છે.
  • ઓન્કોલોજી પ્રોડક્ટ્સ માટે 33 ટેકનોલોજી ટ્રાન્સફર પ્રોજેક્ટ્સ યુકે અને જર્મનીમાં એકોર્ડ-ઇન્ટાસ, ટોરેન્ટ તથા  એમક્યુર, ગ્લેનમાર્ક અને ઝાયડસ સાથે ચાલી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સમાંથી, 7 પ્રોજેક્ટ્સને સાઇટ વેરિએશનલ મંજૂરીઓ મળી છે, જેમાં બે યુકેમાં અને પાંચ EUમાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)