એડવાન્સ્ડ સીસ-ટેકે IPO મારફતે ફંડ ઊભું કરવા સેબીમાં ડ્રાફ્ટ પેપર ફાઇલ કર્યા

અમદાવાદ, 26 જુલાઇઃ ઔદ્યોગિક ઓટોમેશન સૉલ્યુશન પ્રોવાઇડર એડવાન્સ્ડ સિસ-ટેક લિમિટેડએ IPO (ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ) મારફતે ફંડ ઊભું કરવા મૂડીબજાર નિયમનકારક સેબીમાં પ્રાથમિક પેપર ભર્યા છે. કંપનીએ ગુરુવારે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું, જેમાં જણાવ્યા મુજબ, સૂચિત IPOમાં રૂ. 98 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા 26 લાખ ઇક્વિટી શેર સુધીના ઑફર-ફૉર-સેલ (OFS) શામેલ છે. 

ગુજરાત-સ્થિત કંપનીએ પોતાની વિસ્તરણ યોજનાને ફંડ પૂરું પાડવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા ફ્રેશ ઇશ્યૂમાંથી ચોખ્ખી આવકનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે.

IPOની કુલ આવકમાંથી આશરે 15.96 કરોડનો ઉપયોગ મૂડીગત ખર્ચ માટે થશે, જેમાં એના વડોદરા પ્લાન્ટમાં ફેબ્રિકેશન સુવિધા સ્થાપિત કરવી અને HVAC, ઇલેક્ટ્રિકલ, ફાયર સેફ્ટી અને પ્લમ્બિંગ સિસ્ટમ જેવી માળખાગત સુવિધા સાથે સંબંધિત નવું બિલ્ડિંગ બનાવવાની કામગીરી શામેલ છે. DRHP મુજબ, કંપની સોલર રુફટોપ ઇન્સ્ટોલેશન અને નવી મશીનરીમાં પણ રોકાણ કરશે.

ઉપરાંત, જ્યારે રૂ. 50 કરોડ લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાત પૂર્ણ કરવા અંકિત કરવામાં આવ્યા છે, ત્યારે બાકીના ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે થશે.

એડવાન્સ્ડ સીસ-ટેક પેટ્રોલીયમ, ઑઇલ એન્ડ લ્યુબ્રિકેન્ટસ (POL) તથા ફ્યુઅલ ફાર્મ સહિત પેટ્રોકેમિકલ સ્ટોરેજ અને વિતરણ ટર્મિનલને ઔદ્યોગિક ઓટોમેશન સોલ્યુશન પ્રદાતા છે. આ એલપીજી બોટલિંગ પ્લાન્ટ માટે લિક્વિડ અને ગેસ ફિસ્કલ મીટરિંગ સિસ્ટમ (મીટરિંગ સ્કિડ્સ) અને ઓટોમેશન સોલ્યુશન્સ પણ પ્રદાન કરે છે.

લીડ મેનેજર્સઃ ઇશ્યૂના બુક-રનિંગ લીડ મેનેજરો ઇન્ગા વેન્ચર્સ અને સોવિલો કેપિટલ એડવાઇઝર્સ LLP છે, ત્યારે MUFG ઇનટાઇમ ઇન્ડિયા ઓફરની રજિસ્ટ્રાર છે.

લિસ્ટિંગઃ કંપની એના ઇક્વિટી શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર કરવાની યોજના ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)