| નવું ફંડ લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓમાં વેલ્યુ-આધારિત ઇક્વિટી એક્સપોઝર પૂરું પાડે છે | ટાટા AIA ના યુનિટ-લિંક્ડ પેન્શન પ્લાન્સ દ્વારા એક્સેસના કિસ્સામાં તેમાં જીવન વીમાનું કવચ આવરી લેવાય છે |
અમદાવાદ, 9 ફેબ્રુઆરી 2026: ટાટા AIA લાઇફ ઇન્સ્યોરન્સ (Tata AIA) એ, મૂલ્ય આધારિત રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરતા બે નવા ફંડ લોન્ચ કર્યા છે. આ સ્ટ્રેટેજી એવી કંપનીઓની ઓળખ પર ધ્યાન આપે છે જેમનું વર્તમાન મૂલ્ય તેમની વૃદ્ધિની સંભવિતતાને પૂર્ણપણે પ્રતિબિંબિત કરતું નથી. મુખ્ય નાણાકીય પરિમાણોનો ઉપયોગ કરીને પસંદ કરાયેલી 50 લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓના ઇન્ડેક્સને ટ્રેક કરીને, આ ફંડ્સ રોકાણકારોને ભાવિ સંભવિત લીડર કંપનીઓની વૃદ્ધિમાં ભાગ લેવામાં મદદ કરવાની સાથે સાથે જ જીવન વીમાનું સુરક્ષા કવચ પણ પૂરું પાડે છે.

ટાટા AIA લાઇફ એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ ફંડ: આ ફંડ પારદર્શક ઇન્ડેક્સ પદ્ધતિ દ્વારા પસંદ કરાયેલી 50 કંપનીઓમાં વેલ્યુ-આધારિત રોકાણની તક આપે છે. તે બાળકોના શિક્ષણનું આયોજન, સંપત્તિ નિર્માણ અને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા જેવા લક્ષ્યો માટે યોગ્ય પસંદગી હોવાની સાથે સાથે જ, ટાટા AIA લાઇફના યુનિટ લિંક્ડ જીવન વીમા સોલ્યુશન્સ દ્વારા જીવન વીમા સુરક્ષા પણ પૂરી પાડે છે.
ટાટા AIA લાઇફ એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ પેન્શન ફંડ: ટાટા AIA લાઇફના યુનિટ લિંક્ડ પેન્શન સોલ્યુશન્સ દ્વારા એક્સક્લુઝિવલી ઉપલબ્ધ, આ ફંડ ચિંતામુક્ત નિવૃત્તિનું આયોજન કરતા ગ્રાહકો માટે આદર્શ પસંદગી છે. તે જીવન વીમા કવચ સાથે લાંબા ગાળાની ઇક્વિટી વૃદ્ધિની સંભવિતતાને સાંકળી, પોલિસીધારકોને તેમના પરિવારના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવાની સાથે વ્યવસ્થિત રીતે નિવૃત્તિ માટેનું ભંડોળ ઉભું કરવાની સુવિધા પૂરી પાડે છે.
નવી ફંડ ઓફર 9 થી 16 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે અને પોલિસીઓ 16 ફેબ્રુઆરી 2026ના રોજ ₹10ની NAV એ જારી કરવામાં આવશે.
ફંડની મુખ્ય વિગતો:
| રોકાણનો ઉદ્દેશ્ય: એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ સાથે જોડાયેલા શેરોમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ. | બેન્ચમાર્ક: BSE 500 એન્હાન્સ્ડ વેલ્યુ 50 કસ્ટમાઇઝ્ડ ઇન્ડેક્સ. | એસેટ એલોકેશન: 70%–100% ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનો; 0%–30% કેશ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. |
આ ફંડના લોન્ચિંગ પ્રસંગે ટાટા AIA લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પાટીલે જણાવ્યું હતું કે, “ઇક્વિટી માર્કેટ સમયની સાથે ધીરજ અને શિસ્તનું વળતર આપે છે. ઘણાં રોકાણકારો શેરની પસંદગી કરવામાં અથવા માર્કેટના ટાઈમિંગને લઈને સંઘર્ષ કરતા હોય છે. અમારી એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ વ્યૂહરચના વ્યવસ્થિત અને ફંડામેન્ટલ્સ આધારિત અભિગમ દ્વારા તેને સરળ બનાવે છે.”
ટાટા AIAનું એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ ફંડ એક સરળ અને પારદર્શક રોકાણ અભિગમ પ્રદાન કરે છે જે ભારતની લાંબા ગાળાની ઇક્વિટી વૃદ્ધિની ગાથાનો લાભ લે છે. શેરની પસંદગી અથવા માર્કેટ ટાઈમિંગની જટિલતા વિના, વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રોકાણ દ્વારા સંપત્તિનું નિર્માણ કરવા ઈચ્છતા લોકો માટે આ એક વ્યૂહાત્મક ઉકેલ છે.
એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ ફંડમાં રોકાણ:
ગ્રાહક ફંડમાં રોકાણ કરી, લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ અને નાણાકીય આયોજનનો ભાગ બની શકે છે. આ ફંડ અહીં દર્શવાયેલા ટાટા એઆઈએ સોલ્યુશન્સ સાથે ઉપલબ્ધ છે: ટાટા એઆઈએ પરમ રક્ષા લાઇફ એડવાન્ટેજ +, ટાટા એઆઈએ પરમ રક્ષક લાઇફ ગ્રોથ +, ટાટા એઆઈએ પરમ રક્ષક લાઇફ પ્રો +, ટાટા એઆઈએ પરમ રક્ષક લાઇફ મેક્સિમા +, ટાટા એઆઈએ પરમ રક્ષક લાઇફ પ્રો એડવાન્સ, ટાટા એઆઈએ પરમ રક્ષા પ્રો એડવાન્સ, ટાટા એઆઈએ શુભ મુહૂર્ત, ટાટા એઆઈએ પ્રીમિયર એસઆઈપી, ટાટા એઆઈએ શુભ ફોર્ચ્યુન, ટાટા એઆઇએ શુભ હેલ્થ પ્લસ, ટાટા એઆઇએ સ્માર્ટ સંપૂર્ણ રક્ષા, ટાટા એઆઇએ સ્માર્ટ એસઆઇપી, ટાટા એઆઇએ સ્માર્ટ સંપૂર્ણ રક્ષા પ્રો, ટાટા એઆઇએ સ્માર્ટ સંપૂર્ણ રક્ષા સુપ્રીમ, ટાટા એઆઇએ આઇસિસ્ટમેટિક ઇનસ્યોરન્સ પ્લાન, ટાટા એઆઇએ સ્માર્ટ ફોર્ચ્યુન પ્લસ, ટાટા એઆઇએ પરમ રક્ષક પ્લસ 2.0, ટાટા એઆઇએ સ્માર્ટ સંપૂર્ણ રક્ષા પ્લસ, ટાટા એઆઇએ હેલ્થ પ્રો, ટાટા એઆઈએ પ્રો-ફિટ, ટાટા એઆઈએ ફોર્ચ્યુન મેક્સિમા, ટાટા એઆઈએ ફોર્ચ્યુન પ્રો, ટાટા એઆઈએ વેલ્થ મેક્સિમા, ટાટા એઆઈએ વેલ્થ પ્રો.
એન્હાન્સ્ડ વેલ્યુ ઇન્ડેક્સ પેન્શન ફંડમાં રોકાણ:
ઇક્વિટી ફંડ્સ લાંબા ગાળે ઊંચું વળતર હાંસલ કરવાની ક્ષમતા ધરાવે છે, જે પેન્શન પોલિસીધારકોને તેમની લાંબાગાળાની જવાબદારીઓનું આયોજન કરવામાં અને તેમની ખરીદશક્તિ બહેતર બનાવવામાં મદદ કરી શકે છે. આ ફંડ ફક્ત ટાટા AIAના યુનિટ-લિંક્ડ પેન્શન સોલ્યુશન્સ, ટાટા AIA સ્માર્ટ પેન્શન સિક્યોર પ્લાન અને ટાટા AIA પ્રીમિયર પેન્શન સિક્યોર સાથે ઉપલબ્ધ છે, જે ગ્રાહકોને લાંબાગાળાની વૃદ્ધિની ક્ષમતા સાથે સ્માર્ટ રીતે મજબૂત નિવૃત્તિ ભંડોળનું નિર્માણ કરવા સક્ષમ બનાવે છે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં, ટાટા AIA લાઇફ ઇન્સ્યોરન્સની એસેટ્સ ₹ 1,45,256 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 21% વૃદ્ધિ દર્શાવે છે. આ વૃદ્ધિ મજબૂત ઇન્ડિવિજ્યુઅલ ન્યૂ બિઝનેસની પ્રીમિયમની આવક અને રોકાણના નોંધપાત્ર દેખાવનું પરિણામ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

