વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ મેળવ્યો
અમદાવાદ, 1 જુલાઇઃ અમેરિકા સ્થિત ફોટોવોલ્ટેઈક (પીવી) ઉત્પાદક અને વારી એન્જીનિયર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વારી સોલાર અમેરિકાસ એ, કેન્ટુકીના ફ્લેમિન્ગ્સબર્ગ ખાતે એક મોટા સોલાર પ્રોજેક્ટ માટે 236.22 મે.વો.ના યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ સપ્લાયનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હોવાની જાહેરાત કરી હતી.
આ કરારના ભાગરૂપે, વારી સોલર અમેરિકાસ 615 Wp અને 620 Wp બિન ક્લાસમાં તેના ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા N-Type G12R સોલર મોડ્યુલ્સ સપ્લાય કરશે. આ મોડ્યુલ્સનું ઉત્પાદન કંપનીના બ્રુકશાયર, ટેક્સાસ સ્થિત અદ્યતન ઉત્પાદન પ્લાન્ટમાં કરવામાં આવશે. હાલમાં વારી પાસે ₹53,000 કરોડની મજબૂત ઓર્ડર બુક છે.
વારી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુનિલ રાઠીએ જણાવ્યું હતું કે, આ નવો કોન્ટ્રાક્ટ અમારી ઓર્ડર બુકને મજબૂત કરવાની સાથે, વર્લ્ડ-ક્લાસ લોકલ પ્રોડક્શન દ્વારા અમેરિકાના ગ્રીન એનર્જી મિશનને સફળ બનાવવાની અમારી કટિબદ્ધતાને વધુ મજબૂત કરે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
