મુંબઇ, 3 માર્ચ: ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ મુંબઈ ખાતે યોજાયેલા બ્રાન્ડ લોન્ચ કાર્યક્રમ દરમિયાન પોતાની સંપૂર્ણ વાયર અને સ્વીચગિયર પોર્ટફોલિયોના લોન્ચ સાથે મહારાષ્ટ્રમાં પોતાના કન્સ્યુમર બિઝનેસના વિસ્તરણની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ કંપનીની રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તરણ વ્યૂહરચનામાં મહત્વનો પડાવ સાબિત થશે. ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG) કેટેગરીમાં સુરક્ષા, વિશ્વસનીયતા અને ભવિષ્યને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલા ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ પ્રત્યેની કંપનીની પ્રતિબદ્ધતાને આ વિસ્તરણ વધુ મજબૂત બનાવે છે.

ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સ એ મહારાષ્ટ્રમાં પોતાના સંપૂર્ણ વાયર અને સ્વિચગિયર પોર્ટફોલિયોના લોન્ચની જાહેરાત કરી, જેમાં FR, HRFR, FRLSH અને HFFR વાયર સાથે મિનિએચર સર્કિટ બ્રેકર્સ (MCBs), રેસિડ્યુઅલ કરંટ સર્કિટ બ્રેકર્સ (RCCBs), આઇસોલેટર્સ અને ડિસ્ટ્રિબ્યુશન બોર્ડની વ્યાપક શ્રેણીનો સમાવેશ થાય છે. આ તમામ પ્રોડક્ટ્સ દ્વારા કંપની હવે મહારાષ્ટ્રમાં પોતાની સંપૂર્ણ ઇલેક્ટ્રિકલ સોલ્યુશન્સ શ્રેણી ઉપલબ્ધ કરાવી રહી છે, જે પ્રદેશની વિવિધ રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુરક્ષા, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા પર ખાસ ભાર મૂકી ડિઝાઇન કરવામાં આવી છે.

ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સને ટોરેન્ટ ગ્રુપનો મજબૂત વિશ્વાસ અને વૈવિધ્યસભર ક્ષમતાઓનું સમર્થન પ્રાપ્ત થયેલ છે. ટોરેન્ટ ગ્રુપ ૨૦ થી વધુ રાજ્યોમાં મજબુત હાજરી સાથે દેશનું એક અગ્રણી બિઝનેસ સમુહ છે અને છ દાયકાથી વધુનો અનુભવ અને વારસો ધરાવે છે. ટોરેન્ટ ગ્રુપ પાવર, ગેસ, ફાર્મા, ડાયગ્નોસ્ટિક્સ અને ઇલેક્ટ્રિકલ સહિતના ક્ષેત્રોમાં ૫૦ મિલિયનથી વધુ ગ્રાહકોનો પોતાની સેવાઓ આપે છે.

આ અંગે માહિતી આપતા ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર વરુણ મહેતાએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં ટોરેન્ટ ઇલેક્ટ્રિકલ્સનો લોન્ચ ભારતના મહત્વપૂર્ણ બજારોમાં અમારી હાજરી વિસ્તારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, મહારાષ્ટ્રમાં વાયર અને સ્વિચગિયર બંને પ્રોડક્ટ્સની રજૂઆત સાથે, અમે ટોરેન્ટ ગ્રુપની એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને વિશ્વાસથી સમર્થિત, સુરક્ષા કેન્દ્રિત સંકલિત પ્રોડક્ટ પોર્ટફોલિયો બજારમાં રજૂ કરી રહ્યા છીએ.”

આ લોન્ચ સાથે, કંપની મજબૂત વિતરણ નેટવર્ક, ઇન-હાઉસ R&D ક્ષમતાઓ અને સુરક્ષા આધારિત ટેકનોલોજી પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને સમગ્ર મહારાષ્ટ્રમાં પોતાની હાજરીને તબક્કાવાર વધુ મજબૂત બનાવવાનો હેતુ ધરાવે છે.