ઈરેડાની ગિફ્ટ IFSC મારફતે ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સિંગ વધારવા પોલિસી સપોર્ટ માટે તરફેણ
ગિફ્ટ સિટી, ગાંધીનગર, 3 માર્ચઃ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય (MNRE)ના સહયોગથી ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) દ્વારા યોજાયેલ રાઉન્ડટેબલ બેઠકમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર (CMD) શ્રી પ્રદીપ કુમાર દાસે ભારતના રિન્યુએબલ એનર્જી (RE) ટ્રાન્ઝીશન માટે ઓફશોર મૂડીભંડોળ એકત્રિત કરવાની બાબત અંગે IREDAના દ્રષ્ટિકોણને રજૂ કર્યો હતો.

આ સેશનની અધ્યક્ષતા IAS (સચિવ, MNRE) શ્રી સંતોષ કુમાર સારંગીએ કરી અને તેમાં નિકાસકારોના એક ખૂબ જાણીતા પેનલે ભાગ લીધો જેમાં IAS રિટાયર્ડ (ડિરેક્ટર જનરલ, ન્યુ ડેવલપમેન્ટ બેન્ક) શ્રી ડી.જે.પાંડિયન; IAS (સંયુક્ત સચિવ, MNRE) શ્રી જેવીએન સુબ્રમણ્યમ; શ્રી દીપેશ શાહ (એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, IFSCA); શ્રી આશીષ ખન્ના (ડિરેક્ટર જનરલ, ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ) અને રોકાણકારો, ફાયનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ તથા અન્ય ખાસ હિતધારકોના સિનિયર રિપ્રેઝેન્ટેટીવનો સમાવેશ થાય છે.
ઈરેડાના CMDએ ભારપૂર્વક કહ્યું કે ઈરેડાની GIFT IFSC સહાયક કંપનીની સ્થાપનાનો ઉદ્દેશ વિવિધ વિદેશી ચલણના સંશાધનો સુધી પહોંચ બનાવવા તથા હેજીંગને લગતા ખર્ચને અનુકૂળ કરવાનો હતો, જેથી IE ક્ષેત્રના વધુ સ્પર્ધાત્મક ફાયનાન્શિયલ ઉકેલો સક્ષમ થઈ શકે.

તેમણે નિયમનકારી ફ્રેમવર્ક તથા બજારની આશા વચ્ચે સતત તાલમેલ જાળવી રાખવાની પ્રાધાન્યતા પર ભાર આપ્યો, ખાસ કરીને મૂડીગત પર્યાપ્તતાને લગતા નિયમો તથા સ્પોન્સર સપોર્ટ મિકેનિઝમ જેવા એરિયામાં કે જેથી રોકાણકારોના વિશ્વાસ અને મૂડીગત પ્રવાહની કાર્યક્ષમતા વધારે થઈ શકે.
શ્રી દાસે ગ્રીન હાઈડ્રોજન, ઈથેનોલ તથા RE કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ જેવા ઉભરી રહેલી પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને પ્રતિબિંબિત કરવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સબ-સેક્ટર્સની હારમોનાઈઝ્ડ માસ્ટર યાદીની સમયાંતર પર સમીક્ષા તથા વિસ્તારના મહત્વતા પર ભાર આપ્યો, જેથી આ સેક્ટરને મોટાપાયે લાંબા ગાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સિંગને વેગ મળી શકે.
ઈરેડાએ ગિફ્ટ સિટી મારફતે ભારતના સસ્ટેનેબલ ફાયનાન્સ ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે નિયમનકર્તા તથા હિતધારકો સાથે મળી કામ કરવી પોતાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
