મુંબઈ, 22 મે, 2026 :JSWસિમેન્ટ લિમિટેડ કંપની (“કંપની”)એ 31 માર્ચ, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ નાણાકીય વર્ષ 2025-26 માટે એના સંગઠિત નાણાકીય પરિણામોની આજે જાહેરાત કરી હતી.

2025-26ના Q4 માટે મુખ્ય નાણાકીય કામગીરીઓ

  • નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં વેચાણનું કુલ વોલ્યુમ વાર્ષિક ધોરણે 7 ટકાની વૃદ્ધિ સાથે 3.99 મિલિયન ટન થયું હતું, જે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં 3.73 મિલિયન ટન હતું
  • આવક : નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 11 ટકા વધીને ₹1,895 કરોડ થઈ હતી, જે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં ₹1,709 કરોડ હતી
  • કાર્યકારી EBITDA : ₹365.0 કરોડ, વાર્ષિક ધોરણે 46 ટકાનો વધારો, જેમાં કાર્યકારી EBITDA માર્જિન 19.3 ટકા હતું
  • ચોખ્ખો નફો / એડજસ્ટ કરેલો ચોખ્ખો નફો: ₹361.7 કરોડ
  • ચોખ્ખું ઋણ : 31 માર્ચ, 2026ના રોજ ₹3,635 કરોડ

નાણાકીય વર્ષ 2025-26 માટે મુખ્ય નાણાકીય કામગીરીઓ :

  • વેચાણનું કુલ વોલ્યુમ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 13.96 મિલિયન ટન
  • આવક: વાર્ષિક ધોરણે 12 ટકા વધીને ₹6,512 કરોડ
  • કાર્યકારી EBITDA: ₹1,240.3 કરોડ, જે કાર્યકારી EBITDA માર્જિન 19.0 ટકા સાથે વાર્ષિક ધોરણે 44 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે
  • એડજસ્ટ કરેલો ચોખ્ખો નફો1 : ₹667.6 કરોડ
  • ડિવિડન્ડ : વર્ષ માટે એડજસ્ટ કરેલો ચોખ્ખો નફો 1 ₹667.6 કરોડ, બોર્ડે દરેક ₹10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ ₹0.5 ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે, જે સાધારણ વાર્ષિક સભામાં શેરધારકોની મંજૂરીને આધિન છે

નોંધ : 1) એડજસ્ટ કરેલો ચોખ્ખો નફો/કરવેરાની ચુકવણી પછીનો નફો = PAT + FVTPL તરીકે નિયુક્ત નાણાકીય માધ્યમો (CCPS)માંથી ફેર વેલ્યુ ખર્ચ.

નાણાકીય વર્ષ 2025-26 – મુખ્ય વ્યવસાયિક અપડેટ:

  • જુલાઈ, 2025 : કંપનીએ દક્ષિણ અને પૂર્વ ભારતના વિસ્તારોમાં સુપર-પ્રીમિયમ સિમેન્ટ લૉંચ કરી હતી
  • ઓગસ્ટ, 2025 : કંપનીએ NSE અને BSE પર એનો IPO સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો
  • ઓક્ટોબર, 2025 : કંપનીની લિસ્ટેડ પેટાકંપની શિવા સિમેન્ટે ઓડિશાના સમ્બલપુરમાં સ્થિત 1.0 MTPA ક્ષમતા ધરાવતું ગ્રાઇન્ડિંગ યુનિટ કાર્યરત કર્યું હતું, જેથી પૂર્વ ભારતીય બજારોમાં એની કામગીરી વધી છે
  • માર્ચ, 2026 : કંપનીએ ઉત્તર ભારતમાં એની પ્રથમ સુવિધા – રાજસ્થાનમાં નાગૌર જિલ્લામાં સ્થિત અદ્યતન, ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું હતું. આ પ્લાન્ટ 3.3 MTPA ક્લિન્કરાઇઝેશન યુનિટ સાથે સજ્જ છે અને પ્રાથમિક સિમેન્ટ ગ્રાઇન્ડિંગ ક્ષમતા 2.5 MTPA છે
  • માર્ચ, 2026 : કંપની અસમના દિમા હસાઓ જિલ્લાના ઉમરાંગ્સોમાં સ્થિત સિકિલાંગ્સો લાઇમસ્ટોન બ્લોક (પાર્ટ A અને પાર્ટ B)ના ‘માઇનિંગ ભાડાપટ્ટા’ માટે પસંદગીની બિડર જાહેર થઈ હતી

નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા માટે સંગઠિત કામગીરી અને નાણાકીય કામગીરી :

કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધીને ₹1,895 કરોડ થઈ હતી, ત્યારે કાર્યકારી EBITDA વાર્ષિક ધોરણે 46 ટકા વધીને ₹365.0 કરોડ થઈ હતી, જેના પરિણામે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં કાર્યકારી EBITDA ટનદીઠ ₹916 હતી. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા માટે કાર્યકારી EBITDA (વિદેશી હૂંડિયામણના નુકસાન માટે એડજસ્ટ કરેલું)2 ₹378.4 કરોડ હતી, જે ટનદીઠ ₹950ને સમકક્ષ છે.

નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં કાર્યકારી EBITDA માર્જિન 19.3 ટકા હતું, જે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિક ગાળામાં 14.6 ટકા હતું. નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં કુલ EBITDA (અન્ય આવક સહિત) ₹385.6 કરોડ હતી.

નોંધ : 2) નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં કાર્યકારી EBITDA (એડજસ્ટ કરેલા વિદેશી વિનિયમના નુકસાન માટે)માં ચલણના મૂલ્યમાં ઘટાડાને કારણે લાંબા ગાળાના ઋણ (આપેલી લોન અને ટ્રેડ ચુકવણીઓ પર વિદેશી ચલણના લાભમાં ચોખ્ખો) પર વિદેશી વિનિમયનું ₹13.4 કરોડનું નુકસાન સામેલ નથી

વર્ષ 2025-26માં સંગઠિત ધોરણે કામગીરી અને નાણાકીય કામગીરી

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વોલ્યુમનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 13.96 મિલિયન ટન થયું હતું. તેમાંથી સિમેન્ટના વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે 9 ટકા વધીને 7.73 મિલિયન ટન થયું હતું, તો GGBSના વેચાણનું વોલ્યુમ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 5.78 મિલિયન ટન થયું હતું.

જ્યારે કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 12 ટકા વધીને ₹6,512 કરોડ થઈ હતી, ત્યારે કાર્યકારી EBITDA વાર્ષિક ધોરણે 44 ટકા વધીને ₹1,240.3  કરોડ થઈ હતી. નાણાકીય વર્ષ 2025-26 માટે ટનદીઠ કાર્યકારી EBITDA ટનદીઠ ₹888 હતો. નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ EBITDA (અન્ય આવક સહિત) ₹1,392.7 કરોડ હતી.

નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કંપનીનો સંચિત મૂડીગત ખર્ચ (મેઇન્ટેનન્સ મૂડીગત ખર્ચ  સહિત) અનુક્રમે ₹506 કરોડ અને ₹1,962 કરોડ હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)