હેસ્ટર બાયોસાયન્સિસનો Q1FY27 નેટ પ્રોફિટ 459% વધી રૂ.96.73 કરોડ
| Q1FY27 દરમિયાન EBITDA વધીને રૂ. 111.81 કરોડ રહ્યો, જ્યારે ઓપરેશન્સમાંથી આવક (Revenue from Operations) રૂ. 77.24 કરોડ રહી FY27 દરમિયાન કંપની પોલ્ટ્રી અને પશુ આરોગ્ય ક્ષેત્રમાં પોતાના બાયોલોજિક્સ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવવા તેમજ સ્થાનિક અને નિકાસ બજારોમાં પોતાની પહોંચ વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.ત્રિમાસિક દરમિયાન, કન્સોલિડેટેડ નફાકારકતામાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશનની લોનમાં કરાયેલા સુધારાને કારણે રૂ. 85.35 કરોડનો અસાધારણ નફો (Exceptional Gain) સામેલ છે. |

અમદાવાદ, 30 જુલાઇ, 2026 : ભારતની અગ્રણી વેક્સિન તથા હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થકેર કંપનીઓ પૈકીની એક, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે જૂન 2026નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.96.73 કરોડનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 26નાં પહેલા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ.17.30 કરોડના નેટ પ્રોફિટની તુલનામાં વાર્ષિક ધોરણે 459%નો વધારો દર્શાવે છે. ક્વાર્ટર દરમિયાન કન્સોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશન લોનના અમેન્ડમેન્ટ થકી રૂ. 85.35 કરોડનો અપવાદરૂપ લાભ શામેલ છે. નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે EBITDA રૂ.111.81 કરોડ (EBITDA માર્જિન 145%) નોંધાયું હતું, જે Q1FY26માં રૂ.26.18 કરોડ (EBITDA માર્જિન 31%)ની તુલનામાં વાર્ષિક ધોરણે 105.65%નો વધારો દર્શાવે છે. Q1FY27 માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ.77.24 કરોડ નોંધાઈ હતી, જે Q1FY26માં રૂ.84.11 કરોડ હતી.
Consolidated Financial Highlights
| Particulars | Q1 | FY26 | ||
| FY27 | FY26 | Change % | ||
| Revenue from operations | 77.24 | 84.11 | -8% | 332.60 |
| Gross Profit Margin | 78% | 73% | 5% | 75% |
| EBITDA | 111.81 | 26.18 | 327% | 105.65 |
| EBITDA% | 145% | 31% | 114% | 32% |
| PAT | 96.73 | 17.30 | 459% | 57.48 |
| PAT% | 125% | 21% | 104% | 17% |
ક્વાર્ટર દરમિયાન કન્સોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશન લોનમાં સુધારા થકી અસાધારણ લાભનો સમાવેશ થાય છે. ક્વાર્ટર દરમિયાન, આઇટસ્ટેન્ડિંગ લોન USD 12.0 મિલિયનથી ઘટીને USD 5.0 મિલિયન થઇ હતી, ઉપાર્જિત વ્યાજ માફ કરવામાં આવ્યું હતું અને સુધારેલી લોન વ્યાજમુક્ત કરવામાં આવી હતી, જેના પરિણામે INR 85.35 કરોડનો અસાધારણ એકાઉન્ડિંગ લાભ થયો હતો.
નેપાળ અને આફ્રિકામાં કામગીરીમાંથી ઓછી આવકને કારણે મુખ્યત્વે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં કન્સોલિડેટેડ આવક ઓછી હતી.
- નેપાળમાં ઇન્સ્ટીટ્યુશનલ ઓર્ડર સમય અને લોકલ માર્કેટની સ્થિતિમાં પરિવર્તનશીલતાનો અનુભવ રહ્યો.
- આફ્રિકાના વ્યવસાયે રજીસ્ટ્રેશન્સને મજબૂત બનાવવા, માર્કેટ ડેવલપમેન્ટ એક્ટિવિટીનો વિસ્તાર કરવા અને સમગ્ર પ્રદેશમાં લોંગ-ટર્મ કોમર્શિયલ તકોનું નિર્માણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
ફ્યુચર સ્ટ્રેટેજી :
કંપની “બિલ્ડીંગ વિથ ઇન્ટેન્ટ, ગ્રોઇંગ વિથ સાયન્સ” ની તેની લોંગ-ટર્મ સ્ટ્રેટેજી પ્રત્યે પ્રતિબદ્ધ છે.
નાણાકીય વર્ષ 27 દરમિયાન, હેસ્ટર આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે:
- મરઘાં અને એનિમલ હેલ્થકેરમાં તેના બાયોલોજીકલ પોર્ટફોલિયોને મજબૂત બનાવવો.
- ડોમેસ્ટિક અને એક્સપોર્ટ બજારમાં માર્કેટ પેનેટ્રેશનનો વિસ્તાર કરવો.
- નવી પ્રોડક્ટ્સ અને નિયમનકારી સબમિશનમાં સતત રોકાણ દ્વારા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને આગળ વધારવું.
- ઉત્પાદન કાર્યક્ષમતામાં સુધારો કરવો અને તાજેતરમાં કાર્યરત સુવિધાઓનો ઉપયોગ વધારવો.
- સમગ્ર સંસ્થામાં ઓપરેશનલ એક્સલન્સ, કોસ્ટ ડિસિપ્લિન અને અમલીકરણ ક્ષમતાઓને મજબૂત બનાવવાનું ચાલુ રાખવું.
જ્યારે બિઝનેસનાં અમુક ભાગો સરકારી રસીકરણ કાર્યક્રમોના સમય અને આંતરરાષ્ટ્રીય બજારની પરિસ્થિતિઓથી પ્રભાવિત રહે છે, ત્યારે કંપની સાયન્ટિફિક ઇનોવેશન, મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી અને શિસ્તબદ્ધ અમલીકરણ દ્વારા લાંબા ગાળાના સ્પર્ધાત્મક ફાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હેસ્ટર માને છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા રોકાણો કંપનીને ટકાઉ વૃદ્ધિ તરફ આગળ વધવા અને તમામ હિસ્સેદારો માટે લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવા માટે સારી સ્થિતિમાં રાખે છે.
Standalone Profitability Analysis
| Particulars | Q1 | FY26 | ||
| FY27 | FY26 | Change % | ||
| Gross Profit Margin | 78% | 69% | 9% | 72% |
| EBITDA | 26.03 | 13.36 | 95% | 87.10 |
| EBITDA% | 36% | 21% | 15% | 30% |
| PAT | 14.71 | 7.84 | 88% | 52.10 |
| PAT% | 20% | 12% | 8% | 18% |
| EPS (in INR, not annualised) | 17.29 | 9.21 | 88% | 61.24 |
Standalone Financial Highlights: Revenues
| Divisions | Q1 | FY26 | ||
| FY27 | FY26 | Change % | ||
| Poultry Healthcare | 61.77 | 41.65 | 48% | 206.08 |
| Animal Healthcare | 10.84 | 21.82 | -50% | 81.83 |
| Total Divisional Product Sales | 72.61 | 63.47 | 14% | 2,87.91 |
| Other Operating Income | 0.05 | 0.02 | 194% | 4.23 |
| Revenue from Operations | 72.66 | 63.49 | 14% | 292.14 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
