AXIS બેંકે ડિજિટલ બેંકિંગ માટે ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ કસ્ટમર કન્ટ્રોલ્સ રજૂ કર્યા

મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2026: એક્સિસ બેંકે તેના વ્યાપક સુરક્ષિત બેંકિંગ પ્રસ્તાવના ભાગ રૂપે તેની ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ યુપીઆઇ લિમિટ મેનેજમેન્ટ ફિચર અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ડિક્લેરેશન સુવિધાના લોન્ચની જાહેરાત કરી હતી.

જેમ જેમ ચુકવણીની વર્તણૂક સતત બદલાઇ રહી છે તેમ તેમ ગ્રાહકો વધુ ને વધુ એવા બેંકિંગ અનુભવોની અપેક્ષા રાખે છે જે સલામતી સાથે સુવિધાને સરળતાથી સમતુલિત કરતા હોય. આ સુવિધાઓ મારફતે, એક્સિસ બેંક ગ્રાહકોને તેઓ જે રીતે વ્યવહાર કરે છે તેને વ્યક્તિગત કરવા, વધુ માહિતગાર ચુકવણી નિર્ણયો લેવા અને સરળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ચુકવણી અનુભવોને માણવા માટે સક્ષમ બનાવી રહી છે. સાથે મળીને, તેઓ રોજિંદી બેંકિંગમાં શ્રેષ્ઠ પારદર્શકતા, સુરક્ષા અને સરળતા લાવે છે, જેથી ગ્રાહકોને ચુકવણીની વિવિધ પરિસ્થિતિઓમાં આત્મવિશ્વાસ સાથે વ્યવહાર કરવામાં સહાય મળે છે.

યુપીઆઇ વ્યવહારો પર વધુ નિયંત્રણ:

એક્સિસ બેંકનું ઇન્ડસ્ટ્રી ફર્સ્ટ યુપીઆઇ લિમિટ મેનેજમેન્ટ ફિચર ગ્રાહકોને એક્સિસ મોબાઇલ બેંકિંગ એપ મારફતે સીધી યુપીઆઇ ચુકવણીઓની વિવિધ કેટેગરી માટે વ્યવહાર મર્યાદા સેટ અને સંચાલિત કરવા સક્ષમ બનાવે છે. ગ્રાહકો પર્સન-ટુ-પર્સન (પી2પી), સ્થાનિક મર્ચન્ટ અને આંતરરાષ્ટ્રીય મર્ચન્ટ વ્યવહારો માટે વ્યક્તિગત મર્યાદાઓ વ્યાખ્યાયિત કરી શકે છે, જે તેમને તેમની વ્યક્તિગત ખર્ચની જરૂરિયાતો અને પસંદગીઓ મુજબ ચુકવણીની થ્રેશોલ્ડ મર્યાદાઓ સંરેખિત કરવા સક્ષમ બનાવે છે. આ ફિચર હાલમાં મર્યાદિત ગ્રાહકો માટે શરૂ કરવામાં આવી છે અને તે ટૂંક સમયમાં તમામ ગ્રાહકોને ઉપલબ્ધ કરવામાં આવશે.

એક્સિસ મોબાઇલ બેંકિંગ એપ મારફતે સેટ કરેલી આ મર્યાદાઓ ગ્રાહકના એક્સિસ બેંક ખાતા સાથે લિંક થયેલી તમામ યુપીઆઇ એપ્લિકેશન્સમાં લાગુ થાય છે, જે યુપીઆઇ ઇકોસિસ્ટમમાં એકીકૃત્ત નિયંત્રણ કાર્યપદ્ધત્તિ પૂરી પાડે છે. ગ્રાહકો પ્રવર્તમાન મર્યાદાઓ જોવા, થ્રેશોલ્ડ મર્યાદાઓમાં ફેરફાર કરવા અને એમપિન અને ઓટીપી ખરાઇ મારફતે સુરક્ષિત રીતે ફેરફારોને પ્રમાણીત કરવા માટે ક્વિક લિંક્સ → સેફ્ટી સેન્ટર → યુપીઆઇ મોડ્યુલ (કન્ટ્રોલ સેન્ટર હેઠળ) દ્વારા ફિચરને એક્સેસ કરી શકે છે. વાસ્તવિક સમયની પુષ્ટિઓ ઇન-એપ નોટિફિકેશન્સ અને એસએમએસ એલર્ટ્સ મારફતે મોકલવામાં આવે છે.

આ લોન્ચ અંગે એક્સિસ બેંકના પેમેન્ટ્સ અને વેલ્થ મેનેજમેન્ટના ગ્રુપ વડા અર્નિકા દિક્ષિતે જણાવ્યું હતું કે “એક્સિસ બેંક ખાતે, સુરક્ષિત બેંકિંગનો અર્થ ગ્રાહકોને તેઓ જે રીતે તેમના ફાયનાન્સ સંચાલિત કરે છે તેમાં વધુ સારા નિયંત્રણ અને આત્મવિશ્વાસ સાથે તેમને સશક્ત બનાવવા થાય છે. ડિજિટલ ચુકવણીઓનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ગ્રાહકો સુરક્ષિત, સરળ અને તેમની જરૂરિયાતો અનુસારના બેંકિંગ અનુભવોની વધુ અપેક્ષા રાખે છે.”

યુપીઆઇ લિમિટ મેનેજમેન્ટ અને ઇન્ટરનેશનલ ટ્રાવેલ ડિક્લેરેશન સાથે મળીને ગ્રાહકોને તેમની ચુકવણીનું સંચાલન કેવી રીતે કરવું તે વ્યક્તિગત કરવા સક્ષમ બનાવીને અને વધુ સ્માર્ટ નિયંત્રણોનો લાભ આપીને એક્સિસ બેંકની સુરક્ષિત બેંકિંગના પ્રસ્તાવને મજબૂત બનાવે છે. આ લોન્ચ રોજિંદી બેંકિંગને સરળ બનાવતી અને ચુકવણીના અનુભવોને સુરક્ષિત, વધુ સરળ અને સહજ બનાવતી ગ્રાહક કેન્દ્રીત ડિજિટલ સક્ષમતાઓ પૂરી પાડવા પર એક્સિસ બેંકના સતત ફોકસને પ્રતિબિંબિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)