સેન્સેક્સમાં બપોરે 1200 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 23050ની નજીક
બજારમાં ઘટાડા પાછળ US બોન્ડ યીલ્ડમાં વધારો સહિતના 8 મુખ્ય પરિબળો જવાબદાર
| 1) ટ્રેઝરી યીલ્ડમાં વધારો | 2) ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો |
| 3) નબળા વૈશ્વિક સંકેતો | 4) પ્રોફિટ બુકિંગ |
| 5) રૂપિયામાં ઘટાડો | 6) India VIXમાં વધારો |
| 7) ફાઇનાન્શિયલ શેરોમાં ઘટાડો | 8) NSEના લિસ્ટિંગમાં નિરાશા |
અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ ગુરુવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા પાછળ US બેન્ચમાર્ક ટ્રેઝરી યીલ્ડનું 2007 પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચવું અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવીને તે પ્રતિ બેરલ 100 USDથી ઉપર જવું જેવા 8 મુખ્ય કારણો જવાબદાર રહ્યા હતા.
બપોરે લગભગ 2:15 વાગ્યે, સેન્સેક્સ 1207.92 પોઈન્ટ અથવા 1.61 ટકા ઘટીને 73,620.33 પર હતો, જ્યારે નિફ્ટી 375.40 પોઈન્ટ અથવા 1.6 ટકા ઘટીને 23,071.40 પર પહોંચ્યો હતો. નિફ્ટીના તમામ મુખ્ય સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100માં અનુક્રમે 1.53 ટકા અને 2.08 ટકાનો ઘટાડો થયો હતો.
બેન્કિંગ અને ફાઇનાન્સ શેર્સમાં પણ સર્જાયો ફિઆસ્કો
IRDAI દ્વારા કમિશનના નિયમોમાં મોટા ફેરફારો (જેમાં પે-આઉટની મર્યાદા નક્કી કરવી, તેને પ્રોડક્ટની જટિલતા સાથે જોડવી અને જીવન વીમા કંપનીઓના કમિશનને પોલિસીના પ્રથમ વર્ષથી આગળના વર્ષો સુધી ફેલાવવાનો સમાવેશ થાય છે)નો પ્રસ્તાવ મૂક્યા બાદ બેંકો અને NBFCના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. નોન-બેંક ફાઇનાન્સર કંપનીઓમાં L&T Finance ના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો, જે 3.8 ટકા ઘટીને રૂ. 310.70 પર પહોંચ્યો હતો. ખાનગી બેંકિંગ ક્ષેત્રની અગ્રણી બેંકોમાં Axis Bank 2.1 ટકા ઘટીને રૂ. 1,244.60 અને HDFC Bank 1.9 ટકા ઘટીને રૂ. 1,710.50 પર રહ્યા હતા; જ્યારે Kotak Mahindra Bank 1.4 ટકા ઘટીને રૂ. 413.00, Bank of Baroda 1.2 ટકા ઘટીને રૂ. 237.00 અને State Bank of India 0.5 ટકા ઘટીને રૂ. 993.50 પર પહોંચ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
