રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ Q2 માટે આવકો 6.4% વૃદ્ધિ સાથે ₹ 91,716 કરોડ નોંધાવી

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)એ બીજા ત્રિમાસિક ગાળા માટે એકીકૃત (કન્સોલિડેટેડ)  ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 6.4%ના વધારા સાથે ₹ 91,716 કરોડ નોંધાવવા સાથે ત્રિમાસિક EBITDA 7.8% ના EBITDA માર્જિન સાથે ₹ 6,228 કરોડ નોંધાવી છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુશ્રી ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અમારા સ્ટોર્સ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અમારા ગ્રાહકોનો વિશ્વાસ અને સતત જોડાણ એ અમારા વિકાસના કેન્દ્રમાં રહ્યા છે. અમે અમારા વિશાળ ફિઝિકલ નેટવર્કને ડિજિટલ સુવિધા, ટેક્નોલોજી અને ભારતીય ગ્રાહકોની ઊંડી સમજણ સાથે જોડીને ભવિષ્ય માટે તૈયાર રિટેલ બિઝનેસનું નિર્માણ કરી રહ્યા છીએ. ઝડપથી વધી રહેલા ડિજિટલ કૉમર્સ અને B2B ચેનલો ધરાવતું નવું મોડલ સફળતાપૂર્વક કામ કરી રહ્યું છે અને તેને ઓફલાઇન બિઝનેસના નફામાંથી નાણાકીય ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ટકાઉ અને નફાકારક વૃદ્ધિમાં સતત રોકાણ સાથે અમે આ તહેવારોની સીઝનમાં ગુણવત્તા, મૂલ્ય અને શ્રેષ્ઠ વિકલ્પો સાથે સમગ્ર ભારતમાં ગ્રાહકોને સેવા આપવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છીએ.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)