RIL ઓઇલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટની વિક્રમી ત્રિમાસિક કામગીરી

અમદાવાદ, 31 ઓક્ટોબરઃ ઓઇલ ટુ કેમિકલ્સ (“O2C”) સેગમેન્ટએ વિક્રમી કામગીરી નોંધાવવા સાથે ત્રિમાસિક આવક વાર્ષિક ધોરણે (Y-o-Y) 44.2% ના વધારા સાથે ₹ 2,31,601 કરોડ ($ 24.2 બિલિયન) નોંધાવી છે. જ્યારે ત્રિમાસિક EBITDA વાર્ષિક ધોરણે 67.9% ના વધારા સાથે ₹ 25,203 કરોડ ($ 2.6 બિલિયન) અને જિઓ-બીપી (Jio-bp) ફ્યુઅલ રિટેલિંગ અને ઇવી (EV) ચાર્જિંગ નેટવર્કનું વિસ્તરણ સતત ચાલુ રાખ્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, “અત્યંત અસ્થિર અને પડકારજનક વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ અમારા O2C બિઝનેસે ત્રિમાસિક ગાળાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. આ અમારી કામગીરીની મજબૂત ક્ષમતાનો જીવંત પુરાવો છે. અમારી ટીમોએ નાણાકીય ચતુરતા સાથે ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા દર્શાવી છે. સંકટના સમયમાં ભારતની ઉર્જા સ્થિરતા અને આત્મનિર્ભરતામાં યોગદાન આપતા આ બિઝનેસનો હિસ્સો બનવા બદલ હું ગૌરવ અનુભવું છું. અમે શિસ્તબદ્ધ કામગીરી જાળવી રાખીને અમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનું અને વધુ શ્રેષ્ઠ મૂલ્ય પૂરું પાડવાનું ચાલુ રાખીશું.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)