માર્કેટ લેન્સઃ તેજીના નવા તબક્કા માટે NIFTYએ 25500 ક્રોસ કરવું જરૂરી
| STOCKS TO WATCH TODAY: | BLS Polymers, NALCO, LT Foods, Bharat Forge, Intellect Design Arena, Dalmia Bharat, Sky Gold, Jio Financial, PB Fintech, Infosys, Tonbo Imaging, SBI, Indraprastha Gas, BOB, Vijaya Diagnostic, Prestige Estates |
અમદાવાદ, 19 નવેમ્બરઃ કોન્સોલિડેશનની કન્ડિશન વચ્ચે પણ NIFTYની ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજ વચ્ચેનું અંતર હજુ પણ વધારે છે, જે સૂચવે છે કે મીન રિવર્ઝન (સરેરાશ લેવલ તરફ પાછા ફરવાની પ્રક્રિયા)ની શક્યતાને નકારી શકાય નહીં. વધુમાં, ડેઇલી RSI તાજેતરમાં 80ના લેવલ સુધી પહોંચ્યા બાદ તેમાં યોગ્ય ઘટાડો જોવા મળ્યો છે; આ દર્શાવે છે કે ઓવરબોટ ઝોનમાં પ્રવેશ્યા પછી મોમેન્ટમમાં થોડો સંયમ આવ્યો છે.
IPO CALENDAR AT A GLANCE
| Company | Category | Opening Date | Closing Date | Issue Price (Rs.) | Total Issue (Rs.cr.) | Listing at |
| Watrana Rentals | SME | 19-Nov | 23-Nov | 232/245 | 120.10 | NSE SME |
| Mahanadi Coalfields | Mainboard | 19-Nov | 23-Nov | 129/136 | 8,981.12 | BSE, NSE |
| Crystal Crop Protection | Mainboard | 18-Nov | 20-Nov | 259/272 | 455.49 | BSE, NSE |
આગળ જતાં, એવી અપેક્ષા છે કે આગામી થોડા ટ્રેડિંગ સત્રો દરમિયાન NIFTY કોન્સોલિડેશનના તબક્કામાં જારી રહેશે. ઉપરની તરફ, 25,450-25,500નો ઝોન એક મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે. જો NIFTY 25,500ની ઉપર નિર્ણાયક રીતે આગળ વધે, તો તે તેજીના નવા તબક્કાને વેગ આપી શકે છે, જેનાથી ટૂંકા ગાળામાં 25,700 અને ત્યારબાદ 25,900ના લેવલ સુધી પહોંચવાનો માર્ગ ખુલી શકે છે. નીચેની તરફ, 25,050-25,000નો વિસ્તાર મજબૂત સપોર્ટ પૂરો પાડશે અને NIFTY માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ તરીકે કામ કરશે તેવી અપેક્ષા ટેકનિકલ એનાલિસ્ટ્સ સેવી રહ્યા છે.
મંગળવારે બેંક NIFTYએ સર્વોચ્ચ લેવલ નોંધાવ્યું હતું. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોમાં, મુખ્ય ઇન્ડાઇસિસની સરખામણીમાં બેંક NIFTYનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. તેના તાજેતરના સ્વીંગ લો 53,626થી, માત્ર 15 ટ્રેડિંગ સત્રોમાં 8,800 પોઈન્ટથી વધુ ઉછળ્યો છે, જે ચાલુ તેજીના ટ્રેન્ડની મજબૂતી દર્શાવે છે.
આગળ જતાં, 61,600-61,500નો ઝોન બેન્ક NIFTY માટે એક મહત્વપૂર્ણ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. જ્યાં સુધી બેંક NIFTY આ ઝોનની ઉપર ટકી રહે છે, ત્યાં સુધી હાલનું તેજીનું માળખું અકબંધ રહેવાની અપેક્ષા છે. ટૂંકા ગાળાના કોઈપણ કોન્સોલિડેશનને વ્યાપક અપટ્રેન્ડ દરમિયાન એક સ્વસ્થ વિરામ તરીકે જોવું જોઈએ તેવી સલાહ બજાર નિષ્ણાતો આપી રહ્યા છે, જે તેજીના આગામી તબક્કા માટે માર્ગ મોકળો કરી શકે છે. ઉપરની તરફ, જો બેન્ક NIFTY 62,500ની ઉપર સતત ટકી રહે છે, તો તે ગતિને વેગ આપી શકે છે.
| Results Today: | Muthoot Microfin, K&R Rail Engineering |
| Stocks Trade Ex-Dividend: | Natco Pharma, Ingersoll-Rand, East India Drums, Panchsheel Organics, Vibrant Global Capital |
| Stock under F&O ban: | Kaynesdia |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)

