VINFASTએ સેવન-સીટર ઈલેક્ટ્રિક કાર VF MPV 7 લોન્ચ કરી
નવી દિલ્હી, 20 એપ્રિલ: ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક વિનફાસ્ટ (VinFast)ની પેટાકંપની વિનફાસ્ટ ઓટો ઈન્ડિયા એ ભારતીય ગ્રાહકો માટે નવી VF MPV 7 લોન્ચ કરી છે. VF MPV 7 પ્રીમિયમ ઇલેક્ટ્રિક, સેવન-સીટર મલ્ટી-પર્પઝ વ્હીકલ છે.આ લોન્ચિંગ એક જ વર્ષમાં વિનફાસ્ટનું ત્રીજી પ્રોડક્ટ છે. તે 2,840 mm નો વ્હીલબેઝ ધરાવે છે અને 1,240 લિટર સુધીની સ્ટોરેજ ક્ષમતા પ્રદાન કરે છે.
60.13 kWh લિથિયમ-આયન બેટરી સંપૂર્ણપણે ચાર્જીંગ પર 517 કિલોમીટરની રેન્જ (ARAI સર્ટીફાઈડ) આપે છે, જ્યારે ફાસ્ટ ચાર્જિંગ દ્વારા આ બેટરી માત્ર 30 મિનિટમાં 10 થી 70 ટકા સુધી રિચાર્જ થઈ શકે છે. ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ દ્વારા 150 kW પાવર અને 280 Nm ટોર્ક જનરેટ કરતું આ વાહન 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. તેની બાહ્ય ડિઝાઇનમાં all-LED લાઇટિંગનો સમાવેશ થાય છે, જે આ વાહનને અંદર અને બહાર એમ બંને તરફથી ખરેખર પ્રીમિયમ લુક આપે છે.
આ ઉપરાંત VF MPV 7 એક સર્વગ્રાહી ઓનરશિપ પેકેજ સાથે ઉપલબ્ધ છે કે જેમાં 3 વર્ષનું ફ્રી મેન્ટેનન્સ,10 વર્ષની બેટરી વોરંટી, 7 વર્ષની વ્હીકલ વોરંટી, 5 વર્ષની સસ્પેન્શન વોરંટી,7 વર્ષની પેઈન્ટ વોરંટી અને 7 વર્ષની રોડસાઇડ આસિસ્ટન્સનો સમાવેશ થાય છે.
વિનફાસ્ટ ઇન્ડિયાના CEO તપન ઘોષે જણાવ્યું હતું કે તદ્દન નવી VF MPV 7 એ ભારત માટે વિનફાસ્ટનું ત્રીજું ઉત્પાદન છે,જે મોટા પરિવારો ધરાવતા ગ્રાહકો માટે સૌથી વધુ અનુકૂળ છે.તે પરિવારના દરેક સભ્ય માટે પૂરતી જગ્યા લાંબી મુસાફરીને પણ આરામદાયક બનાવે તેવી સુવિધા અને દરેક ડ્રાઇવને શ્રેષ્ઠ બનાવે તેવા ઇન્ટેલિજન્ટ ફીચર્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. VF MPV 7 સાથે અમે એક નવા સેગમેન્ટમાં પ્રવેશી રહ્યા છીએ પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વનું એ છે કે અમે ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો વિસ્તાર કરી રહ્યા છીએ.”
પ્રોડક્ટ હાઈલાઈટ્સ- તમામ ન્યુ VF MPV 7
- એક્સટીરિયર સ્ટાઇલ: સિગ્નેચર V લાઇટ સાથે બોલ્ડ અને સીધો ફ્રન્ટ ફેસિયા.
- 7-સીટર ઇલેક્ટ્રિક MPV સેગમેન્ટમાં નોંધપાત્ર પરિમાણો: VF MPV 7 લંબાઈ 4,740 mm, પહોળાઈ 1,872 mm અને ઊંચાઈ 1,734 mm છે, જે તમામ મુસાફરો માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ કરે છે.
- કેબિનના બહેતર આરામ માટે સૌથી લાંબો વ્હીલબેઝ: આ સેગમેન્ટમાં શ્રેષ્ઠ એવો 2,840 mm વ્હીલબેઝ તમામ મુસાફરો માટે કેબિનમાં પૂરતી જગ્યા આપે છે.
- સ્ટીયરીંગ કોલમ પર મોડર્ન અને સોફિસ્ટીકેટેડ ઈન્ટીગ્રેટેડ ગીયર સ્ટોક
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
