કોસ્મિક પીવી પાવરે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 એપ્રિલઃ સોલર ફોટોવોલ્ટેઇક (પીવી) મોડ્યુલ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી કોસ્મિક પીવી પાવર લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.
તે ભારતમાં સૌથી ઝડપથી વિકસતા સોલર ફોટો-વોલ્ટેઇક મોડ્યુલ્સ (“Solar PV Modules”) ઉત્પાદકોમાંની એક છે, જે તેની સાથી કંપનીઓમાં નાણાંકીય વર્ષ 2023 થી નાણાંકીય વર્ષ 2025 ના સમયગાળા માટે કામગીરીમાંથી આવક માટે 125.8 ટકાના સીએજીઆર પર આધારિત છે (સ્ત્રોત: કેર રિપોર્ટ).
જેનીશકુમાર દીપકકુમાર ઘૈલ, શ્રવણ કુમાર ગુપ્તા, સુરભિ સુરેશચંદ્ર સાહુ અને મૈત્રી જેનીશકુમાર ઘૈલ કંપનીના પ્રમોટર્સ છે.
આ ઓફરમાં રૂ. 5,400.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 1,000.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કુલ ઓફરનું કદ રૂ. 6,400.00 મિલિયન સુધીનું છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે.
કંપની ચોખ્ખી આવકનો ઉપયોગ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં કંપનીની આયોજિત મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી (“Proposed Greenfield Project”) સ્થાપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટેના ખર્ચને ફંડ્સ આપવા માટેની દરખાસ્ત કરે છે.
આ કંપની નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયની મંજૂર કરેલ મોડ્યુલ મેન્યુફેક્ચરર્સની યાદી-1, (“ALMM-I”) હેઠળ સર્ટિફાઇડ મેન્યુફેક્ચરર છે, જેની 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ 1.30 GW ની ક્ષમતા નોંધાઈ હતી, જે તેને સરકાર અને સરકાર સહાયિત ગ્રીડ-કનેક્ટેડ યુટિલિટી પ્રોજેક્ટ્સ તેમજ નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ્સ તથા સરકારી યોજનાઓ હેઠળના પ્રોજેક્ટ્સ માટે સોલાર પીવી મોડ્યુલ્સ સપ્લાય કરવા સક્ષમ બનાવે છે, જે ALMM-I પ્રમાણિત ઉત્પાદકો પાસેથી સોલર મોડ્યુલ મેળવવા માટે ફરજિયાત છે.
વધુમાં, કંપનીએ તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી 2 માટે ALMM-I માં સોલર પીવી મોડ્યુલ્સનો સમાવેશ કરવા માટે અરજી કરી છે. 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ, તે ત્રણ વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્યરત છે, સોલર પીવી મોડ્યુલ્સનું ઉત્પાદન; ઇપીસી સર્વિસીસ અને એલ્યુમિનિયમ ફ્રેમનું ઉત્પાદન.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેરનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે, જેમાં બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with BSE, the “Stock Exchanges”) નો સમાવેશ થાય છે.
સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ અને વાલ્મિકી લીલા કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
