મેગામાર્ટે અમદાવાદના ગોતામાં નવા સ્ટોરના લોન્ચ સાથે પોતાની રિટેલ હાજરીનો કર્યો વિસ્તાર

 નવો 2,900 ચોરસ ફૂટનો સ્ટોર U.S. Polo Assn., Arrow અને Flying Machineને એક છત હેઠળ લાવીને ગ્રાહકોને રોજિંદા વેલ્યૂ ફેશન માટે એક સુવિધાજનક શોપિંગ ડેસ્ટિનેશન પ્રદાન કરે છે

અમદાવાદ, [21ST July: વેલ્યૂ ફેશન માટેના અગ્રણી ડેસ્ટિનેશન મેગામાર્ટે અમદાવાદના ગોતા વિસ્તારમાં પોતાના નવા સ્ટોરના લોન્ચ સાથે પોતાની રિટેલ હાજરીને વધુ મજબૂત બનાવી છે. 2,900 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ સુવ્યવસ્થિત રીતે ડિઝાઇન કરાયેલ સ્ટોર ગ્રાહકોને ત્રણ લોકપ્રિય ફેશન બ્રાન્ડ્સ—U.S. Polo Assn., Arrow અને Flying Machine—એક જ છત હેઠળ ઉપલબ્ધ કરાવે છે.

નવો મેગામાર્ટ ગોતા સ્ટોર ગ્રાહકોને સમગ્ર વર્ષ દરમિયાન આકર્ષક અને પોસાય તેવી કિંમતે સરળ, સુવિધાજનક અને શ્રેષ્ઠ શોપિંગ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. મેગામાર્ટ એપેરલની વિવિધ અને વિશાળ પસંદગી ઉપલબ્ધ કરાવે છે, જે ગુણવત્તાસભર ફેશન અને પોસાય તેવી કિંમતે શ્રેષ્ઠ મૂલ્ય શોધતા ગ્રાહકો માટે આ સ્ટોરને એક વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવે છે.

આ લોન્ચ મેગામાર્ટના રિટેલ નેટવર્કના સતત વિસ્તરણ અને ભારતભરના ગ્રાહકોની વધુ નજીક સ્થાપિત અને લોકપ્રિય ફેશન બ્રાન્ડ્સને પહોંચાડવાના પ્રયાસોનો એક ભાગ છે. વિથ ૬૫+ સ્ટોર્સ, મેગામાર્ટ કૉંટીનુએસ તો એક્સપાન્ડ ઇટ્સ ફૂટપ્રિન્ટ એન્ડ બ્રિનગ એસ્ટાબ્લિશ્ડ ફેશન બ્રાન્ડ્સ કલોઝર તો કૉંસુમેરસ આક્રોસ્સ ઇન્ડિયા.

મેગામાર્ટ એક વેલ્યૂ-ફેશન રિટેલ ડેસ્ટિનેશન છે, જે ગ્રાહકોને આકર્ષક કિંમતે લોકપ્રિય ફેશન બ્રાન્ડ્સ ઉપલબ્ધ કરાવે છે. પસંદગીયુક્ત કલેક્શન, સુવિધા અને શ્રેષ્ઠ મૂલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને મેગામાર્ટ ભારતભરના વિવિધ સમુદાયોની વધુ નજીક ગુણવત્તાસભર ફેશન પહોંચાડવાના ઉદ્દેશ સાથે પોતાની રિટેલ હાજરીનો સતત વિસ્તાર કરી રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)