અદાણી ટોટલ ગેસના Q1 પરિણામોઃ કર બાદનો નફો 133 કરોડ

અમદાવાદ, 22 જુલાઈ: શહેરી ગેસ વિતરણ  કંપનીઓમાંની એક અદાણી ટોટલ ગેસ લિ. (ATGL)એ ૩૦ જૂન ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ દરમિયાન તેના કામકાજ, માળખાકીય અને નાણાકીય બાબતોની જાહેરાત કરી છે.

અદાણી ટોટાલ ગેસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પંડિતાએ જણાવ્યું હતું કે કંપનીએ અહેવાલના ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે વોલ્યુમમાં ૧૩% વૃદ્ધિ અને આવકમાં ૨૭% નો નોંધાવેલો વધારો કામકાજની મજબૂત ક્ષમતા અને સ્વચ્છ ઇંધણ તરફ ગ્રાહકોનો વધી રહેલો ઝૂકાવ દર્શાવે છે.

આ ગાળામાં કામકાજ અને માળખાકીય બાબતોની એકીકૃત તુલનાત્મક વિગતો અનુસાર વેચાણનું વોલ્યુમ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૨૬૭ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં  ૧૩% વધી ૩૦૩ MMSCM રહ્યું છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે વેચાણનું વોલ્યુમ ૯૯૩ MMSCM ૧૪% વધી નાણા વર્ષ-૨૬માં ૧૧૩૩ MMSCM રહ્યું હતું. CNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૧૮૫ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં ૧૮% વધી ૨૧૮ MMSCM રહ્યું છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે CNGનું વેચાણ ૬૬૩ MMSCM ૧૮% વધી નાણા વર્ષ-૨૬માં ૭૮૨ MMSCM થયું છે. PNGનું વેચાણ ગત નાણા વર્ષના સમાન ગાળામાં ૮૨ MMSCM સામે ચાલુ નાણા વર્ષના સરખાગાળામાં ૪% વધી ૮૫ MMSCM રહ્યું છે. સમગ્ર નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે PNGનું વેચાણ ૩૩૦ MMSCM ૬% વધી નાણા વર્ષ-૨૬માં ૩૫૧ MMSCM થયું છે.

CNG સ્ટેશનની ૩૦ જૂન-૨૬ના ૭૦૭ થઇ છે જે વર્તમાન નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં પાંચ સ્ટેશનનો વધારો દર્શાવે છે.PNGના ઘરઆંગણાના ગ્રાહકોની સંખ્યા જૂન ૨૬ના અંતે ૧૧,૪૧,૧૦૮ હતી તેમાં જૂન ૨૭-ના પ્રથમ ત્રિમાસિકમાં૩૮૨૪૩ ગ્રાહકોનો ઉમેરોથયો છે. આ ગાળા વાણિજયક ગ્રાહકો ૩૯૨ વધીને ૭૨૭૭ થયા છે. જ્યારેઔદ્યોગિક PNG જોડાણો ૫૬ના વધારા સાથે ૩૧૪૫ થયા છે.

CNG વોલ્યુમ સમર્થિત ઊંચા વોલ્યુમને કારણે કામગીરીમાંથી આવક ૨૭% વધી છે. કુદરતી ગેસના ખર્ચમાં ૩૯% વધારો થયો છે. ત્રિમાસિક દરમિયાન CNG માટે APMની ફાળવણી ગત ત્રિમાસિકના ૩૬% થી ઘટીને ૩૦% થઈ હતી, બાકીની રકમ હાલના કરારો અને ઊંચી કિંમતવાળી સ્પોટ ખરીદી સાથે પૂર્ણ કરવામાં આવી હતીએબિડટા રુ. ૨૮૧ કરોડ પ્રાપ્ત થયો  છે. કર અગાઉનો નફો અને કર બાદનો નફો  અનુક્રમે રુ.૧૭૮ કરોડ અને રુ.૧૩૩ કરોડ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)