PRIMARY MARKET ZONE: આ અઠવાડિયે બે IPO ખુલશે, બે IPO લિસ્ટિંગ માટે લાઇનમાં
અમદાવાદ, 27 એપ્રિલઃ જિયો પોલિટિકલ ક્રાઇસિસ અને વૈશ્વિક શેરબજારોમાં અવઢવની સ્થિતિ વચ્ચે પ્રાઈમરી માર્કેટમાં પણ અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે. તેના કારણે આઇપીઓની પાઇપલાઇન સૂકાઇ રહી હોય તેવું જણાય છે. આ સપ્તાહે બે નવા આઇપીઓ એન્ટર થઇ રહ્યા છે, જેમાં એક મેઇન બોર્ડ અને એક SME સેગમેન્ટમાંથી હશે, જ્યારે બે આઇપીઓ લિસ્ટિંગ માટે લાઇનમાં ઊભા છે.
અંબા ઓટો સેલ્સ એન્ડ સર્વિસીસઃ 27 એપ્રિલે પ્રતિ શેર રૂ. 130-135ના પ્રાઇસ બેન્ડ સાથે ખુલશે અને 29 એપ્રિલે બંધ થશે. બેંગ્લોર સ્થિત કંપની બજાજ ઓટો અને LG ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના અધિકૃત ડીલર તરીકે કાર્યરત છે, તે અપરપ્રાઇસ બેન્ડ પર 48.24 લાખ શેરના IPO દ્વારા રૂ. 65.12 કરોડ એકત્ર કરી રહી છે. IPO ની આવકનો ઉપયોગ નવા શોરૂમ સ્થાપવા અને હાલના શોરૂમના નવીનીકરણ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે
Onemi Technology Solutions: આઇપીઓ 30 એપ્રિલે લોન્ચ થવા જઇ રહ્યો છે અને તેની પ્રાઇસબેન્ડ 162-171 છે. ડિજિટલ લોન ઓફર કરતી કંપની અપરપ્રાઇસ બેન્ડ પર લગભગ રૂ. 926 કરોડ એકત્ર કરવાનો ઇરાદો ધરાવે છે. આ IPO રૂ. 850 કરોડના નવા શેર અને ટેમાસેકના વર્ટેક્સ, વેન્ચેરાસ્ટ પ્રોએક્ટિવ ફંડ અને અમ્માર એસડીએન બીએચડી સહિતના રોકાણકારો દ્વારા રૂ. 75.9 કરોડના 44.39 લાખ શેરની ઓફર-ફોર-સેલનું સંયોજન છે. નવા ઇશ્યૂમાંથી મળેલા રૂ. 637.5 કરોડનો ઉપયોગ કંપનીની પેટાકંપની, સી ક્રેવાના મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે, જેથી તેના વ્યવસાયના વિકાસમાંથી ઉદ્ભવતી તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.
નવા લોન્ચ ઉપરાંત, એડિસોફ્ટ ટેક્નોલોજીસ 27 એપ્રિલના રોજ તેનો 74 કરોડનો પબ્લિક ઇશ્યૂ બંધ કરશે. 24 એપ્રિલ સુધીમાં આ ઓફર 3.16 વખત સબસ્ક્રાઇબ કરવામાં આવી હતી. 30 એપ્રિલે શેર NSE ઇમર્જ પર ટ્રેડિંગ માટે પણ ઉપલબ્ધ રહેશે. મુખ્ય બોર્ડ સેગમેન્ટમાં, ગયા અઠવાડિયે 20 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યા બાદ, સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ 29 એપ્રિલના રોજ શેરબજારમાં લિસ્ટિંગ માટે પ્રવેશ કરે તેવી ધારણા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
