• નવેમ્બરથી અત્યારસુધીમાં 14 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું
  • Ask Automotive IPOમાં રિટર્ન ઘટી શૂન્ય થયું
  • IREDA IPOમાં લિસ્ટિંગ ગેઈન 87 ટકાથી રિટર્ન વધી 243 ટકા થયાં

વર્તમાન જારી અને લિસ્ટેડ થવા જઈ રહેલા આઈપીઓના ગ્રે પ્રીમિયમ

આઈપીઓગ્રે પ્રીમિયમ
Motisons Jewellers75
Muthoot Microfin25
Suraj Estate25
Happy Forgings400
Credo Brands125
RBZ Jewellers5
Azad Engineering350
Innova captab100

અમદાવાદ, 22 ડિસેમ્બરઃ ચાલુ કેલેન્ડર વર્ષના અંતિમ માસમાં અત્યારસુધી 11 આઈપીઓ યોજાઈ ચૂક્યા છે. જેના સબ્સ્ક્રિપ્શન આધારને જોતાં રોકાણકારો મોટા પાયે રોકાણ કરી રહ્યા છે.  બીજી બાજુ છેલ્લા દોઢ માસમાં લિસ્ટેડ ફેડબેન્ક સિવાય 13 આઈપીઓએ પ્રીમિયમ સાથે લિસ્ટિંગ કરાવી રોકાણકારોનો જુસ્સો જાળવી રાખ્યો છે. જેમાંથી 6 આઈપીઓએ લિસ્ટિંગ ગેઈન સામે સતત વૃદ્ધિ નોંધાવી આકર્ષક રિટર્નનો દોર જાળવી રાખ્યો છે. જો કે, આસ્ક ઓટોમોટિવમાં રિટર્ન શૂન્ય થયા છે.

ગત મહિને લિસ્ટેડ થયેલા આઈપીઓમાં આકર્ષક લિસ્ટિંગ બાદ સૌથી વધુ રિટર્ન ઈરેડા (IREDA) આપી રહ્યો છે. ઈરેડાએ 29 નવેમ્બરે રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ સામે 87 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યા બાદ ગઈકાલે 109.84ના બંધ સામે 243.25 ટકા ઉછળ્યો છે. બીજી બાજુ ટાટા ટેક્નોલોજીસે રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 1400ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 1200થી 1300ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. જે 141.84 ટકા રિટર્ન આપી રહ્યો છે.

આઈપીઓમાં રોકાણ અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબત (IPO Investment Tips)

  1. કંપનીનું બેકગ્રાઉન્ડ અને ફંડામેન્ટલ્સ
  2. પ્રમોટર્સનો રેકોર્ડ, મેનેજમેન્ટની ભાવિ યોજનાઓ
  3. આઈપીઓની ફેન્સી, સેક્ટર ગ્રોથ, તથા પીઈ રેશિયો, વેલ્યૂએશન
  4. કંપનીના જોખમી પરિબળો, ક્યુઆઈબી સબ્સ્ક્રિપ્શન
  5. ગ્રે પ્રીમિયમ અને વિવિધ બ્રોકરેજ હાઉસની ટીપ્સ

છેલ્લા દોઢ માસમાં લિસ્ટેડ આઈપીઓમાં રિટર્ન

IPOઈશ્યૂ પ્રાઈસલિસ્ટિંગ ગેઈનછેલ્લો બંધરિટર્ન
IREDA3287.47%109.84243.25%
Tata Technologies500162.85%1209.2141.84%
DOMS Industries79068.46%1351.771.1%
Gandhar Oil16978.4%280.8566.18%
Protean eGov79211.49%1221.154.18%
Honasa Consumer3244.06%412.127.19%
Cello World64822.21%775.3519.65%
ESAF SFB6015.08%69.616%
Flair Writing30448.91%349.9515.12%
India Shelter Finance49310.24%566.4514.9%
Blue Jet Healthcare34614.41%358.253.54%
Fedbank Financial1400%141.350.96%
ASK Automotive310.210%280.6-0.5%

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)