મુંબઇ, 14 મેઃ ફાઇન જ્વેલરીની ડિઝાઇન, ઉત્પાદન અને રિટેઇલ બિઝનેસમાં કાર્યરત એમ. કે. સન્સ ફાઇન જ્વેલ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડી બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.

વર્ષ 2012માં સ્થાપિત કંપની રિટેઇલ-કેન્દ્રિત જ્વેલરી કંપની છે, જે તેના પોતાના રિટેઇલ શોરૂમની શ્રેણી દ્વારા ગોલ્ડ, ડાયમંડ એન્ડ ક્યુબિક ઝિરકોનિક (સીઝેડ) જ્વેલરીની વિશાળ શ્રેણીના માર્કેટિંગ અને વેચાણમાં કાર્યરત છે. કંપની સમકાલીન અને બ્રાઇડલ ડિઝાઇનનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો ઓફર કરે છે, જેમાં ગ્રાહકોના વૈવિધ્યસભર આધાર માટે કારીગરી, ડિઝાઇન ક્વોલિટી અને ગ્રાહક કેન્દ્રિત જ્વેલરી કલેક્શન ઉપર ધ્યાન અપાય છે. હાલમાં કંપની મુંબઇ અને અમદાવાદ સ્થિત પાંચ શોરૂમનું સંચાલન કરે છે.

DRHP મૂજબ પ્રસ્તાવિત IPOમાં 13,600,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રમોટિંગ સેલિંગ શેરહોલ્ડર રામચંદ મુરલીધર રાઇમલાની દ્વારા 3,400,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. કંપનીની આવક નાણાકીય વર્ષ 2023માં રૂ. 249.12 મિલિયનથી વધીને નાણાકીય વર્ષ 2025માં રૂ. 3,512.80 મિલિયન થઈ છે, જેમાં 275.51% નો CAGR નોંધાયો છે

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મહારાષ્ટ્રમાં 1 નવો શોરૂમ સ્થાપવા તથા ગુજરાતમાં વર્તમાન શોરૂમના વિસ્તરણ માટે, કંપની દ્વારા લેવાયેલા કેટલાંક ઋણના રિપેમેન્ટ અથવા પ્રી-પેમેન્ટ તેમજ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત ધરાવે છે.  આર્યમાન ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેડર (બીઆરએલએમ) છે, જ્યારે કે બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ ઓફરના રજિસ્ટ્રાર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)