IIFL કેપિટલ સર્વિસીસે અમદાવાદ ખાતે ગુજરાત હેડ ઓફિસ શરૂ કરી
અમદાવાદ (ગુજરાત), ભારત, 23 સપ્ટેમ્બર, 2026: IIFL કેપિટલ સર્વિસીસ લિમિટેડે અમદાવાદમાં હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (એચએનઆઈ) અને અલ્ટ્રા હાઈ નેટ-વર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ (યુએચએનઆઈ) માટે પ્રાઈવેટ વેલ્થ મેનેજમેન્ટ સેવાઓને સમર્પિત એક નવી ઓફિસ શરૂ કરી છે, અને આ સાથે ભારતના સૌથી ઝડપથી વિકસતા બિઝનેસ હબ પૈકીના એકમાં પોતાની પહોંચનો વિસ્તાર કર્યો છે. IIFL કેપિટલ સર્વિસીસ ભારતની સૌથી મોટી વેલ્થ મેનેજર પૈકીની એક છે, જેની પાસે મેનેજમેન્ટ, એડવાઇઝ અને કસ્ટડી હેઠળ અંદાજે $26 બિલિયન (લગભગ રૂ.2.6 લાખ કરોડ)ની સંપત્તિ છે.
ઝાયડસ હોસ્પિટલ રોડ પર ઝેડ2 ખાતે આવેલી આ ઓફિસ અમદાવાદના બિઝનેસ વિસ્તારના હાર્દમાં સ્થિત છે – જે શહેરની વધતી જતી સમૃદ્ધિને ધ્યાનમાં રાખીને સમજદારીપૂર્વક લેવામાં આવેલો નિર્ણય છે. વર્ષ 2023માં અમદાવાદનો મેટ્રો જીડીપી 136 બિલિયન ડોલરથી વધુ રહ્યો હતો અને માથાદીઠ આવક (પીપીપી) આશરે 26,000 ડોલર હતી; જે તેને ભારતનાં સૌથી સમૃદ્ધ શહેરી કેન્દ્રોમાંનું એક અને પ્રાઇવેટ વેલ્થ સર્વિસિસ માટે એક સ્વાભાવિક બજાર બનાવે છે. જીડીપીની દ્રષ્ટિએ અમદાવાદ, વડોદરા અને સુરત દેશના ટોચના દસ સૌથી સમૃદ્ધ શહેરોમાં સામેલ છે.

આ ઓફિસનું ઉદ્ઘાટન કોનકોર્ડ બાયોટેક લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુધીર વૈદના હસ્તે કરવામાં આવ્યું હતું; આ પ્રસંગે IIFL કેપિટલ સર્વિસીસના મેનેજિંગ ડિરેક્ટર આર. વેંકટરમન, જોઈન્ટ સીઇઓ પ્રકાશ બુલુસુ તેમજ મેનેજિંગ પાર્ટનર અને ગુજરાત સ્ટેટ હેડ જય આહુજા પણ ઉપસ્થિત રહ્યા હતા. IIFL કેપિટલ સર્વિસીસના જોઈન્ટ સીઇઓ પ્રકાશ બુલુસુએ વધુમાં ઉમેર્યું, “અમારી અમદાવાદ ઓફિસ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પ્રમાણે તેમને અમારી વેલ્થ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી તમામ પ્રકારની સેવાઓ પૂરી પાડશે.”
જય આહુજા પાંચ બેંકર્સની ટીમ સાથે ગુજરાતમાં IIFL કેપિટલની વેલ્થ મેનેજમેન્ટ કામગીરીને સંભાળશે.
પ્રાઇવેટ બેન્કર્સ પ્રકાશ બુલુસુ અને રાઘવ ગુપ્તા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જેમણે મે 2024માં જોઈન્ટ સીઇઓ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ભારતની વેલ્થ અને એસેટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. પ્રમોટર્સ, એન્ટરપ્રેન્યોર અને સીનિયર એક્ઝિક્યુટિવ્સ ઝડપી ગતિએ સંપત્તિનું સર્જન કરી રહ્યા હોવાથી, કુશળ સલાહકારોની માંગ પુરવઠા કરતાં વધી રહી છે – આ એક એવો તફાવત છે જેના કારણે બ્લેકસ્ટોન, કેકેઆર, બેઇન કેપિટલ, જનરલ એટલાન્ટિક અને પીએજી સહિત ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓમાં ભારે રસ જોવા મળી રહ્યો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
