માર્કેટ લેન્સઃ માર્કેટ ઓવરસોલ્ડ ઝોનમાંથી બહાર આવી રહ્યું છે, નિફ્ટી માટે 22600 મહત્વનું સપોર્ટ લેવલ

સોમવારના 22,622ના હાયર લેવલ ઉપર સતત ટકી રહેવાથી 22,800ના લેવલ સુધી પહોંચવાનો માર્ગ ખૂલી શકે છે. 22,800ની ઉપર નિર્ણાયક સુધારો 23,000-23,200ના ઝોન તરફ દોરી શકે છે, જે NIFTY માટે આગામી મહત્વપૂર્ણ લેવલ્સ હોઇ શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે

STOCKS TO WATCH:Zensar Tech, Netweb Tech, Action Construction, Dr Lal PathLabs, Hero Moto, Rentomojo, Steamhouse India, LCC Projects, Axis Bank, Kotak Mahindra Bank, IndusInd Bank, Trent, AWL Agri Business, Godrej Consumer Products, Juniper Hotels, Vedanta, HLE Glascoat, Zydus Lifesciences, Marico, JSW Energy, BGR Energy Systems, AceVector

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ડેઇલી ચાર્ટ પર, NIFTY હાલમાં તેના 10, 20 અને 50-દિવસીય EMA (DEMA)ની નીચે ટ્રેડ કરી રહ્યો છે, જે સૂચવે છે કે ટૂંકા ગાળાનો ટ્રેન્ડ દબાણ હેઠળ છે. જોકે, વ્યાપક ટેકનિકલ માળખામાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા છે કારણ કે સાપ્તાહિક ચાર્ટ પર 200-અઠવાડિયાનું EMA મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે. છેલ્લા બે સત્રોમાં નીચલા લેવલ્સથી ખરીદી જોવા મળી છે, જે સૂચવે છે કે તેજીવાળાઓ અને વેલ્યૂબાઇંગ કરનારા રોકાણકારો મુખ્ય સપોર્ટ લેવલ્સની આસપાસ ધીમે ધીમે સક્રિય થઈ રહ્યા છે.

અવરલી ચાર્ટ પર, RSIમાં બુલિશ ડાયવર્જન્સ જોવા મળે છે, જે વેચાણના દબાણમાં ઘટાડો સૂચવે છે. વધુમાં, RSI તેના તાજેતરના બંને સ્વિંગ હાઈની ઉપર જવામાં સફળ રહ્યો છે, જે ટૂંકા ગાળાના મોમેન્ટમમાં સુધારો સૂચવે છે. 200-અઠવાડિયાના EMAનો સપોર્ટ, નીચલા લેવલે ખરીદી અને કલાકના મોમેન્ટમમાં સુધારાનું સંયોજન સૂચવે છે કે NIFTY આગામી થોડા સત્રોમાં વધુ રિકવરી જોઈ શકે છે.

ટૂંકા ગાળામાં, 22,700-22,800 તરફ ઉછાળો શક્ય છે કારણ કે RSI ઓવરસોલ્ડ ઝોનમાં છે. પરંતુ આ વધારાને વેચાણની તક તરીકે જોવી જોઈએ, નહીં કે ટ્રેન્ડમાં રિવર્સલ તરીકે. નીચેની તરફ, ઇન્ડેક્સ 22,182ના નીચલા લેવલનું પરીક્ષણ કરી શકે છે. તે લેવલની નીચે જવાથી તે 21,750 સુધી નીચે આવી શકે છે. જ્યાં સુધી નિફ્ટી 20-દિવસીય SMA (જે હાલમાં 23,200 પર છે) ની નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી બેરિશનકારાત્મક) દૃષ્ટિકોણ યથાવત રહેવાની શક્યતા હોવાનું બજાર પંડિતો જણાવે છે.

ગયા અઠવાડિયે BANK NIFTY તેની સપોર્ટ લાઇનની નીચે સરકીને 53,785 ના લેવલ સુધી ઘટી ગયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં તેમાં સુધારો જોવા મળ્યો છે, કારણ કે દૈનિક RSI ઓવરસોલ્ડ લેવલ્સમાંથી રિકવર થયો છે. અગાઉની સપોર્ટ લાઇન હવે ઉપરની તરફની ગતિમાં રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે, જે હાલમાં 55,500ની આસપાસ છે. 55,400-55,500ના ઝોન તરફનો ઉછાળો વેચાણની તક તરીકે જોવો જોઈએ તેવું નિષ્ણાતોનું માનવું છે.

નીચેની તરફ, બેન્ક નિફ્ટી 53,785ના સ્વિંગ લોનું ફરી પરીક્ષણ કરી શકે છે અને ત્યારબાદ ઘટીને 52,800 સુધી જઈ શકે છે. જ્યાં સુધી બેંક નિફ્ટી ગેપ એરિયાના ઉપલા લેવલ એટલે કે 56,210ની નીચે ટ્રેડ કરે છે, ત્યાં સુધી બજાર અંગેનો બેરિશદૃષ્ટિકોણ યથાવત હોવાનું મોટાભાગના બજાર પંડિતો માને છે.

Mainboard ListingSRIT India
SME ListingAcme Universal Safezone 9, Shivchem Agro, Pind Hospitality
Stock Trades Ex-Date for SplitBLS E-Services
Stock Trades Ex-Date for Spin OffVeranda Learning Solutions
Stocks in F&O BanAmbuja Cements, Bandhan Bank, SAIL

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)