અદાણી એન્ટરપ્રાઝીસે વર્ષ ૨૦૨૬ દરમિયાન એકીકૃત EBITDA રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાવ્યો
અમદાવાદ, 1 મે: અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વાર્ષિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાનએકીકૃત એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. જ્યારે મુખ્ય માળખાકીય ઉપયોગીતા પોર્ટફોલિયો અને ખાણકામ સંબંધિત સેવાઓમાંથી હવે ૮૦% એબિડટાનું ઉપાર્જન થાય છે.
અહેવાલના સમયગાળામાં નાણાકીય પ્રદર્શનની વિગત મુજબ વાર્ષિક ધોરણે કુલ આવક ૩% વધીને રૂ.૧,૦૨,૯૪૩ કરોડ થઈ હતી. જ્યારે એબિડટા રુ.૧૬,૪૬૪ કરોડ જળવાયો છે. વાર્ષિક ધોરણે કર અગાઉના રુ.૪,૩૦૯ કરોડના નફામાં (PBT) અંબુજા સિમેન્ટ્સ લિ.ને અદાણી વિલ્માર લિ.નો હિસ્સો અને સિમેન્ટ યુનિટના વેચાણ પર રુ.૯,૨૧૫ કરોડનો અપવાદરૂપ ફાયદો શામેલ નથી. એબિડટામાં ૮૦% ફાળો મુખ્ય માળખાકીય ઇન્ક્યુબેટિંગ વ્યવસાયો અને ખાણકામ સેવાઓનો છે.
નાણા વર્ષ-૨૫ અને વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસી અને સમગ્ર વર્ષના તુલનાત્મક પ્રદર્શન અનુસાર નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કુલ રુ.૨૭,૬૦૨ કરોડની આવકની તુલનાએ વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૨૦%ના વધારા સાથે રુ.૩૩,૧૮૭ કરોડ થઇ છે. અનુક્રમે વાર્ષિક ગાળામા રુ.૧,૦૦,૩૬૫ની સામે નાણા વર્ષ-૨૬માં ૩% વધીને રુ.૧,૦૨,૯૪૩ કરોડ થઇ છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં પ્રાપ્ત થયેલ રુ.૪,૩૪૬ કરોડના એબિડટા વર્ષ-૨૬ના સરખા ગાળામાં વાર્ષિક ધોરણે ૩% વધીને રુ.૪,૪૭૯ કરોડ હાંસલ થયો છે. અનુક્રમે સમગ્ર વાર્ષિક સમાન ગાળામાં રુ.૧૬,૭૨૨ કરોડની તુલનાએ ૨%ના તફાવત સાથે રુ.૧૬,૪૬૪ કરોડ નોંધાયો છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં રુ.૩,૯૪૬ કરોડનો અપવાદરુપ લાભ થયો છે. જ્યારે વર્ષ-૨૫માં પ્રાપ્ત થયેલ રુ.૩,૯૪૬ કરોડ સામે વર્ષ-૨૬ના અંતે વાર્ષિક ધોરણે રુ.૯,૨૧૫ કરોડનો ફાયદો થયો છે.
નાણા વર્ષ-૨૫ અને વર્ષ-૨૬ના છેલ્લા ત્રિમાસીમાં કર અગાઉનો નફો અનુક્રમે વાર્ષિક ધોરણે રુ.૫,૨૫૯ કરોડ સામે ૮૬%ના તફાવત સાથે રુ.
૭૨૯ કરોડ નોંધાયો છે. સમગ્ર વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે અનુક્રમે રુ.૧૦,૪૭૯ કરોડ સામે ૨૯% વધીને રુ.૧૩,૫૨૫ કરોડ નોંધાયો છે. અહેવાલના અનુક્રમે ત્રિમાસીમાં કર બાદનો નફો વાર્ષિક ધોરણે રુ.૩,૮૪૫ કરોડ સામે રુ.૨૨૧ કરોડ નોંધાયો છે.(નાણા વર્ષ-૨૬ના આખરી ત્રિમાસીના પરિણામોમાં આ તફાવત તાજેતરમાં નવી મુંબઈ અને કોપર પ્લાન્ટની કાર્યરત સંપત્તિઓ પરના અવમૂલ્યનથી પ્રભાવિત થયો હતો.) . સમગ્ર વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે કર બાદનો નફો અનુક્રમે રુ.૩,૯૪૬ કરોડ સામે વર્ષ-૨૬માં રુ.૯,૨૧૫ કરોડ નોંધાયો છે.
એન્ટરપ્રાઇઝીસ હસ્તકના ઇનક્યુબેટીંગ વ્યવસાયમાં નોંધાયેલા તુલનાત્મક નાણાકીય પ્રદર્શન અનુસાર અનિલ ઇકોસિસ્ટમ અંતર્ગત વાર્ષિક ધોરણે નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં કુલ આવક રુ.૩,૬૬૧ કરોડની તુલનામાં વર્ષ-૨૬ના સમાન સમયમાં ૪૧% વધીને રુ.૫,૧૬૮ કરોડ થઇ છે. અનુક્રમે સમગ્ર વર્ષના અંતે વાર્ષિક ધોરણે રુ.૧૪,૨૩૬ કરોડ સામે ૯% વધીને રુ.૧૫,૫૬૩ કરોડ નોંધાઇ છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં એબિડટા રુ.૧,૧૧૦ કરોડની તુલનાએ વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૬% વધીને રુ.૧,૧૭૩ કરોડ હાંસલ થયો છે. સમગ્ર વર્ષમાં અનુક્રમે એબિડટા રુ.૪,૭૭૬ કરોડ સામે વર્ષ-૨૬માં વાર્ષિક ધોરણે ૫% વધીને રુ.૪,૫૩૨ કરોડ નોંધાયો છે. કર અગાઉનો નફો વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં રુ.૯૨૫ કરોડ નોંધાયો હતો તેની સામે વર્ષ-૨૬ના સમાન ગાળામાં રુ.૯૨૪ કરોડ નોંધાયો છે. સમગ્ર વર્ષ દરમિયાન અનુક્રમે રુ.૩,૯૫૮ કરોડ સામે ૧૩%ના તફાવત સાથે રુ.૩,૪૫૨ કરોડ નોંધાયો છે.
એરપોર્ટસના વ્યવસાયમાંથી વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે કુલ આવક રુ.૨,૮૩૧ કરોડની તુલનાએ વર્ષ-૨૬માં સમાન ગાળામાં ૨૧% વધીને રુ.૩,૪૨૯ કરોડ થઇ છે. જ્યારે સમગ્ર નાણા વર્ષમાં વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૦,૨૨૪ કરોડ સામે રુ.૧૩,૦૮૧ કરોડ થઇ છે. વર્ષ-૨૫ના આખરી ત્રિમાસીમાં એબિડટા વાર્ષિક ધોરણે રુ.૯૫૩ કરોડ સામે વર્ષ-૨૬ના સમાન ગાળામાં ૭૫% વધીને રુ.૧,૬૭૦ કરોડ હાંસલ થયો છે. સમગ્ર વર્ષમાં વાર્ષિક ધોરણે એબિડટા અનુક્રમે રુ.૩,૪૮૦ કરોડ સામે ૫૫% વધીને રુ.૨,૩૯૪ કરોડ હાંસલ થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
