અમદાવાદ, 1 મેઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ) એ ૩૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસી અને સમગ્ર વર્ષના પરિણામો જાહેર કર્યા છે. તદનુસાર અહેવાલના ગાળામાં વાર્ષિક ધોરણે આવક ૨૫% થી વધુ વધીને રુ.૩૮,૭૩૬ કરોડ થઇ હતી. એબિડટા વાર્ષિક ધોરણે ૨૦% વધીને રુ.૨૨,૮૫૧ કરોડ પ્રાપ્ત થયો છે.

અદાણી પોર્ટસએ એક જ વર્ષમાં ૫00 મિલીયન મેટ્રીક ટનથી વધુ પોર્ટ કાર્ગોના વોલ્યુમનું પરિવહન કરનાર પ્રથમ ભારતીય સંકલિત પરિવહન કરનાર કંપની બની છે. અહેવાલના સમય ગાળામાં આવક રુ.૩૮,000 કરોડ, એબિડટા રુ.૨૨,૮૦૦ કરોડ અને મૂડીખર્ચ રુ.૧૧-૧૨ હજાર કરોડના માર્ગદર્શનને વટાવી ગયો છે.

સ્થાનિક બંદરોની આવકમાં ૧૩%નો વધારા સાથે બજાર હિસ્સામાં એકંદર ૧૦ bpsનો વધારો થયો છે, અને RoCE ગત નાણા વર્ષ-૨૫ના ૨૧%ની તુલનાએ ૨૩% રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઓસ્ટ્રેલિયાના NQXT અને કોલંબોમાં CWITમાં વધારાને કારણે બંદરોની આવક ૩૪% વધી છે., એબિડટા ૧૮૦% વધ્યો છે અને એબિડટા માર્જિન ૨૯%ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે હાંસલ થયો છે. ટ્રકિંગ અને આંતરરાષ્ટ્રીય ફ્રેઇટ માળખાની સેવાઓમાં ઝડપી વધારાને કારણે લોજિસ્ટિક્સની આવકમાં ૫૫%નો જોરદાર વધારો થયો છે. ગત નાણા વર્ષ-૨૫ના ૬% RoCE  સામે -૨૬માં ૧૦% રહ્યો છે. અહેવાલના સમય ગાળામાં

દરિયાઇ આવકમાં ૧૩૪%નો ધરખમ અને એબિડટામાં ૧૨૫%નો ધરખમ વધારો થયો છે., RoCEમાં ૧૩%ની ગણતરીએ જહાજોની સંખ્યા ૧૩૬ રહી છે.  ગત વર્ષ-૨૫માં ૧૫% RoCEની સામે નાણા વર્ષ ૨૬માં ૧૬% રહ્યો છે. બોર્ડે નાણા વર્ષ ૨૬ માટે બોર્ડે પ્રતિ શેર રુ.૭.૫ ડિવિડન્ડની ભલામણ કરી છે.

        નાણા વર્ષ-૨૫ અને નાણા વર્ષ-૨૬ના ત્રિમાસી અને વાર્ષિક તુલનાત્મક એકીકૃત નાણાકીય પરિણામ મુજબ ગત ૨૫ના છેલ્લા ત્રિમાસીમાં રુ.૮,૪૮૮ની આવક સામે  નાણા વર્ષ-૨૬ના સમાન ગાળામાં વાર્ષિક ધોરણે ૨૬% વધીને રુ.૧૦,૭૩૮ કરોડ થઇ હતી. જ્યારે નાણા વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે આવક રુ.૩૧,૦૭૯ કરોડની સામે  વર્ષ-૨૬માં આવક ૨૫% વધી રુ.૩૮,૭૩૬ કરોડ થઇ છે. નાણા વર્ષ-૨૫ના છેલ્લા ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે હાંસલ થયેલા રુ.૫,૦૦૬ કરોડના એબિડટા નાણા વર્ષ-૨૬ના સરખા ગાળામાં ૨૦% વધીને રુ.૬,૦૨૦ કરોડ નોંધાયો છે.જ્યારે અનુક્રમે આ સમય ગાળામાં વર્ષ-૨૫ના વાર્ષિક ધોરણે કુલ રુ.૧૯,૦૨૫ કરોડના હાંસલ થયેલા એબિડટા સામે વર્ષ-૨૬માં ૨૦% વધીને રુ.૨૨,૮૫૧ કરોડ નોંધાયો છે.

        કર બાદનો નફો વર્ષ-૨૫ના ત્રિમાસીમાં વાર્ષિક ધોરણે રુ.૩,૦૨૩ કરોડ હતો તેની સામે વર્ષ-૨૬ના સમાન સમયમાં ૯% વધીને રુ.૩,૩૦૮ કરોડ થયો છે. જ્યારે સમગ્ર વર્ષ-૨૫માં વાર્ષિક ધોરણે કર બાદના કુલ રુ.૧૧,૦૬૧ના નફા સામે પૂરા વર્ષ-૨૬માં ૧૬% વધીને રુ.૧૨,૭૮૨ કરોડ થયો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)