ગ્રાહકોની પસંદગી હવે આવશ્યક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ફ્લેક્સિબલ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્રોડક્ટ્સ તરફ વળી રહી છેવહેલી સ્વીકૃતિ અને વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્રોડક્ટ ઓફરિંગ્સને કારણે ત્રણ વર્ષમાં 35 વર્ષથી ઓછી ઉંમરના યુવા ગ્રાહકોનો હિસ્સો 8-10 ટકા જેટલો વધ્યો છેગુજરાતમાં ડેન્ગ્યુ, તાવ, એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ (AGE) અને ટાઇફોઇડ જેવા ચેપી રોગોને કારણે, ભારતના અન્ય ભાગોની તુલનામાં આશરે 20 ટકા વધુ ક્લેમ્સ નોંધાયા છે

અમદાવાદ, 30 એપ્રિલ 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક, ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ ગુજરાતમાં હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની પેટર્નમાં નોંધપાત્ર પરિવર્તન હોવાનું નોંધ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં હવે ગ્રાહકો વધુ પ્રમાણમાં રૂ. 15 લાખ અને તેનાથી વધુ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ વધતી આરોગ્ય જાગૃતિ, મજબૂત નાણાંકીય સુરક્ષાની જરૂરિયાત અને આરોગ્ય સેવાઓના વધતા ખર્ચને દર્શાવે કરે છે.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, ટાટા એઆઈજીએ 35 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોના હિસ્સામાં પણ નોંધપાત્ર વધારો નોંધ્યો છે. આ વૃદ્ધિ વહેલી વયે ઇન્શ્યોરન્સ લેવામાં મળતા ડિસ્કાઉન્ટ્સ અને યુવા વર્ગ/જીવનના તબક્કાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી પ્રોડક્ટ ઓફરિંગ્સના કારણે જોવા મળી છે, જે વહેલી ઉંમરે આરોગ્ય વીમાની સ્વીકૃતિને પ્રોત્સાહિત કરે છે. રાજ્યમાં ગ્રાહકોની પસંદગીમાં પણ પરિવર્તન આવી રહ્યું છે, જ્યાં તેઓ હવે ફ્લેક્સિબિલિટી આપતી અને આવશ્યક સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી કસ્ટમાઇઝ કરી શકાય તેવી પ્રોડક્ટ્સ તરફ વધુ ઝુકાવ દર્શાવી રહ્યા છે. આ દર્શાવે છે કે ગ્રાહકો હવે વધુ વ્યવહારુ અભિગમ અપનાવી રહ્યા છે અને જટિલ કવરેજ વિકલ્પો કરતા પોતાના ખાસ જરૂરીયાતોને અનુરૂપ મૂલ્ય આધારિત ઉકેલો પસંદ કરી રહ્યા છે.

ટાટા એઆઈજી જનરલ ઇન્શ્યોરન્સના રિટેલ હેલ્થ અંડરરાઇટિંગ હેડ ડો. સંતોષ પુરીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં અમે સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છીએ કે ગ્રાહકો હવે વધુ ઊંચા સમ ઇન્શ્યોર્ડ અને વધુ વિચારપૂર્વકના હેલ્થ ઇન્શ્યોરન્સ વિકલ્પો પસંદ કરી રહ્યા છે. ગ્રાહકો પૂરતા કવરેજ અને ફ્લેક્સિબિલિટીને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે અને સાથે સાથે નાની ઉંમરે જ ઇન્શ્યોરન્સ ઇકોસિસ્ટમમાં પ્રવેશી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ વધુ જાણકારીસભર અને સક્રિય નાણાંકીય સુરક્ષા અભિગમને દર્શાવે છે અને અમે આવી બદલાતી જરૂરિયાતો સાથે સુસંગત ઉકેલો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

ટાટા એઆઈજીના ભારતભરના કુલ હેલ્થ ઇન્શ્યોરન્સ પોર્ટફોલિયોમાં ગુજરાત આશરે 6-8 ટકા યોગદાન આપે છે, જે તેને મહત્વપૂર્ણ બજાર તરીકે દર્શાવે છે. ક્લેમ્સની દ્રષ્ટિએ વર્ષોથી ગુજરાતમાં કેટલાક અલગ ટ્રેન્ડ્સ જોવા મળે છે, જેમાં ડેન્ગ્યુ, તાવ, એક્યુટ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ (AGE) અને ટાઇફોઇડ જેવા ચેપી રોગો ભારતના અન્ય ભાગોની તુલનામાં આશરે 18થી 20 ટકા વધુ ક્લેમ્સ માટે જવાબદાર છે. આ પરિસ્થિતિ પ્રદેશના પોલિસીધારકો માટે પૂરતા કવરેજ અને તૈયારીની આવશ્યકતાને વધુ મજબૂત બનાવે છે.

આ પ્રદેશમાં મુખ્યત્વે એજન્સી આધારિત ડિસ્ટ્રીબ્યુશન મોડેલનું પ્રભુત્વ છે, જે સલાહકાર આધારિત નિર્ણય પ્રક્રિયા પર મજબૂત નિર્ભરતા દર્શાવે છે. કંપનીએ રાજ્યમાં મજબૂત હાજરી ઊભી કરી છે, જેમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા સહિતના મુખ્ય શહેરોમાં 25 શાખાઓના સહારે 2,326 એજન્ટ્સનું નેટવર્ક કાર્યરત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)