AMBUJA CEMENT: પહેલા ત્રિમાસિકમાંABITDA મેટ્રિક ટનદીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્ત થયો

અમદાવાદ, 29 જુલાઈ: વિવિધ ઔદ્યોગિકક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનોહિસ્સો અને વિશ્વની નવમી સૌથીમોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે.
અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિન ડિરેક્ટરઅને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પરકેન્દ્રિતકરેલાધ્યાનનાબળેનાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભ કર્યો છે. ટ્રેડ સેલ્સમાં વધારો અને પ્રીમિયમ ઉત્પાદનોના હિસ્સામાં વૃદ્ધિએ કંપનીના માર્કેટ મિક્સને મજબૂત બનાવવાના પરિણામે નફાકારકતા અને કમાણીની ગુણવત્તા સુધારો થયો છે.
પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવને કારણે ખર્ચમાં કામચલાઉ વધારાના પડકારોનીવચ્ચે કંપનીએશ્રેષ્ઠકામગીરી, ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો, નીચા ક્લિન્કરનીભૂમિકા અને શિસ્તબદ્ધ ખર્ચ વ્યવસ્થાપનનાકારણે પ્રતિ ટન ખર્ચમાં રુ. ૨૦૬નો ક્રમિક ઘટાડો હાંસલ કર્યો છે. પરિણામે એબિડટાના માર્જિનમાં ત્રિમાસિક ધોરણે ૩૩૧ બેઝિસ પોઈન્ટ્સનો વધારો થતા ૧૬.૭% પર પહોંચ્યો છે.
કંપનીના દહેજ (૧.૨ MTPA), સલાઈ બનવા (૨.૪ MTPA), ભટિંડા (૧.૨ MTPA), જોધપુર (૨ MTPA), કલંબોલી (૧ MTPA) અને વારિસલીગંજ (૨.૪ MTPA) ક્ષમતાનાપ્લાન્ટ્સ કાર્યરત થવા સાથે ચાલુનાણાકીય વર્ષના અંત સુધીમાં અમારી ક્ષમતા વધારીને ૧૧૯ MTPA કરવાના લક્ષ્યનેહાંસલકરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. ઉપરાંતવર્ષના અંતે પ્રતિ ટન રુ. ૪,૨૫૦નો નિર્ધારિત ખર્ચ હાંસલ કરવા માટે પ્રતિ ટન આશરે રુ. ૨૫૦નો સુધી ખર્ચ ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.
સમીક્ષાનાસમયમાં વેચાણ વોલ્યુમ ૧૭.૧ મિલિયન ટન થયુંછે.વ્યવસાયનો હિસ્સો ૪ ટકા વધી ૭૮% થયો છે. પ્રીમિયમ ઉત્પાદન ૧ ટકા વધીને ૩૪% થયુંહતું. આ ગાળામાં આવકરુ. ૯,૫૦૦ કરોડથઈહતી. કામકાજનોએબિડટારુ.૧૫૮૯કરોડપ્રાપ્તથયોહતો. એબિડટામાર્જીન ૩.૩ ટકા વધીને ૧૬.૭% હાંસલ થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
