આઇપીઓ ખૂલશે5 મે
આઇપીઓ બંધ થશે7 મે
એન્કર ઇન્વેસ્ટર્સ ઓફર4 મે
લોટ સાઇઝ150 યુનિટ્સ
પ્રાઇસ બેન્ડરૂ.95-100
આઇપીઓ સાઇઝરૂ. 3405 કરોડ
આઇપીઓ સાઇઝ34.05 કરોડ યુનિટ્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 01 મે: ગ્રેડ A+ બિઝનેસ પાર્ક્સ ધરાવતી બેંગલુરુ સ્થિત કમર્શિયલ ઓફિસ REIT બાગમને પ્રાઈમ ઓફિસ REIT (“REIT”) એ તેના આઈપીઓ માટે પ્રતિ યુનિટ રૂ. 95 થી રૂ. 100નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો છે. બિડ/ઓફર મંગળવાર, 05 મે, 2026ના રોજ ખુલશે અને ગુરૂવાર, 07 મે, 2026ના રોજ બંધ થશે. એન્કર અને સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ સિવાયના રોકાણકારો માટે ઓછામાં ઓછા 150 યુનિટ અને ત્યારબાદ 150 યુનિટના ગુણાકારમાં બિડ કરી શકાય છે.

આ આઈપીઓમાં REIT દ્વારા રૂ. 2,390 કરોડ સુધીના નવા યુનિટ્સ ઇશ્યૂ કરવાનો (“Fresh Issue”) અને BREP Asia III India Holding Co VIII Pte. Ltd. (બ્લેકસ્ટોન સાથે સંકળાયેલી કંપની) દ્વારા રૂ. 1,015 કરોડ સુધીના યુનિટ્સના વેચાણ માટેની ઓફર (“Offer for Sale” and together with the Fresh Issue, the (“Offer”) નો સમાવેશ થાય છે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળનાર પ્રાથમિક રકમનો આંશિક ઉપયોગ બાગમને કેપિટલ ટેક પાર્કમાં આવેલ Luxor નામના 10 લાખ ચોરસ ફૂટ વિસ્તારની તૈયાર થઈ ચૂકેલી પ્રીમિયમ એસેટની હિસ્સેદારી ખરીદી માટે થશે તેમજ બાગમને રિયો બિઝનેસ પાર્કમાં 93 ટકા હિસ્સેદારી મેળવવા માટે ફંડનો કેટલોક હિસ્સો વપરાશે. બાગમને રિયો બિઝનેસ પાર્ક 11 લાખ ચોરસ ફૂટની પ્રીમિયમ બિલ્ડિંગ છે અને સંપૂર્ણપણે એક જાણીતા અને વિદેશમાં મુખ્ય મથક ધરાવતા બહુરાષ્ટ્રીય ભાડૂઆતને લીઝ પર આપવામાં આવી છે.

આ ઓફર બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ) નિયમો, 2014  (“REIT Regulations”)  તેમજ 11 જુલાઈ, 2025ના REIT માસ્ટર સર્ક્યુલર અનુસાર છે, જેમાં REIT નિયમનો મુજબ ઇશ્યૂનો મહત્તમ 75 ટકા સુધીનો હિસ્સો (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને પ્રમાણસર ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જ્યારે લઘુતમ 25 ટકા હિસ્સો (સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં) નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.

REITના સ્પોન્સર બાગમને રિયલ્ટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એલએલપી (બાગમને ગ્રુપની હોલ્ડિંગ સંસ્થા) ભારતના અગ્રણી અને બેંગાલુરુના સૌથી મોટા પ્યોર પ્લે ગ્રેડ A+ ઓફિસ ઓનર અને ડેવલપરમાં સ્થાન ધરાવે છે*. એક્સિસ ટ્રસ્ટી સર્વિસેસ લિમિટેડ ટ્રસ્ટી છે અને બાગમને રિયલ્ટી ઇન્વેસ્ટમેન્ટ મેનેજર પ્રાઈવેટ લિમિટેડ REIT ના મેનેજર તરીકે કામગીરી કરે છે.

REITના પોર્ટફોલિયોમાં 6 પ્રીમિયમ ગ્રેડ A+ બિઝનેસ પાર્ક્સનો સમાવેશ થાય છે, જેનો કુલ વિસ્તાર 20.3 મિલિયન ચોરસ ફૂટ છે અને વિશ્વના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા માઇક્રો-માર્કેટ્સમાં આવેલ છે (કેલેન્ડર વર્ષ 2021 થી 2025 દરમિયાન નેટ એબ્ઝોર્પ્શનના આધારે). આ પોર્ટફોલિયોમાં 19.6 મિલિયન ચોરસ ફૂટ વિસ્તાર લીઝ માટે ઉપલબ્ધ છે, જેમાંથી 16.6 મિલિયન ચોરસ ફૂટ પૂર્ણ થયેલો વિસ્તારનો સમાવેશ થાય છે, જે લગભગ 99 ટકા સુધી ભરાયેલો છે, જે લિસ્ટિંગ પછી ભારતીય REITમાં સૌથી વધુ ઓક્યુપન્સી છે. ભાડૂઆતોમાં આશરે 89 ટકા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને જાણીતી તથા વિદેશમાં મુખ્ય મથક ધરાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે, જે માર્કેટ કેપિટલાઈઝેશન*ના દ્રષ્ટિકોણથી વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. મૂળ ઓફિસ એસેટ્સ ઉપરાંત, પોર્ટફોલિયોમાં 4 સોલર પાવર પ્રોજેક્ટ્સ (જેમાં 1 નિર્માણાધીન છે)નો સમાવેશ થાય છે, જેની કુલ ક્ષમતા 164.4 મેગાવોટ (DC) છે, તેમજ 2 હોટેલ્સ (607 રૂમ્સ) નિર્માણાધીન છે. REIT પાસે 47 મિલિયન ચોરસ ફૂટથી વધુની ROFO પાઈપલાઈન છે, જે લિસ્ટિંગ પછી ભારતીય ઓફિસ REITમાં સૌથી મોટી ગણાય છે અને ભવિષ્યમાં સતત વૃદ્ધિ માટે મજબૂત આધાર પૂરો પાડે છે.

લીડ મેનેજર્સઃ જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસીસ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, 360 ONE WAM Limited અને એચડીએફસી બેંક લિમિટેડ આ ઓફરના લીડ મેનેજર્સ છે. Kfin ટેકનોલોજીસ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.

લિસ્ટિંગઃ       યુનિટ્સને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટ કરવાની યોજના છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)