મુંબઈ, 30 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,524.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.162 ઘટી રૂ.62,443ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.277 વધી રૂ.76,049ના ભાવ બોલાઈ રહ્યા હતા. ક્રૂડ તેલનો ડિસેમ્બર વાયદો બેરલદીઠ રૂ.63 વધી રૂ.6,551 થયો હતો. કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.220 ઘટી રૂ.56,460 થયો હતો.

બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,41,202 સોદાઓમાં કુલ રૂ.86,436.11 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.19,316.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 67104.8 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,68,291 સોદાઓમાં રૂ.13,694.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,602ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,675 અને નીચામાં રૂ.62,300 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.220 વધી રૂ.62,605ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.372 વધી રૂ.50,104 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.37 વધી રૂ.6,122ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.61 વધી રૂ.62,470ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,326ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,975 અને નીચામાં રૂ.75,089 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.473 વધી રૂ.75,772 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.363 વધી રૂ.75,432 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.259 વધી રૂ.75,403 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 8,831 સોદાઓમાં રૂ.1,012.3 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.718.40ના ભાવે ખૂલી, રૂ.3.50 ઘટી રૂ.714 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.200.15 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.30 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.200.05 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.85 ઘટી રૂ.185.30 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.1.05 ઘટી રૂ.224.65 બંધ થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.63નો સુધારો, કોટન-ખાંડીમાં રૂ.220નો ઘટાડો

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 1,25,480 સોદાઓમાં રૂ.4,598.03 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,393ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,505 અને નીચામાં રૂ.6,323 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.75 વધી રૂ.6,488 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.77 વધી રૂ.6,493 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.241ના ભાવે ખૂલી, રૂ.6.70 ઘટી રૂ.236.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 6.7 ઘટી 236.7 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં રૂ.11.65 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,500 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.700 ઘટી રૂ.56,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.60 વધી રૂ.921.30 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.19,316 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 67104.8 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,134.74 કરોડનાં 8,194.462 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.8,559.43 કરોડનાં 1,111.755 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,710.57 કરોડનાં 2,658,830 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,887.46 કરોડનાં 122,520,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.112.78 કરોડનાં 5,571 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.38.90 કરોડનાં 2,088 ટન તાંબાના વાયદાઓમાં રૂ.519.42 કરોડનાં 7,203 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.341.20 કરોડનાં 15,122 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.28 કરોડનાં 1,104 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.5.37 કરોડનાં 57.96 ટનનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)