ગણેશ હાઉસિંગે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ લૉન્ચ કરી

1.5 અબજ અમેરિકી ડોલરની ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમથી 70,000થી વધુ ઉચ્ચ કુશળતા ધરાવતી નોકરીઓ અને અમદાવાદની જીસીસી મહત્વાકાંક્ષાઓને વેગ મળશેગુજરાતના પ્રથમ આજીબીસી પ્લેટિનમ-રેટેડ એસઈઝેડ આઈટી પાર્કે IBM, TCS, Withum અને Searce સહિતની કંપનીઓ પાસેથી 8 લાખ ચોરસ ફૂટ લીઝિંગ મોમેન્ટમ મેળવ્યું છે

અમદાવાદ, 18 મે 2026: ગુજરાતના ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રને નવી દિશા આપનાર ઐતિહાસિક વિકાસરૂપે, ગણેશ હાઉસિંગ લિમિટેડે આજે ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ (MMTC) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ ગુજરાતના પ્રથમ આઈજીબીસી પ્લેટિનમ-રેટેડ એસઈઝેડ આઈટી પાર્ક અને અમદાવાદની પ્રથમ ઇન્ટિગ્રેટેડ ટેક સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ફ્યુચર-રેડી ઇકોનોમિક ઇકોસિસ્ટમ તરીકે કલ્પના કરાયેલા આ પ્રોજેક્ટ દ્વારા 70,000થી વધુ ઉચ્ચ કુશળ નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે, સાથે સાથે તે અમદાવાદને જીસીસી, ટેકનોલોજી કંપનીઓ, ઇનોવેશન આધારિત વ્યવસાયો અને નોલેજ ઇકોનોમી સેક્ટર્સ માટેના અગ્રણી કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.

 ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ને આશરે 65 એકર વિસ્તારમાં ફેલાયેલા વિશાળ “સિટીની અંદર સિટી” તરીકે વિકસાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટનો કુલ આયોજનબદ્ધ વિકાસ વિસ્તાર આશરે 18 મિલિયન ચોરસ ફૂટનો રહેશે. આ ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમમાં આશરે 10 મિલિયન ચોરસ ફૂટના ગ્રેડ-એ કોમર્શિયલ અને ટેકનોલોજી ઓફિસ સ્પેસ, આશરે 6 મિલિયન ચોરસ ફૂટના પ્રીમિયમ રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અને આશરે 2 મિલિયન ચોરસ ફૂટ વિસ્તાર રિટેલ, હોસ્પિટાલિટી, સોશિયલ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સમર્પિત રહેશે. આ પ્રોજેક્ટ ગણેશ હાઉસિંગ લિમિટેડ દ્વારા વૈશ્વિક સ્તરે જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપર અને ઓપરેટર ટિશમેન સ્પેયર સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પાર્ટનર તરીકે અને આરએસપી આર્કિટેક્ટ્સ સાથે ડિઝાઇન પાર્ટનર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આશરે 1.3 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારનો સમાવેશ થાય છે. આ ડેવલપમેન્ટે ટેકનોલોજી, કન્સલ્ટીંગ, બાયોટેકનોલોજી અને વર્કસ્પેસ ક્ષેત્રની વિવિધ કંપનીઓને આકર્ષી છે, જેમાં આઈબીએમ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, Searce (સિંગાપોર સ્થિત ગ્લોબલ ટેકનોલોજી અને ક્લાઉડ કન્સલ્ટીંગ કંપની), વાલટેક (જર્મનીની ગ્લોબલ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન કંપની), Withum (અમેરિકા સ્થિત ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ, ટેક્સ અને એડવાઇઝરી કંપની), કેશિવ બાયોસાયન્સિસ (ગ્લોબલ બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર કેન્દ્રિત કંપની), દેવએક્સ (પ્રીમિયમ મેનેજ્ડ ઓફિસ અને કો-વર્કિંગ સ્પેસ પ્રોવાઇડર) અને APSER Life Science (આંતરરાષ્ટ્રીય સ્તરની લાઇફ સાયન્સ અને હેલ્થકેર કેન્દ્રિત કંપની) જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

આ લોન્ચ પ્રસંગે એઆઈસીટીઈ દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલા GREMI City Campus (Ganesh Real Estate Management Institute)નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ સાથે GREMI City Campus નું એકસાથે ઉદ્ઘાટન ગણેશ હાઉસિંગના વ્યાપક વિઝનને દર્શાવે છે, જેમાં અમદાવાદ–ગાંધીનગર ગ્રોથ કોરિડોરમાં રોજગારી સર્જન, ઇનોવેશન, ઉદ્યોગ સહકાર અને ભવિષ્ય માટેના વર્કફોર્સ ડેવલપમેન્ટને એકીકૃત કરવાનો ઉદ્દેશ્ય છે.

લોન્ચ ઇવેન્ટ દરમિયાન સંબોધન કરતાં ભારત સરકારના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત પહેલેથી જ ભારતના સૌથી મજબૂત ઔદ્યોગિક વિકાસ એન્જિનોમાં પોતાનું સ્થાન સ્થાપિત કરી ચૂક્યું છે અને હવે રાજ્ય ટેકનોલોજી, ઇનોવેશન અને ઉચ્ચ કૌશલ્ય આધારિત સેવાઓ માટે વૈશ્વિક હબ બનવાની દિશામાં દ્રઢતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ જેવા પ્રોજેક્ટ્સ ન કેવળ વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નોકરીની તકોનું સર્જન કરશે, પરંતુ અમદાવાદને દેશના અગ્રણી ટેકનોલોજી સ્થળોની સમકક્ષ પણ સ્થાન અપાવશે.

આ લૉન્ચ અંગે ગણેશ હાઉસિંગ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ તેમજ ક્રેડાઇના નેશનલ પ્રેસિડેન્ટ શેખર પટેલે જણાવ્યું હતું કે, મિલિયન માઇન્ડ્સ ટેક સિટી મૂળભૂત રીતે ગુજરાત માટે આર્થિક વિકાસ અને રોજગારી સર્જનની કહાની છે. અમે એવી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ, જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 70,000થી વધુ નોકરીઓ ઊભી કરશે.

ગણેશ હાઉસિંગ લિમિટેડના ડિરેક્ટર અનમોલ પટેલે જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ ‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ માટે અમારું વિઝન એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરવાનું હતું, જે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ ટેકનોલોજી ઇકોસિસ્ટમ્સ સાથે સ્પર્ધા કરી શકે.

ગણેશ હાઉસિંગ લિમિટેડના ડિરેક્ટર અમનવીર પટેલે જણાવ્યું હતું કે, “‘મિલિયન માઇન્ડ્સ ટેક સિટી’ આજના ઊભરી રહેલા નવા ગુજરાતનું પ્રતિબિંબ છે, જે મહત્વાકાંક્ષી, ભવિષ્ય માટે તૈયાર, ઇનોવેશન આધારિત અને સાથે સાથે જવાબદારી તથા ટકાઉપણામાં ઊંડે સુધી જોડાયેલું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)