ભારતના ગોલ્ડ ETFsમાં જૂનમાં $388 મિલિયનનો પ્રવાહ નોંધાયો

અમદાવાદ, 9 જુલાઇઃ ભારતમાં ઇક્વિટીમાં ઓછા રિટર્ન અને આકર્ષણ સામે ગોલ્ડ- સિલ્વર અને ગોલ્ડ ઇટીએફ તરફનું આકર્ષણ વધી રહ્યુ છે. તેના પ્રતિબિંબરૂપે જૂન મહિનામાં ભારતના ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) એ વૈશ્વિક વલણને પાછળ છોડી દીધું છે અને ભારતના ગોલ્ડ ETFsમાં જૂનમાં $388 મિલિયનનો પ્રવાહ નોંધાયેલો જોવા મળ્યો છે. તે પૈકી નિપ્પોન ઇન્ડિયા ETF ગોલ્ડ BeES એ 158.4 મિલિયન ડોલરના રોકાણ સાથે અગ્રણી રોકાણ પ્રવાહ બનાવ્યો, ત્યારબાદ SBI ETF ગોલ્ડ $81.2 મિલિયન ડોલરનો રોકાણ પ્રવાહ આવ્યો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, મે મહિનામાં 61 મિલિયન ડોલરના રોકાણ પ્રવાહ પછી જૂનમાં રોકાણ પ્રવાહ આવ્યો. જોકે એક તબક્કે નીચી કિંમતે ખરીદી કરનારા ઇન્વેસ્ટર્સ સરકારના કિંમતી ધાતુ પર આયાત જકાત વધારવાના નિર્ણયથી રોકાણકારોએ સ્થાનિક સોનાના ભાવમાં વધારો થવા વચ્ચે નફો બુક કરવા માટે પ્રેરિત થયા હતા. આંતરરાષ્ટ્રીય સોનાના ભાવમાં તીવ્ર અસ્થિરતા જોવા મળી છે, જે ફેબ્રુઆરીથી તેમની ટોચથી લગભગ 27 ટકા ઘટી છે.

વૈશ્વિક રોકાણકારોએ જૂનમાં તેમના ગોલ્ડ ETF હોલ્ડિંગ્સને ઘટાડવાનું ચાલુ રાખ્યું. ભૌતિક રીતે સમર્થિત ગોલ્ડ ETFs એ મહિના દરમિયાન $8.9 બિલિયનનો રોકાણ પ્રવાહ નોંધાવ્યો, જેમાં તમામ પ્રદેશોમાં ઉપાડ જોવા મળ્યો. ઉત્તર અમેરિકામાં સૌથી વધુ $5.5 બિલિયનનો પ્રવાહ જોવા મળ્યો, ત્યારબાદ એશિયામાં $2.3 બિલિયન અને યુરોપમાં $818 મિલિયનનો પ્રવાહ જોવા મળ્યો. વૈશ્વિક ગોલ્ડ ETF ની અસ્કયામતો અંડર મેનેજમેન્ટ (AUM) 13 ટકા ઘટીને $526 બિલિયન થઈ ગઈ, જ્યારે કુલ હોલ્ડિંગ 74 ટન ઘટીને 4,047 ટન થઈ ગઈ હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)