લિંકન ફાર્માએ FY2024-25 માટે રૂ. 82.44 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો

કંપનીએ FY 2024-25 માટે 18%, પ્રતિ શેર રૂ. 1.80ના ડિવિડન્ડની ભલામણ કરી
અમદાવાદ, 23 મેઃ લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે માર્ચ 2025માં સમાપ્ત થયેલા FY25 માટે રૂ. 82.44 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. FY25ના ટોટલ ઓપરેશન્સની ઈન્કમ કુલ રૂ. 645.71 કરોડની થઈ હતી, જે FY24 વર્ષના સમાન સમયગાળાની રૂ. 614.97 કરોડ રૂપિયાની આવક કરતા વધારે છે કંપનીએ FY25માં રૂ. 123.97નો EBITDA નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 25 માટે EPS રૂ. 41.11 પ્રતિ શેર હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 10 પ્રતિ શેરના ફેસ વેલ્યુ પર 18%, રૂ. 1.80 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીએ માર્ચ 2025માં પૂરા થયેલા ફાઈનાન્શિયલ વર્ષ માટે કરવેરા પહેલાં રૂ. 109.19 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ કંપનીમાં તેમનો હિસ્સો સતત વધાર્યો છે, જે માર્ચ 2024માં 3.93%થી વધીને 31 માર્ચ 2025ના રોજ 5% થયો છે.
Q4 અને FY25ના પરફોર્મન્સ પર લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે લિંકન ફાર્માસ્યુટિકલ્સે તેની કન્સીસ્ટન્સી જાળવી રાખી છે અને FY13થી FY24 સુધી પ્રોફિટ ગ્રોથ નોંધાવ્યો છે. કંપની નેટ ડેબ્ટ-ફ્રી માટે પ્રતિબદ્ધ છે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યૂહાત્મક પ્રોડક્ટ લોન્ચનો લાભ ઉઠાવીને માર્કેટ પ્રેઝન્સને વધારે મજબૂત બનાવી રહી છે. અમે નાણાકીય વર્ષ 26 સુધીમાં અમારા રૂ. 750 કરોડના આવક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સારી સ્થિતિમાં છીએ.
માર્ચ 2025માં એન્ડ થયેલા ક્વાર્ટરમાં કંપનીએ સ્ટેન્ડાલોન નેટ પ્રોફિટ 11.62 કરોડ રૂપિયાનો નોંધાવ્યો હતો. આની સાથે 19.84 કરોડ રૂપિયાનો EBITDA અને ઓપરેશન્સથી ટોટલ 161.30 કરોડની ઈન્કમ નોંધાવી હતી. Q4FY25 માટે EPS પ્રતિ શેર રૂ. 5.78 હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)