મેક્સીવિઝન SRG આઈ હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, રાજ્યની સૌથી મોટી કોર્પોરેટ આઈ કેર પ્રોવાઇડર બની
| SRG સાથેના ઇન્ટિગ્રેશન દ્વારા હવે ગુજરાતના પાંચ મુખ્ય શહેરોમાં કોર્પોરેટ આઈ કેર નેટવર્ક ઊભું કર્યું | SRG ખાતે Catalys Precision Laser System સ્થાપીને માઇક્રોન સ્તરની ચોકસાઈ અને અદ્યતન 3D ઇમેજિંગ સાથે વિશ્વસ્તરીય લેસર આધારિત મોતિયાનું ઓપરેશન પ્રદેશમાં ઉપલબ્ધ કરાવે છે |
અમદાવાદ, 20 એપ્રિલ: મેક્સીવિઝન સુપર સ્પેશિયલિટી આઈ હૉસ્પિટલ્સે SRG આઈ હોસ્પિટલ સાથેના ઇન્ટિગ્રેશન દ્વારા ગુજરાતમાં સૌથી મોટી કોર્પોરેટ આઈ કેર હોસ્પિટલ નેટવર્ક બનવાની પોતાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. રાજકોટ, સુરત, જામનગર અને મોરબી જેવા મુખ્ય શહેરોમાં પહેલેથી હાજરી ધરાવતી મેક્સીવિઝન માટે અમદાવાદમાં આ વિસ્તરણ તેની વધતી પ્રાદેશિક હાજરીને વધુ મજબૂત બનાવે છે. આ ઇન્ટિગ્રેશન સાથે SRG આઈ હોસ્પિટલનો મજબૂત ક્લિનિકલ વારસો પણ જોડાયો છે, જેણે અત્યાર સુધીમાં 15 લાખથી વધુ દર્દીઓની તપાસ અને સારવાર કરી છે અને 1.2 લાખથી વધુ સફળ સર્જરી કરી છે, જે નેટવર્કની સંયુક્ત નિપુણતામાં વધુ વધારો કરે છે. મેક્સીવિઝન ગ્રુપ સ્તરે પણ બ્રાન્ડે અત્યાર સુધીમાં 60 લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે અને 8 લાખથી વધુ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જે તેના વ્યાપ અને ગુણવત્તાસભર આંખ સારવાર પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
આ વિસ્તરણના ભાગરૂપે, મેક્સીવિઝને અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં નવી કોમ્પ્રિહેન્સિવ આઈ કેર ફેસિલિટી શરૂ કરી છે. આ સેન્ટર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનુભવી ક્લિનિકલ ટીમો અને ટેકનોલોજી આધારિત સારવાર પદ્ધતિઓથી સજ્જ છે, જે શહેર અને આસપાસના વિસ્તારોમાં આંખની વિશિષ્ટ સારવારની વધતી માંગને પહોંચી વળવા માટે તૈયાર છે.
ગ્રુપે અમદાવાદમાં પ્રથમવાર અદ્યતન ટેકનોલોજી તરીકે Catalys Precision Laser System નું સૌથી એડવાન્સ્ડ વર્ઝન પણ રજૂ કર્યું છે. આ સૌથી એડવાન્સ્ડ સોફ્ટવેર અપગ્રેડ મોતિયાના ઓપરેશમાં ચોકસાઈ અને ઓટોમેશનમાં વધારો કરે છે, જેના પરિણામે લેન્સની વધુ સારી ગોઠવણી, વધુ સુરક્ષિત પ્રક્રિયા અને દર્દીઓ માટે સુધારેલા દ્રષ્ટિ પરિણામો પ્રાપ્ત થાય છે. આ સાથે અદ્યતન સારવાર હવે દર્દીઓના ઘરની નજીક ઉપલબ્ધ બનશે.
SRG આઈ હોસ્પિટલ સાથેના ઇન્ટિગ્રેશન દ્વારા મેક્સીવિઝનનું ટેકનોલોજી આધારિત અને વિસ્તૃત કરી શકાય એવું હેલ્થકેર મોડલ SRGની મજબૂત સ્થાનિક નિપુણતા અને ક્લિનિકલ આધાર સાથે જોડાયું છે. આ પગલાંથી સેવાઓની ક્ષમતામાં વધારો થશે, પહોંચમાં સુધારો થશે અને અમદાવાદ તથા સમગ્ર ગુજરાતમાં આંખ સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે એવી અપેક્ષા છે.
મેક્સીવિઝન સુપર સ્પેશિયલિટી આઈ હૉસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જી. એસ. કે. વેલુએ જણાવ્યું હતું કે, મેક્સીવિઝનની વૃદ્ધિ યાત્રા અમારી ક્ષમતાથી નિર્ધારિત રહી છે કે અમે અદ્યતન ટેકનોલોજી અને પહોંચ સાથે ક્લિનિકલ ઉત્તમતા જાળવી રાખીને વિસ્તરણ કરી શકીએ. ગુજરાત અમારું મહત્વપૂર્ણ બજાર છે, જે અમારી કુલ આવકમાં અંદાજે 20 ટકા યોગદાન આપે છે. આગામી પાંચ વર્ષોમાં અમે આ વિસ્તારમાં 20થી 25 ટકાનો સીએજીઆર હાંસલ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
SRG આઈ હોસ્પિટલ (ડો. સંજય ગાંધી આઈ હોસ્પિટલ)ના સ્થાપક ડો. સંજય ગાંધીએ જણાવ્યું હતું કે, SRG આઈ હોસ્પિટલ હંમેશાં વિશ્વાસપાત્ર અને દર્દી કેન્દ્રિત આંખ સારવાર પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી આવી છે. અમે દર વર્ષે 42,000થી વધુ દર્દીઓને સેવા આપીએ છીએ અને અંદાજે 5,000 સર્જરી કરીએ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
