28 એપ્રિલ, અમદાવાદ: ટેકનિપ એનર્જીઝ ઈન્ડિયાએ ગુજરાતના દહેજ ખાતે આવેલા તેના મોડ્યુલર મેન્યુફેક્ચરિંગ યાર્ડ (MMY)માં પોતાની પ્રથમ કેપ્ટિવ જેટ્ટી કાર્યરત કરી છે. આ સાથે કંપનીએ વૈશ્વિક ઊર્જા ક્ષેત્રની એક મોટી કંપની માટે નેધરલેન્ડ્સ તરફ પોતાના પ્રથમ મોટા કદના પ્રોસેસ મોડ્યુલનું કન્સાઇમેન્ટ મોકલીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ડિસ્પેચ ‘મેક ઇન ઈન્ડિયા’ના વિઝન સાથે સુસંગત રહી ભારતને વ્યૂહાત્મક ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે.

આ જેટ્ટી દ્વારા હવે વિશાળ કદના મોડ્યુલ્સનું સીધું પરિવહન શક્ય બન્યું છે, જેમાં દરેક મોડ્યુલનું વજન 4,000 મેટ્રિક ટન સુધી હોઇ શકે છે. અગાઉ આવા મોડ્યુલ્સ માર્ગ પરિવહન મર્યાદાઓને કારણે મુશ્કેલીમાં મુકાતા હતા. હાલમાં આ મોડ્યુલ્સની યાત્રા શરૂ થઈ ચૂકી છે અને તે રાતા સમુદ્ર અને સુએઝ કેનાલ મારફતે ઉત્તર યુરોપ તરફ જઇ રહ્યા છે, જે વૈશ્વિક જોડાણને વધુ સરળ બનાવે છે.

આ નવી સુવિધાએ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા નોંધપાત્ર રીતે વધારી છે. રોડ મારફતે અંદાજે 15 દિવસ લાગતો સમય હવે માત્ર 48થી 72 કલાકમાં પૂર્ણ થઈ શકે છે. સાથે જ, આશરે 60થી 70 ટકા સુધી ઇંધણની બચત થાય છે, જેના કારણે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટે છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આ પગલું ટેકનિપ એનર્જીઝ ઇન્ડિયાની ટકાઉ કામગીરી પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)