AXIS FINANCE LIMITED એ એક્સિસ બેંક અને કેદારા કેપિટલ પાસેથી રૂ. 2,250 કરોડની પ્રાથમિક મૂડી એકત્રિત કર્યાની જાહેરાત કરી
મુંબઈ, 28 એપ્રિલ: નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની અને એક્સિસ બેંકની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એક્સિસ ફાઇનાન્સ લિમિટેડે (“AFL”) આજે કેદારા કેપિટલ પાસેથી પ્રેફરન્શિયલ ઇશ્યુઅન્સ મારફતે રૂ. 750 કરોડના પ્રાથમિક મૂડી એકત્રિત કર્યાની જાહેરાત કરી છે. અગાઉ 17 એપ્રિલ, 2026ના રોજ એક્સિસ ફાઇનાન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરાયેલા રૂ. 1,500 કરોડના રાઇટ્સ ઇશ્યુ મારફતેના પ્રાથમિક મૂડી એકત્રિત કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ મૂડી એકત્રિત કરવાની કામગીરી એએફએલ માટે અત્યાર સુધીનું સૌથી મોટું પ્રાથમિક મૂડી એકત્રીકરણ છે તેમજ બહારના રોકાણકાર પાસેથી પહેલી વાર મૂડી એકત્રિત કરવામાં આવી છે. કેદારા કેપિટલ તરફથી આવનાર આ પ્રાથમિક મૂડી રોકાણ નિયમિત નિયમનકારી મંજૂરીઓના આધિન રહેશે.

આ પ્રાથમિક મૂડીના એકત્રિત કરવાથી એએફએલની ટિયર 1 કેપિટલ અને કેપિટલ એડિક્વેસી (CRAR) મજબૂત બનશે. એએફએલ રિટેલ, એમએસએમઈ અને હોલસેલ વિભાગોમાં વ્યાપક રીતે ક્રેડિટ જરૂરિયાતોને પૂર્ણ કરતી એક અગ્રણી અને વૈવિધ્યસભર લોન પ્લેટફોર્મ તરીકે આગળ વધવા માટે સારી સ્થિતિમાં છે. સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ લોનિંગ બંને ક્ષેત્રોમાં મજબૂત હાજરી સાથે, એક્સિસ ફાઇનાન્સ ભારતમાં ઉદ્યોગો માટે પસંદગીના ફાઇનાન્સર બનવાનો ધ્યેય ધરાવે છે અને દેશના અગ્રણી એમએસએમઈ કેન્દ્રિત લેણદારોમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.
