- Elections Politics Sentiment
- Entertainment
- Fashion
- FLASH NEWS
- ઈકોનોમી
- કોર્પોરેટ ન્યૂઝ
- ક્રિપ્ટો
- પર્સનલ ફાઇનાન્સ
- શેર બજાર
માર્કેટ લેન્સઃ NIFTY માટે 22800 અને 24000 મહત્વના લેવલ્સ, સ્ટોપલોસ કે સાથ ચલો

જો Nifty નિર્ણાયક રીતે 23,100–23,070ના ઝોનને તોડે, તો તે 23,000ની સપાટીથી નીચે જઈ શકે છે. જોકે, આ ઝોનની ઉપર ટકી રહે, તો 23,400–23,500ના લેવલ્સ આગામી ટાર્ગેટ્સ બની શકે તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ અને બજાર નિષ્ણાતો આપી રહ્યા છે.
| STOCKS TO WATCH: | Tempsens Instruments, Alembic Pharma, Highway Infrastructure, Mazagon Dock, G R Infra, Fortis Healthcare, Venus Pipes, GNFC, Prestige Estates Projects, PB Fintech, Allied Blenders, ACME Solar |
અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ બજારનો વ્યાપક ટ્રેન્ડ નબળાઈ તરફી છે, કારણ કે NIFTY તેની ટૂંકા અને લાંબા ગાળાની મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. મોમેન્ટમ ઈન્ડિકેટર્સ પણ નબળાઈ સૂચવે છે. ડેઇલી RSI ‘બેરિશ ઝોન’માં છે અને તેની 9-દિવસીય એવરેજથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. વધુમાં, ડેઇલી MACD પણ નેગેટિવ ટ્રેન્ડ જાળવી રાખે છે અને તે ‘ઝીરો લાઇન’ તેમજ તેની ‘સિગ્નલ લાઇન’ – બંનેની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, MACD હિસ્ટોગ્રામ છેલ્લા 23 ટ્રેડિંગ સત્રોથી નેગેટિવ ઝોનમાં રહ્યો છે, જે સતત downside momentum સૂચવે છે.
NIFTY માટે આગળ જતાં 23,050–23,000નો ઝોન એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે કામ કરે તેવી અપેક્ષા છે, કારણ કે તે અગાઉના ‘સ્વિંગ લો’ સાથે સુસંગત છે. જો 23,000ની સપાટી નિર્ણાયક રીતે તૂટે છે, તો વેચવાલીનું દબાણ વધી શકે છે અને NIFTY 22,700 તરફ સરકી શકે છે. ઉપરની તરફ, 23,350–23,400નો ઝોન એક મજબૂત રેઝિસ્ટન્સ બની રહેવાની શક્યતા ટેકનિકલ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે, અને નોંધપાત્ર રિકવરીના સંકેત માટે NIFTYએ આ ઝોનની ઉપર ટકી રહેવું જરૂરી રહેશે.
છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોથી બેન્ક NIFTY તેના અગાઉના 52,783થી 58,706 સુધીના ઉછાળાના 50 ટકા ફિબોનાચી રિટ્રેસમેન્ટ લેવલની આસપાસ કોન્સોલિડેટ થઈ રહ્યો છે. જોકે, બજારનો એકંદર મિજાજ નબળો જ રહ્યો છે, કારણ કે બેન્ક NIFTY તેની ટૂંકા અને લાંબા ગાળાની મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. વધુમાં, 20-દિવસીય અને 50-દિવસીય EMA નીચેની તરફ ગતિ કરી રહ્યા છે, જે બેરિશ ટ્રેન્ડ સૂચવે છે. મોમેન્ટમ ઈન્ડિકેટર્સ પણ સાવચેતીનો સંકેત આપે છે; ડેઇલી RSI 40ના લેવલની નજીક છે, જે ખરીદીના મર્યાદિત જોરને દર્શાવે છે.
આગામી સમયમાં, 55,700–55,600નો ઝોન બેન્ક NIFTY માટે મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે કામ કરે તેવી શક્યતા નિષ્ણાતો દર્શાવે છે. જો બેન્ક NIFTY 55,600ની નીચે સતત ટ્રેડ કરે, તો વેચવાલીનું દબાણ વધી શકે છે અને નજીકના ગાળામાં 55,000 તથા ત્યારબાદ 54,500ના લેવલ સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. ઉપરની તરફ, 56,700–56,800નો ઝોન નોંધપાત્ર રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી અપેક્ષા છે, અને ટૂંકા ગાળાના ટેકનિકલ દૃષ્ટિકોણમાં સુધારો લાવવા માટે ઇન્ડેક્સે આ રેઝિસ્ટન્સને પાર કરવો જરૂરી રહેશે તેવું બજાર પંડિતોનું માનવું છે.
| Mainboard Listing: | Manipal Payment, Rentomojo, Asset Reconstruction Company, Steamhouse, Karamtara Engineering, LCC Projects |
| SME Listing: | Infrax Renewable, Amtech Esters, Vinod Texworld |
| Results Today: | Skyways Air Services, and Orissa Minerals |
| Stocks Trade Ex-Dividend: | Acutaas Chemicals, Agarwal Industrial Corporation, Asian Energy, AuSom Enterprise, Bal Pharma, Bharat Rasayan, Craftroot Retail, Ester Industries, Excel Industries, Filtra Consultants, Gujarat Fluoro, Himatsingka Seide, HPL Electric, Indo Amines, International Conveyors, IRCON International, KCP Sugar, Landmark Cars, Meghna Infracon, MSTC, Orient Ceratech, Patel Integrated Logistics, Premier Polyfilm, Rossell Techsys, Ruby Mills, Sansera Engineering, Shri Jagdamba Polymers, Star Paper Mills, Sunteck Realty, Tamilnadu Petroproducts, Tamil Nadu Newsprint, Wealth First Portfolio |
| Stocks in F&O Ban: | Bandhan Bank, Inox Wind, Kaynes Technology, Manappuram Finance, SAIL |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
