અદાણી એરપોર્ટે 360 ONE એસેટ પાસેથી $300 મિલિયનની પ્રાથમિક ઇક્વિટી મેળવી

અમદાવાદ, 24 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઈઝ લિ. ની પેટાકંપની અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ સંચાલક અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. એ 360 ONE ઓલ્ટરનેટ્સ એસેટ મેનેજમેન્ટ લિ.સાથે  તેના ફંડ્સ અને આનુષંગિકો દ્વારા રુ.૨,૭૯૦ કરોડ(USD 300 મિલિયન)ની અસ્કયામતો સાથે કામ કરવા બંધનકર્તા કરાર કર્યો છે. આ સાથે અત્યાર સુધીમાં તેની કુલ ઇક્વિટી વધી ~USD ૧.૩૫ બિલિયન થઇ છે.

આલ્ફા વેવ ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટ, ટેમાસેક અને બ્લેકરોક મેનેજ્ડ ફંડ્સ સહિતના અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારોના બનેલા  કન્સોર્ટિયમમાંથી પ્રાથમિક ઇક્વિટી મૂડીના રુ ૯,૮૨૫ કરોડ (USD 1 બિલિયન)ના અગાઉના રાઉન્ડ પર આ વ્યવહાર આધારિત છે. ભારતના એરપોર્ટના આંતરમાળખાકીય  ક્ષેત્રમાં નાણાકીય સંસ્થાઓ તરફથી સૌથી મોટા પ્રાથમિક ઈક્વિટી રોકાણોમાંનો આ સોદો છે.

360 ONE એસેટ માટે શેર ભરણા કરાર પર અદાણી એરપોર્ટસ અને 360 ONE એસેટએ હસ્તાક્ષર કર્યા છે જે અદાણી એરપોર્ટસ હોલ્ડિંગ્સના નવા ઇક્વિટી શેરમાં ભરણું કરવા માટે પ્રારંભિક રોકાણકારોની માફક તે જ શરતો અને મૂલ્યાંકન પર છે, તે USD ૧૮ બિલિયનનું પ્રી-મની ઇક્વિટી વેલ્યુએશન સૂચવે છે. પ્રારંભિક રોકાણકારો સાથે કરેલા શેરધારકોના કરારને પણ 360 ONE એસેટે સ્વીકાર્યો છે. લાગુ પડતી મંજૂરીઓની રસીદ સહિત પૂર્વવર્તી પરંપરાગત શરતોને આધીન આ બંને વ્યવહારો પૂર્ણ થયા બાદ સામૂહિક રીતે રોકાણકારો અદાણી એરપોર્ટ હોલ્ડિંગસના આશરે ૭.૦૧% ની માલિકી ધરાવશે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જીત અદાણીએ આ ભાગીદારીને અદાણી એરપોર્ટ્સ પ્લેટફોર્મના નિર્માણમાં વધુ એક સીમાચિહ્ન ગણાવી કહ્યું હતું કે આવા માર્કી લાંબા ગાળાના રોકાણકારોનું આગમન ભારતના ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિ યાત્રામાં તેમના ભરોસાનો પુરાવો છે. તેમણે કંપની સંચાલિત એરપોર્ટની આસપાસ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવવા પ્રતિબદ્ધતા વ્યકત કરી ઉમેર્યું હતું કે આ સિસ્ટમના ભાગરુપે સતત રાષ્ટ્રીય વિકાસ તરફ ગતિ કરવા માટે ઉડ્ડયન, વાણિજ્ય, લેઝર અને પ્રાદેશિક લોજિસ્ટિક્સને એકબીજામાં ભેળવી સાદા પરિવહન કેન્દ્રોમાંથી વાઇબ્રન્ટ એરપોર્ટ શહેરોમાં રૂપાંતરિત કરવામાં આવે છે.

આલ્ફા વેવ ગ્લોબલ, પ્રેમજી ઇન્વેસ્ટ, ટેમાસેક અને બ્લેકરોક મેનેજ્ડ ફંડ્સની સાથે આ નવો રાઉન્ડ 360 વન એસેટ લાવી કંપની સ્કેલ, કામકાજની ક્ષમતાઓ અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાને સંસ્થાકીય પ્રચંડ આધાર દર્શાવે છે.

ત્રણ મુખ્ય વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને સમર્પિત મૂડી ઠાલવવાનો આ બહુવિધ રાઉન્ડ કંપનીના ઉડ્ડયન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટફોલિયોના ભાવિને આકાર આપશે કંપની  ૯૬ મિલિયન પ્રવાસીઓના સંચાલનની ઐતિહાસિક ક્ષમતાને બમણી કરીને વાર્ષિક બે કરોડ કરવાનો ઈરાદો ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)