પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 IPO ખુલશે; 3 લિસ્ટિંગ

મેઇનબોર્ડ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpening DateClosing DateIssue Price (Rs.)Issue Amount (Rs.cr.)
Monomark Engineering02-Dec04-Dec 0/
Matangi Rubber01-Dec03-Dec163/ to 172/125.16
Integris Medtech27-Nov01-Dec 0/
Foodlink F&B Holdings26-Nov30-Nov181/ to 191/360.76
Mahanadi Coalfields  P19-Nov23-Nov129/ to 136/8,981.12
Crystal Crop Protection  P18-Nov20-Nov259/ to 272/455.49

અમદાવાદ, 24 સપ્ટેમ્બરઃ દેવઊઠી અગિયારસ અને દેવ દિવાળી પર્વ પછી શુભકાર્યોની શરૂઆતના ભાગ રૂપે તા. 23 સપ્ટેમ્બરે શરૂ થયેલા નવા સપ્તાહમાં તા. 25 નવેમ્બરથી પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની વણઝાર શરૂ થઇ રહી છે. સપ્તાહ દરમિયાન ત્રણ નવા પબ્લિક ઈશ્યુ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ત્રણ કંપનીઓ લિસ્ટિંગ કરાવવા સજ્જ છે.

Foodlink F&B Holdings (India) મેઇનબોર્ડ સેગ્મેન્ટનો આ આઇપીઓ દલાલ સ્ટ્રીટમાં પ્રવેશનારી પ્રથમ કંપની હશે. IPO 26 નવેમ્બરે ખુલશે અને 30 નવેમ્બરે બંધ થશે. આ માટે પ્રતિ શેર 181-191 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

Foodlink F&B Holdingsનો IPO 26 નવેમ્બરે ખુલશેIntegris Medtechનો IPO 27 નવેમ્બરે ખૂલવાની શક્યતાShree Siddhivinayak 25 નવેમ્બરે IPO લાવશે

કંપની આ પબ્લિક ઈશ્યુ દ્વારા 360.76 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. જેમાં 192 કરોડ રૂપિયાના નવા શેર (ફ્રેશ ઈશ્યુ) અને પ્રમોટરો તથા રોકાણકારો દ્વારા 168.76 કરોડ રૂપિયાના મૂલ્યના 88.35 લાખ શેરનું ઓફર ફોર સેલ (OFS) સામેલ છે.

Integris Medtech – જેને Everstone Capital Asia અને જાણીતા રોકાણકાર મુકુલ અગ્રવાલનું સમર્થન પ્રાપ્ત છે – તે IPO લાવનારી બીજી કંપની છે. તેનો IPO 27 નવેમ્બરે ખુલવાની શક્યતા છે. ડ્રાફ્ટ દસ્તાવેજો અનુસાર, આ IPOમાં 600 કરોડ રૂપિયાના નવા શેર (ફ્રેશ ઈશ્યુ) અને પ્રમોટર એન્ટિટી Evercure Holdings દ્વારા 1.08 કરોડ ઈક્વિટી શેરનું ઓફર ફોર સેલ સામેલ છે.

Shree Siddhivinayak Greentech Industries આ અઠવાડિયે IPO લાવનારી ત્રીજી કંપની હશે. SME સેગમેન્ટનો રૂ. 93.66 કરોડનો પબ્લિક ઇશ્યૂ 25 નવેમ્બરના રોજ ખુલશે, જેમાં શેર દીઠ રૂ. 130-142ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.

મહાનદી કોલફિલ્ડ્સનો રૂ. 8,981 કરોડનો IPO 23 નવેમ્બરના રોજ અને SME સેગમેન્ટમાં, વાત્રાના રેન્ટલ્સ (Watrana Rentals) નો રૂ. 120 કરોડનો IPO પણ સોમવારે બંધ થયા છે.

આ સપ્તાહે મહાનદી કોલફિલ્ડ્સ સહિત 3 આઇપીઓ લિસ્ટિંગ માટે સજ્જ

આ સપ્તાહે ત્રણ કંપનીઓ લિસ્ટિંગ કરવા જઈ રહી છે. ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન (Crystal Crop Protection) 26 નવેમ્બરના રોજ લિસ્ટ થશે, જ્યારે મહાનદી કોલફિલ્ડ્સ અને વાત્રાના રેન્ટલ્સ 27 નવેમ્બરના રોજ લિસ્ટ થશે.

બજારના નિરીક્ષકોના જણાવ્યા અનુસાર, આ કંપનીઓ પૈકી વાત્રાના રેન્ટલ્સના શેર ગ્રે માર્કેટમાં 20 ટકાથી વધુના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શન અને મહાનદી કોલફિલ્ડ્સના શેર પર સાધારણ ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રીમિયમ જોવા મળ્યું હતું.

એસએમઇ આઇપીઓ કેલેન્ડર એટ એ ગ્લાન્સ

CompanyOpeningClosingIssue Price (Rs.)Total Issue (Rs.cr.)Listing at
Yashhtej Industries18-Feb20-Feb110.0088.88BSE SME
Yajur Fibres07-Jan09-Jan174.00120.41BSE SME
Yaashvi Jewellers25-May27-May83.0043.88BSE SME
Yaap Digital25-Feb27-Feb145.0080.11NSE SME
Wiscon Industries27-Oct29-Oct204.00110.00BSE SME
Watrana Rentals  P19-Nov23-Nov232.00 to 245.00120.10NSE SME

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)