• અમદાવાદઃ સળંગ ચાર દિવસની મંદીની ચાલમાં આશામાંથી નિરાશાવાદી બજાર ખેલાડીઓ માટે સોમવાર શુકનવંતો સાબિત થયો હતો. સેન્સેક્સમાં 721 પોઇન્ટના સુધારા સાથે BSE MARKETCAPમાં રૂ. 5.8 લાખ કરોડનો જંગી ઉછાળો જોવાયો હતો. બીએસઇ માર્કેટકેપ શુક્રવારના રૂ. 272.13 લાખ કરોડ સામે વધી સોમવારે રૂ. 277.87 લાખ કરોડની સપાટીએ આંબી ગયું હતું.

માર્કેટમાં સુધારા પાછળના મુખ્ય પાંચ કારણો

  1. સાન્તા રેલી: વૈશ્વિક શેરબજારોની ચાલના આધારે ભારતીય શેરબજારો સુધારા તરફી રહેતા હોય છે. છેલ્લા સાત ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીએ 2001-2002ના છેલ્લા 21 વર્ષમાં સરેરાશ બે ટકાનું વળતર આપ્યું છે. 
  2. શોર્ટ કવરિંગ: HNIs અને રિટેલ રોકાણકારો દ્વારા વેચવાલીને કારણે શુક્રવારે શેરબજાર ઘટ્યું હતું. આવી સ્થિતિમાં શોર્ટ કવરિંગ પણ માર્કેટમાં ઉછાળાનું કારણ બની શકે છે.
  3. વૈશ્વિક બજાર: શુક્રવારે, S&P 500 0.6 ટકાના વધારા સાથે બંધ થયો. અન્ય એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી અને તેની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળી.
  4. સ્થાનિક સંસ્થાઓની ખરીદીનો ટેકોઃ શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 706.84 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે DIIએ રૂ. 3,399 કરોડના શેર ખરીદ્યા હતા. સોમવારે પણ ડીઆઈઆઈએ 1285 કરોડની ખરીદી કરી હતી. જ્યારે એફઆઈઆઈ 498 કરોડની વેચવાલી નોંધાવી હતી.
  5. ટેકનિકલ એનાલિસિસ: નિફ્ટીએ સાપ્તાહિક ચાર્ટ પર બેરિશ કેન્ડલ બનાવી છે. નિફ્ટી50 માટે મુખ્ય રેઝિસ્ટન્સ લેવલ 18,100 પોઈન્ટ્સ હશે. જ્યારે  17,500 પોઈન્ટનું સ્તર સપોર્ટ લેવલ તરીકે ધ્યાનમાં રાખવાની ટેકનિકલ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.