આકર્ષક ત્રિમાસિક પરિણામોના પગલે આ શેરમાં 20% ઉછાળો, જાણો આગામી ટ્રેન્ડ અને કારણ
અમદાવાદ, 23 એપ્રિલઃ
ડિફેન્સ સેક્ટરની આ કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં પ્રોત્સાહક પરિણામો જાહેર કરતાં શેર રોકેટ બન્યો હતો. BSE ખાતે TEJAS NETWORKનો શેર મંગળવારે રોકેટી 20% ઉછાળા સાથે 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો.
કંપનીએ માર્ચ 2024ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં માર્જિન અને આવક સાથે બજાર નિષ્ણાતોના અંદાજ કરતાં પણ મજબૂત કમાણી નોંધાવ્યા બાદ તેજસ નેટવર્કનો શેર ગઈકાલના બંધ 905.75 સામે ઉછાળે 1013.70ના સ્તરે ખૂલ્યા બાદ 20 ટકા અપર સર્કિટ સાથે 1086.90 થયો હતો. Q4ના અંત સુધીમાં તેજસ નેટવર્ક્સની ઓર્ડર બુક રૂ. 8,221 કરોડ હતી. સ્થાનિકની ઓર્ડર બુક રૂ. 7,958 કરોડની હતી જ્યારે આંતરરાષ્ટ્રીય બિઝનેસ રૂ. 263 કરોડનો હતો.
એક વર્ષમાં 65 ટકા વધ્યો | ખોટ નફામાં તબદીલ |
છેલ્લા એક વર્ષમાં તેજસ નેટવર્કનો શેર લગભગ 65 ટકા વધ્યો છે, જે બેન્ચમાર્ક નિફ્ટી 50માં 26 ટકા રિટર્ન સામે સારૂ પ્રદર્શન આપ્યું છે. | ચોખ્ખો નફો ક્વાર્ટરમાં રૂ. 146.78 થયો હતો, જેની સામે વર્ષ અગાઉના ગાળામાં રૂ. 11.47 કરોડની ખોટની હતી. |
તેજસને સ્થાનિક ઉત્પાદન અને PLI સ્કીમ, BSNL, ભારતનેટ અને રેલ્વે પર મોટા ખર્ચ માટે સરકારના દબાણથી ફાયદો થયો. ટીકોમ અને ટીસીએસના સંદર્ભોએ પણ કંપનીને નવા ગ્રાહકો ઉમેરવામાં મદદ કરી. ચાઇનીઝ ટેલિકોમ સાધનોને બદલવા તરફના વૈશ્વિક પગલાએ પણ Q4FY24માં મજબૂત નંબરો પહોંચાડવામાં મદદ કરી. એમ્કે ગ્લોબલના વિશ્લેષકો અપેક્ષા રાખે છે કે તેજસ નેટવર્ક્સની FY25ની આવક BSNL અને BharatNet એક્ઝિક્યુશન પર FY24ની આવકની તુલનાએ ચારગણી વધશે. FY25 અને FY26 માટે આવકના અંદાજમાં 6 અને 7 ટકાનો વધારો કર્યો છે. બ્રોકરેજએ Q4માં માર્જિન બીટ પર EBITDA માર્જિન અંદાજમાં 150-10 bpsનો વધારો પણ કર્યો હતો.
PLI સ્કીમનો પણ લાભ | નિષ્ણાતોની નજરે TEJAS |
ટેલિકોમ અને નેટવર્કિંગ પ્રોડક્ટ્સ માટે PLI સ્કીમ હેઠળ FY23માં રૂ. 32.66 કરોડનું પ્રોત્સાહન મળ્યું હતું. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેનો EBITA વાર્ષિક ધોરણે 669 ટકા વધીને રૂ. 248 કરોડ થયો હતો અને Q4 ના અંત સુધીમાં તેની ઓર્ડર બુક રૂ. 8,221 કરોડ હતી. | એમ્કેએ તેજસ નેટવર્ક્સ પર તેનું ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું હતું. એમ્કેએ અગાઉ રૂ. 975નો ટાર્ગેટ સુધારી રૂ. 1,100 કર્યો છે. તેજસ નેટવર્કની ઇન્વેન્ટરી ક્વાર્ટરમાં વધીને રૂ. 3,738 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના રૂ. 2,683 કરોડ હતી. કેટલાક મહત્વપૂર્ણ મોટા ઓર્ડરની ડિલિવરી ઝડપી કરવા માટે મુખ્ય લાંબા-લીડ ઘટકો-મુખ્યત્વે BSNL 4G RAN સુરક્ષિત કર્યા છે. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)