રિલાયન્સ જિયો જૂન 2026માં એક્ટિવ સબસ્ક્રાઇબર ઉમેરવામાં અગ્રેસર

અમદાવાદ, 30 જુલાઇઃ રિલાયન્સ જિયોએ જૂન 2026માં તમામ ટેલિકોમ ઓપરેટર્સમાં સૌથી વધુ એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર્સ ઉમેર્યાનું ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (ટ્રાઈ) જણાવ્યું છે. જિયોનો એક્ટિવ (VLR) સબસ્ક્રાઇબર બેઝ 3.33 મિલિયન જેટલો વધીને 498.90 મિલિયને પહોંચ્યો છે, જે ભારતી એરટેલના 2.92 મિલિયનના ઉમેરા કરતા વધુ છે. જ્યારે કે વોડાફોન આઈડિયા અને બીએસએનએસ/ એમટીએનએલે આમાં ચોખ્ખો ઘટાડો નોંધાવ્યો છે. ભારતમાં જિયોનો એક્ટિવ બેઝ સૌથી મોટો છે, જે દેશના 1,201.06 મિલિયન એક્ટિવ વાયરલેસ સબસ્ક્રાઇબર્સમાં 41.5% હિસ્સો ધરાવે છે.

જિયો જૂનના અંત સુધીમાં 503.58 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે ભારતની સૌથી મોટી વાયરલેસ (મોબાઇલ) ઓપરેટર રહી છે, જે 39.3% બજાર હિસ્સો ધરાવે છે. આ મહિના દરમિયાન જિયોએ 2.15 મિલિયન સબસ્ક્રાઇબર્સનો ઉમેરો કર્યો છે.

જિયોએ વાયરલાઇનમાં 15.63 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે દેશના સૌથી મોટા ફિક્સ્ડ-લાઇન ઓપરેટર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું, જેનો 32.7% બજાર હિસ્સો છે. જિયોએ જૂનમાં 1,44,057 કનેક્શન ઉમેર્યા છે.

જિયોએ 9.11 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે 5G ફિક્સ્ડ વાયરલેસ એક્સેસમાં (FWA) પોતાની અગ્રેસરતાને સુદૃઢ બનાવી છે, જેનો આંક ભારતના 12.94 મિલિયન 5G FWA બેઝના 70.5% જેટલો છે, અને તેનો 145,790 જેટલો સૌથી વધુ માસિક FWA ઉમેરો છે. જિયો એકમાત્ર ઓપરેટર છે જેણે 5G અનલાયસન્સ્ડ બેન્ડ રેડિયો (UBR) ફિક્સ્ડ-વાયરલેસ સબસ્ક્રાઇબર્સનો રિપોર્ટ આપ્યો, જેનો બેઝ આ મહિના દરમિયાન 2,01,302 ઉમેરા પછી 4.93 મિલિયનનો રહ્યો હતો.

જૂન 2026ના અંતમાં ભારતનો કુલ ટેલિફોન સબસ્ક્રાઇબર બેઝ 1,348.08 મિલિયન નોંધાયો હતો, જે આ મહિના દરમિયાન 4.98 મિલિયનનો ચોખ્ખો ઉમેરો દર્શાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)